Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 184
________________ S) ૨. સમાધિ કોને મળશે ? (mોદો શિષ્ય : “ગુરુદેવ, સમાધિ કોને મળે ? ગુરુ : “વત્સ, જે સ્નેહરહિત હોય તેને !' સમાધિ કહો કે શમભાવ કહો, એક જ અર્થ છે. તમારે સમભાવ પ્રાપ્ત કરવો છે, આત્માની સમાધિ પ્રાપ્ત કરવી છે તો એક કામ કરવું જ પડશે ! તે કામ છે ભેદજ્ઞાન. ભેદજ્ઞાન આવે ત્યારે જ સ્નેહના, રાગના પડઘા શમી જાય છે. પછી જ સમાધિ પ્રાપ્ત થાય. - કામ-ભોગની કથાઓ તો અનંતવાર સાંભળી. હૃદયમાં જચાવી અને જીવનમાં તેનો અનુભવ પણ કર્યો. વિશ્વવિજેતા સમ્રાટ મોહના પ્રભાવમાં એ જ સરળ અને સુલભ હતું. દુર્લભ હતું ભેદજ્ઞાન. વિશુદ્ધ આત્મા' એત્વનું સંગીત ત્યાં કાને પડતું ન હતું. ભેદજ્ઞાન કરવા માટે અત્તરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વિરક્તિ અને વિષયોનો ત્યાગ કરતા જવું જોઈએ. વિષયો તરફ જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી મન બાહ્ય ભાવોમાં રમતું રહે છે. આત્મા તરફ વળતું નથી. વિષયોના ત્યાગની સાથે કષાયોનો ઉપશમ કરવો પણ તેટલો જ અનિવાર્ય છે. કષાયોમાં સંતપ્ત મન, જડચેતનના ભેદને સમજવા કે અનુભવવા સમર્થ બનતું નથી. તેથી તે સમાધિલીન બની શકતું નથી. વિષયોનો રાગ ઘટતાં કષાયોનો તાપ પણ શમવા માંડે છે. કષાયો મંદ પડતાં પરમ તત્ત્વ તરફ દૃષ્ટિ ખૂલે છે. તત્ત્વ પર શ્રદ્ધા થાય છે. જીવઅજીવાદિ નવ તત્ત્વ પર શ્રદ્ધા થયા પછી વિશેષ રૂપે જીવાત્માના સ્વરૂપ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. ક્ષમાદિ ગુણોથી જીવન ઉજ્જવલ બનાવવાની સમાધિ કોને મળે ? નિઃસ્નેહને ૦ ૧૬૭

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198