Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 193
________________ જો તમારે ભૌતિક-આધ્યાત્મિક સંપત્તિ મેળવવી છે, મેળવેલી સંપત્તિ સુરક્ષિત રાખવી છે, સંપત્તિની વૃદ્ધિ કરવી છે તો તમારે શાન્તિ, સ્વસ્થતા અને ધીરતા રાખવી જ પડશે. જે કોઈ કદમ ઉઠાવો તે શાન્તિથી, સ્વસ્થતાથી ને ધીરતાથી વિચારીને ઉઠાવજો. જરાય ઉતાવળા કે બેબાકળા બનીને ચાલવા ન માંડશો. જો કે દુ:ખ અને આપત્તિના કાળમાં શાન્તિ, સ્વસ્થતા, ધીરજ રાખવી સરળ કે સહજ નથી જ. મન ચંચળ, વિચલિત થઈ જતું હોય છે. આવા સમયે આપણે જો કોઈ જ્ઞાનવૃદ્ધ પુરુષનો પરિચય રાખેલો હોય તો ખપ લાગે ! જ્ઞાનવૃદ્ધ પુરુષ પ્રબુદ્ધ પુરુષ હોય. તેની સલાહ, તેની હૂંફ અને પ્રેરણા આવા સમયે કામ લાગી જતી હોય છે. એટલે જ આપણે ત્યાં “સંત-સમાગમ'નો મહિમા છે ! સંતપુરુષો એટલે નિ:સ્વાર્થ, અનુભવી જ્ઞાનીપુરષો ! આ દેશમાં આવા અકિંચન નિ:સ્વાર્થ જ્ઞાની પુરુષોની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી છે ! એવી પરંપરાના એકાદ મહાપુરુષને આપણા જીવનના રાહબર બનાવી લેવાના ! રાજા કુમારપાલ, આચાર્યદેવ હેમચન્દ્ર સૂરીશ્વરજીને પોતાના “ગુરુ” સ્થાપિત કરીને જીવનપર્યત બાહ્ય-અભ્યતર સંપત્તિના ભોક્તા બન્યા હતા. મહામંત્રી પેથડશાહ, આચાર્યદેવ ધર્મઘોષ સૂરીશ્વરજીને પોતાના જીવનના રાહબર બનાવીને શ્રી-સંપત્તિના ભોક્તા બન્યા હતા. તો વસ્તુપાલ-તેજપાલ કે જેઓ ગુજરાતના મહામંત્રી હતા, તેમના તો ઘરમાં જ તેજપાલની પત્ની “અનુપમાદેવી' જીવન-માર્ગદર્શિકા હતી ! હા, પત્ની પણ ઊંડી સૂઝ-સમજ ધરાવનારી પ્રજ્ઞાવંત નારી હોઈ શકે. એની સલાહ પણ આપત્તિના સમયે કામ લાગી શકે. મદનરેખા એવી જ એક પ્રજ્ઞાવંત નારી થઈ ગઈ. યુવરાજ યુગબાહુની પત્ની હતી. એનો જેઠ રાજા મણિરથ એના પર મોહિત થયેલ. મોહાંધ મણિરથે કપટથી યુગબાહુના ગળા પર તલવારનો પ્રહાર કરી દીધો ૧૭૬ ૯ સંવાદ

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198