Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 165
________________ . વૈભવ-સંપત્તિ. વૈયિક સુખો અને શરીર. એટલે મુમુક્ષુ આત્મા દીક્ષા-સંયમ ગ્રહણ કરે છે. દીક્ષા-સંયમ લે એટલે સ્વજનો-પરિજનોનો ભાર ઓછો થઈ જાય. વૈભવ-સંપત્તિ ત્યજી દે છે એટલે એ ભાર પણ ઓછો થઈ જાય છે. પછી રહે છે શરીર અને ઇન્દ્રિયોનાં સુખો. સાધુ ઇન્દ્રિયવિજેતા બને એટલે ઘણાં વૈયિક સુખો પણ છૂટી જતાં હોય છે. પછી રહે છે શરીર. શરીરનિરપેક્ષ સાધુ શરીરને પણ ભાર ગણે છે. આત્માને સિદ્ધ-બુદ્ધ-મુક્ત કરવા માટે શરીરનો ભાર પણ ઓછો કરવો જ પડે. એટલે એ મુમુક્ષુ આત્મા પોતાના શરીર પ્રત્યે વિરક્ત બને છે. શરીરનું મમત્વ છંદી નાંખે છે. એનો માનસિક નિર્ણય હોય છે કે ‘આ શરીરથી હું જુદો છું. હું આત્મા છું. શરીર આત્મા નથી. શરીરમાં આત્મા રહેલો છે. મારે શરીરના બંધનમાંથી આત્માને મુક્ત કરવો છે.' આ સમજણથી મુમુક્ષુ શરીરની આળપંપાળ નથી કરતો. શરીરની સારસંભાળ નથી રાખતો. એ શરીરને જાણીબૂઝીને કષ્ટ આપે છે. સમતાભાવે એ કષ્ટોને સહે છે. સ્વેચ્છાથી એ ઉપદ્રવોનો સ્વીકાર કરે છે. વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરીને શરીરનું બંધન તોડવાનો પુરુષાર્થ કરે છે. સાંભળો, કેટલાક મુમુક્ષુઓએ પોતાનાં શરીરને કેવાં કેવાં કષ્ટો આપેલાં અને કેવી સમતાથી એમણે એ કષ્ટો સહેલાં ! ભગવાન મહાવીરના એક શિષ્ય હતા ધન્ના અણગાર. તેમણે દીક્ષાના દિવસથી જ છઠ્ઠનો તપ અને પારણે આયંબિલ - આ રીતે તપશ્ચર્યા શરૂ કરી હતી. પહાડ ઉપર એકાંત જગામાં જઈ ધ્યાનમાં ઊભા રહેતા હતા. આઠ મહિના પછી એક મહિનાના સળંગ ઉપવાસ કરી દેહત્યાગ કરેલો ! સમવસરણમાં ભગવાન મહાવીરે પોતાના ૧૪ હજાર શિષ્યોમાં આ ધન્ના અણગારને શ્રેષ્ઠ શિષ્ય તરીકે ઓળખાવેલા. ભગવાન મહાવીરના બીજા બે શિષ્યો શાલિભદ્રજી અને ધનાજી. ૧૪૮ સંવાદ

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198