Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 178
________________ મૂઢબુદ્ધિ નરકગતિમાં પાર વિનાની લબકારા લેતી કાળી વેદનાઓ અને ઘોર પીડાની બળબળતી જિંદગીમાં આત્મસ્મૃતિનો અવકાશ જ ક્યાં રહે ? મનુષ્યજન્મ પણ અનેકવાર મળ્યો હશે, સંસારમાં અનંત પરિભ્રમણ કરતાં કરતાં ! પણ અનાર્યદેશમાં અનાર્ય લોકોના પરિવારમાં મળેલા મનુષ્યજન્મનું મહત્ત્વ શું ? જો પરિવાર અનાર્ય હોય, ધર્મહીન હોય, પાપલીન હોય તો ત્યાં આત્મસ્મરણની વાત જ શી કરવાની ? આપણે આવી બધી અવસ્થાઓના અડાબીડ જંગલમાંથી ગુજર્યા છીએ. ક્યાંય ‘આત્માની સ્મૃતિ થઈ નથી. ક્યાંય આત્મદર્શન પામ્યા નથી. ક્યાંય આત્માને એના શુદ્ધ સ્વરૂપે જાણ્યો નથી. મૂઢ અને મૂર્ખ જ રહ્યા છીએ. શુદ્ધ સ્વરૂપે તો નહીં, અશુદ્ધ-કર્મોથી આવૃત્ત આત્માના સ્વરૂપનું પણ ભાન કાં છે ! હું આઠ-આઠ કર્મોનાં બંધનોથી જકડાયેલો છું..? આવો વિચાર પણ આવે છે ખરો ? ‘હું કર્મોનાં બંધનોમાંથી ક્યારે ને કેવી રીતે મુક્ત થઈશ ?' આવી ચિંતા થાય છે ખરી ? જો નથી થતી ચિંતા, તો સમજવું છે આપણે મૂઢ છીએ, બુદ્ધિહીન છીએ. આત્મા પર રહેલાં કર્મોનાં બંધનોને જાણવાં જોઈએ અને જાણ્યા પછી એ બંધનો તોડવાનો પુરુષાર્થ ક૨વો જોઈએ. આ વાત ત્યારે સમજાય કે જ્યારે બુદ્ધિ પ૨નું આવરણ દૂર થાય. બુદ્ધિ પર મોહનું - અજ્ઞાનનું આવરણ હોય ત્યાં સુધી આ વાત નહીં સમજાય. કહેવાનું તાત્પર્ય એ છે કે બુદ્ધિની મૂઢતા દૂર થાય તો જ આત્મતત્ત્વ ઓળખાય. આત્મા કર્મોની પરાધીનતામાં કેવો દીન-હીન બને છે ! કોઈ ઘેરઘેર ભીખ માગે છે, તો કોઈ મહેલોમાં મસ્ત થઈ મહાલે છે. કોઈ ઇષ્ટના વિયાગમાં કરુણ ક્રંદન કરે છે, તો કોઈ સંયોગમાં સ્નેહનું સંવનન કરે છે ! કોઈ રોગથી ઘેરાઈને વલવલતો વિલાપ કરે છે તો કોઈ નીરોગી કાયાના ઉન્માદમાં પ્રલાપ કરે છે. જાતને કોણ નથી જાણતું ? મૂઢ બુદ્ધિ ૦ ૧૬૧

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198