Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 171
________________ પરંતુ એક મિત્રે પોતાના મિત્ર પાસે બે લાખના હિરા જોયા અને એ હીરા પર મમત્વ જાગ્યું ! મિત્રનો વિશ્વાસ સંપાદન કરેલો હતો. પોતાના રૂમમાં સૂતેલા મિત્રના ગળા પર છરી ફેરવી દીધી. હીરા પોતાના કરી લીધા.. પણ એનો અંજામ સારો ન આવ્યો. એ પકડાઈ ગયો. મિત્રહત્યાનું ઘોર પાપ તો કર્યું જ હતું. વર્ષો સુધી જેલમાં રહેવું પડ્યું. પરલોકમાં શું થશે તે જ્ઞાની જાણે ! એવી રીતે કાયાની, પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઉપયોગિતા તો જીવનમાં રહેવાની જ. પરંતુ એ કાયા પર મમત્વ ન જોઈએ. કાયાનું મહત્વ ખતરનાક હોય છે. તે માટે તમે કંડરિક મુનિનું દષ્ટાંત યાદ કરજો. એમના પતનનું કારણ શરીરનું મમત્વ બન્યું હતું ! ભિક્ષા માટે નીકળેલા બાળમુનિનું પતન પણ શરીરના મહત્વના પાપે થયું હતું ને! શરીરને ટકાવવા વિષયો આપવા તે મમત્વ નથી. જીવન જીવવા મુમુક્ષુ ધન-સંપત્તિ રાખે તે મમત્વ નથી. કર્તવ્યપાલનની દૃષ્ટિએ સ્વજન-પરિજનોનું પાલન કરે તે મમત્વ નથી. “એટેચમેન્ટ' ન જોઈએ. એ તીવ્ર પાપકર્મ બંધાવે છે અને ભવોભવ ભટકાવે છે. માટે નિર્લેપ કમળ જેવા બનીને જીવવાનું છે ! ૧૫૪ ૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198