________________
૩. તત્ત્વ શું છે ?
શિષ્ય : ‘ગુરુદેવ, સાચું તત્ત્વ શું છે ?”
ગુરુ : ‘વત્સ, નિર્મલ મન સાચું તત્ત્વ છે.’
મસાત મળ
મહાનુભાવો ! શાન્તિ પામવાનો માર્ગ એટલો સ૨ળ તો નથી જ. આ કંઈ કાયર અને બાયલા માણસોની બાબલા રમાડવાની રમત નથી. આ તો જવાંમર્દીના ખળભળતા જોશથી જાનને હથેળીમાં લઈને જીવનના પંથે આગળ વધતા જાનફેસાની કરનારાઓના કાળજાની કરામત છે. એક વાત નક્કી છે કે જો શાન્તિનું સ્વરૂપ પસંદ પડી જાય, ગમી જાય તો એ માર્ગે ધીમેધીમે ચાલવાની ઇચ્છા જાગશે. ચાલવાની ક્રિયા થશે.
પરંતુ શાન્તિનાં ઊંચાં ઊંચાં શિખર ઉપર પહોંચવામાં એક બહુ મોટું વિઘ્ન આવે છે, અને એ વિઘ્ન છે મનની ચંચળતા, મનની અસ્થિરતા. મનની મલિનતા. હા, મોટા જ્ઞાની અને પરમ શાન્તિના ચાહક મહાત્માઓને પણ આ વિઘ્ન નડે છે. આત્મામાં પડેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે અશુભ તત્ત્વો, મલિન તત્ત્વો મનને ચંચળ બનાવી મૂકે છે. અને ચંચળ મન સાધકને છેક અગિયારમા ગુણસ્થાનકથી નીચે ધકેલી દે છે !
જે મનુષ્યમાં રાગ-દ્વેષની પ્રબળતા હોય એનું મન તો ચંચળ હોય એ તો જાણે સમજ્યા, પણ જેમનામાં રાગ-દ્વેષની પ્રબળતા નથી, જેમના રાગ-દ્વેષ મંદ છે, એમનું મન પણ ચંચળ બની જાય છે ઘણીવાર ! જે સાધકો મુક્તિના અભિલાષી હોય છે અને મોક્ષમાર્ગની આરાધના કરે છે, તપ કરે છે, જ્ઞાનધ્યાન કરે છે એમનું મન પણ ક્યારેક દુશ્મન બની જાય છે, રાગ-દ્વેષના વિચારોમાં ખૂંપી જાય છે. સાધકોને મોક્ષમાર્ગથી અવળી
તત્ત્વ શું છે ? અમલ મને ૧૫૫