Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 176
________________ 5) mo. 9તો કોણ જાણો છો ? મૂઢ બુદ્ધિ શિષ્ય ગુરુદેવ, “રવીને કોણ નથી જાણતું?” ગુરુ “વત્સ, મૂઢબુદ્ધિ મનુષ્ય “સ્વને નથી જાણતો.' શ્રમણ ભગવાન મહાવીર દેવે કહ્યું છે : “ગો નવું સો સર્વ નાખs / જે એકને જાણે છે તે બધું જાણે છે.' એ ‘એક’ એટલે આપણે પોતે ! આપણે પોતે એટલે આપણી જાત ! આપણી જાત એટલે આપણો આત્મા ! આપણે જો આપણા આત્માને નથી જાણતા તો મૂઢ છીએ. આપણો આત્મા એટલે આપણે પોતે ! આપણે આપણી જાતને - સ્વયંને નથી જાણતા તો મૂઢ છીએ, મૂર્ખ છીએ. પછી ભલે આખી દુનિયાનું ડહાપણ ડહોળવા હોઈએ. ડહાપણનો દરિયો ઉલેચતા હોઈએ. આપણે આપણા આત્માને યાદ કરીએ છીએ ? “હું કોણ ?' આવો પ્રશ્ન આપણી ભીતર ઊઠ્યો છે ? ક્યાંથી આત્માની યાત્રા, ભવયાત્રા શરૂ થઈ અને ક્યાં પૂરી થવાની, એનો વિચાર કર્યો છે ? ચાલો આજે એ ચિંતન કરીએ. આપણો આત્મા પહેલવહેલો સૂક્ષ્મ નિગોદમાં હતો. ત્યાં અનંત કાળ સુધી જન્મ-મૃત્યુનો ચકરાવો ચાલતો રહ્યો. ત્યાં માત્ર સ્પર્શ-ઇન્દ્રિય જ હતી. મન ન હતું કે બીજી ઇન્દ્રિયો પણ ન હતી. ત્યાં પરમાત્માનું દર્શન અસંભવ હતું. આ સૃષ્ટિમાં સૂક્ષ્મ નિગોદના જીવોનો “જીવ' રૂપે વ્યવહાર જાતને કોણ નથી જાણતું? મૃઢ બુદ્ધિ ૧૫૯

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198