Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 168
________________ - ૩૮. બંધળામાં કારણ શું? મના શિષ્યઃ “ગુરુદેવ, આત્માના બંધનનું કારણ શું છે?” ગુરુઃ “વત્સ, મમત્વથી આત્મા બંધાય છે.” મહાનુભાવો ! સંસારમાં બંધનો અનેક પ્રકારનાં છે. બંધન એટલે બંધન ! જીવાત્માને બંધન ગમતાં નથી. બાળકોને માતા-પિતાનાં બંધન ગમતાં નથી. વેપારીઓને સરકારી બંધન ગમતાં નથી. યુવાનોને સામાજિક બંધન ગમતાં નથી... વહુઓને સાસુ-સસરાનાં બંધન ગમતાં નથી ને નોકરોને શેઠનાં બંધનો ગમતાં નથી. પરંતુ મોહનું બંધન તમને ગમે છે કે નથી ગમતું, તેનો વિચાર તમે કદાચ નહીં કર્યો હોય ! મોહનું બંધન એટલે મમત્વનું બંધન. આ બંધન બાહ્ય નથી, આંતરિક છે, અત્યંતર છે. તમે આંતરનિરીક્ષણ કરો તો જ તમને આ બંધન દેખાશે. તમે આ બંધનથી બંધાયેલા, જકડાયેલા દેખાશ! આ મમત્વનાં બંધન મુખ્ય રીતે ત્રણ પ્રકારનાં છે : ૧. સ્વજન-પરિજનોનું મમત્વ. ૨. ધન-સંપત્તિનું મમત્વ. ૩. શરીરનું મમત્વ. આ ત્રિવિધ મમત્વ અનેક અનર્થો પેદા કરે છે. નવાં નવાં પાપકર્મનાં બંધન તો કરાવે જ છે, સાથે સાથે અનેક દોષ અને દુર્ગણને પણ લઈ આવે છે. મોહરાજાએ ભાવનગરની ગલી-ગલીમાં અશુભ ભાવોની જાળ પાથરી બંધનનું કારણ શું? મમત્વ • ૧૫૧

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198