Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 194
________________ હતાં... મદનખા પાસે જ હતી. પતિનું મૃત્યુ નિશ્ચિત હતું.... પતિનો પલાંક ન બગડી જાય તે માટે, એ વખતે રોવા-ફૂટવાનું કે કલ્પાંત કરવાનું ન કરતાં અંગ્રે પોતાના પતિને ‘સમાધિ' આપીને પારલૌકિક સંપત્તિ પમાડવાનાં ઉપાય કર્યો. સુંદર અંતિમ આરાધના કરાવી. હત્યા કરનારા ભાઈ પ્રત્યે જરાય રોષ ન રહે તેવી પ્રેરણા આપી... અંતિમ સમય સુધારી દીધો. આવી પત્ની ‘ગુરુ'ની ગરજ સારે ! મિત્રની ગરજ સારે ! સ્વજન આવાં હોય તો કામ થઈ જાય. પણ આવા સ્વજન તો પ્રબળ પુણ્યનો ઉદય હોય તો જ મળે. કોઈપણ કાર્યમાં નિષ્ફળતા મળે ત્યારે નિરાશ બનીને કાર્ય છોડી ન દો. ફરીથી પુરુષાર્થ કરો. નિષ્ફળતાનાં કારણો શોધી કાઢો ને એ કારણો દૂર કરો. ક્યારેક ૯૯૯ વખત નિષ્ફળ ગયેલો માણસ હજારમા પ્રયત્ને સફળ બને છે...! ક્યારેક આકરી પરીક્ષા થતી હોય છે. ઉત્સાહને અખંડ રાખો.‘અનિર્દેવઃ શ્રિયો મૂતમ્ ।’ ઉત્સાહ જ સંપત્તિનું મૂળ છે, અને ઉત્સાહ જ શ્રેષ્ઠ સુખ છે. ઉત્સાહવંત પુરુષો કઠિનમાં કઠિન કાર્ય કરવામાં પાછા પડતા નથી. કવિ ભાસ તો કહે છે : कारा येऽप्यशक्ता वा नोत्साहस्तेषु जायते । प्रायेण हि नरेन्द्र श्रीः सोत्साहैरेव भुज्यते । જે લોકો અધીર અને અસમર્થ હોય છે, એમનામાં ઉત્સાહ ઉત્પન્ન થતો નથી. પ્રાયઃ ઉત્સાહી પુરુષ જ રાજસંપત્તિનો ઉપભોગ કરે છે !' એક અજ્ઞાત કવિએ કહ્યું છે : उत्साहो बलवानार्य नास्त्युत्साहात् परं बलम् । उत्साहारम्भमात्रेण जायन्ते सर्वसम्पदः ।। હું આર્ય ! ઉત્સાહ બલવાન હોય છે. ઉત્સાહથી વધીને કોઈ બળ નથી. ઉત્સાહના આરંભકાળથી જ બધી સંપત્તિઓ આવી મળે છે !' એમર્સને કહ્યું છે : શ્રીનું મૃ॥ શું ? અન્ડંગ ૦ ૧૭૭

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198