________________
ધર્મક્રિયામાં પ્રવૃત્ત હોય અર્થાત્ સંવરની ક્રિયાઓ કરનારા હોય, શુદ્ધ ગુરુપરંપરા જેમને મળી હોય, નિર્દભ હોય, સરળ હૃદયના હોય અને પવિત્ર આત્માનુભવ કરવાવાળા હોય. આવા સદ્ગુરુનું શરણ લઇ લેવું જોઈએ. એમના માર્ગદર્શન મુજબ જીવન જીવવું જોઈએ. તો મનનું શુદ્ધીકરણ થઈ શકશે.
અમલ મન
આવા સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી, કોઈપણ ભોગે એમનો સાથ છોડવો ન જોઈએ. એમનો સહારો મેળવીને, મનની મલિનતા ધોવાનો અને વિશુદ્ધ ભાવો જગાડવાનો પુરુષાર્થ પ્રારંભો જોઈએ. પોતાની બધી તાકાત એમાં કામે લગાડી દેવી જોઈએ.
મનના વિચારો ત્રણ જાતના બતાવવામાં આવ્યા છે ઃ તામસિક, રાજસિક અને સાત્ત્વિક.
તામસિક પ્રકૃતિના લોકો હમેશાં અશાન્ત અને ઉદ્વિગ્ન જ રહે છે. માટે એ પ્રકૃતિનો ત્યાગ કરવો જોઈએ.
રાજસિક પ્રકૃતિના લોકો અતિ પાપવિચારોવાળા નથી હોતા, છતાંય શાન્તિની સફર દરમિયાન એ થોડા ઘણા પાપવિચારો પણ આડખીલીરૂપ બની શકે છે. રાજસિક વિચારો પ્રવૃત્તિજનક હોય છે. સાત્વિક વિચારો નિવૃત્તિમૂલક હોય છે.
મનની નિર્મળતાને અખંડ રાખવા માટે રાગી-દ્વેષી લોકોથી દૂર રહેવું અનિવાર્ય છે. રાગી-દ્વેષી લોકોનો સંગ-સહવાસ માનસિક મલિનતાને વગર આમંત્રણે તેડી લાવનારું પરિબળ છે. માટે આવા લોકોનો સહવાસ છોડવો જોઈએ.
બીજી વાત છે સદ્ગુરુની ઉપાસનાની. ઉત્તમ ગુરુપરંપરાના સાધુપુરુષોની સેવા કરવાની છે. એમનું આલંબન સ્વીકારવાનું છે.
ત્રીજી વાત - શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરવા માટે પ્રતિપળ જાગ્રત રહેવાનું છે. ગુરુના માર્ગદર્શન મુજબ અપ્રમત્ત ભાવથી શાસ્ત્રાનુસારી
તત્ત્વ શું છે ? અમલ મન ૦ ૧૫૭