Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 175
________________ જીવન જીવવાથી મનોજય પામી શકાય છે. મન પર વિજય મેળવ્યા પછી કોઈ તત્ત્વ તમને અશાન્ત નહીં કરી શકે. મન જો કે આ બધી વાતો મનને નિર્મળ કરવાની અઘરી છે, સહેલી નથી. પરંતુ અઘરું કામ પણ ક્યારેક ક૨વું તો પડે છે ને ! આજના વિજ્ઞાનયુગમાં કેવાં કેવાં અઘરાં સંશોધનો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ? પરંતુ એ માટે તમન્ના જોઈએ, પુરુષાર્થ જોઈએ અને માર્ગદર્શન જોઈએ. મનના વિચારોને પવિત્ર રાખવા માટે જાગૃતિ જોઈએ. જોકે તમારા સંયોગો, તમારી પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. ખોટા ને ખરાબ વિચારો જ વધારે આવે એવું ચારે બાજુનું વાતાવરણ છે. હું જાણું છું. છતાં જેટલું મનને બચાવી શકાય એટલું બચાવવાનો પ્રયત્ન ક૨વો જોઈએ. નિરાશ નથી થવાનું ! છેવટે આપણે જ આપણા મનના માલિક છીએ ! ૧૫. સવાદ

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198