________________
દિશામાં દોરી જાય છે. દુનિયાના ઇતિહાસમાં આવાં ઢગલાબંધ દૃષ્ટાંત મળી રહે છે. ઉચ્ચકોટિના વિદ્વાનો, તપસ્વીઓ અને યોગી પુરુષો આ મનના કારણે જ સાધનામાર્ગથી ભ્રષ્ટ થયા છે.
મન અમલ
તીવ્ર રાગ-દ્વેષથી ગ્રસાયેલું મન કે પછી ક્યારેક રાગ-દ્વેષના સપાટે ચડી જતું મન, માત્ર શાસ્ત્રોના અધ્યયનથી અંકુશમાં નથી આવી જતું. મનનું દમન કરવાથી, મન પર બળાત્કારે અંકુશ લાદવાથી પણ એ વશમાં નથી આવતું. ઊલટાનું વધારે ઉધમાત મચાવે છે. વધારે નફ્ફટ બનીને નાચવા માંડે છે. મનનું વશીકરણ કોરા શાસ્ત્રજ્ઞાનથી સંભવ નથી. કોરા દેહદમનથી પણ મન નથી રહેતું વશમાં.
કેવું અજબ છે આ મન ! ક્યારેક લાગે છે કે મન મોટું ઠગ છે ! તો ક્યારેક સાવ શાણો શાહુકાર લાગે છે. અજબ રૂપ અને અજબ ઢંગ છે આ મનના. મને ઠગ્યા કરે છે આત્માને, પણ આત્માને તો ખ્યાલ જ નથી આવતો કે કોઈ એને છેતરે છે ! કોઈ એને વેતરે છે ! સાવ અજાણ રહીને
મન આત્માને અવળે પાટે ચઢાવી દે છે.
વળી ક્યારેક શાણું બની જવાનો દેખાવ કરે છે ! સજ્જન નથી મન, પણ સજ્જનપણાનો સ્વાંગ રચે છે. બિચારો આત્મા પણ થોડા વખત માટે તો ભરમાઈ જાય છે આ મનની મોહક માયાજાળમાં ! એને લાગે છે કે ‘અરે, વાહ ! મારું મન મને કેવી સુંદર સલાહ આપે છે !'
આવા મનને નિર્મળ કરવાનું છે. આવા મનને વિશુદ્ધ કરવાનું છે ! મનની નિર્મળતા જ પરમ તત્ત્વ છે. અર્થાત્ પરમતત્ત્વની પ્રાપ્તિ માટે મનની નિર્મળતા પ્રાપ્ત કરવી જ પડે. વાત અશક્ય કે અસંભવ નથી. તમારો દૃઢ નિશ્ચય હોવો જોઈએ. મનને શુદ્ધ-પવિત્ર-નિર્મળ કરવાના જે ઉપાયો જ્ઞાનીપુરુષોએ બતાવ્યા છે, તે ઉપાયો કરવા જોઈએ. તે માટે એક જ માર્ગ ઉચિત લાગે છે - સદ્ગુરુનો પરિચય !
જેઓ સમ્યગ્દષ્ટિ હોય, જેઓ આગમ-શાસ્ત્રોના જ્ઞાતા હોય, જેઓ
૧૫૬ ૦ સંવાદ