Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 161
________________ 'भूत्यै जागरणम्, अभूत्यै स्वपनम् ।' - “જાગવું વૈભવ માટે છે, સૂઈ જવું વૈભવહીનતા તે માટે છે.” “જે જાગતો રહે છે તેને શ્રી સંપત્તિ વરે છે ! તેને શ્રી લક્ષ્મી છોડીને જતી નથી.' - ઘણીબધી સારી વાતો જાગૃતિ માટે જ્ઞાની પુરુષએ કરેલી છે. તમને ગમીને આ બધી વાત ? સમજાઈને આ બધી વાતો ? તમારે નિર્ભયતાનું સુખ માણવું હોય તો પ્રતિક્ષણ જાગૃત રહો. બીજી દૃષ્ટિથી વિચારીએ તો જાગૃતિ એટલે તત્ત્વદૃષ્ટિ. વાસનાઓને નિર્મળ કરનારી દૃષ્ટિ. દષ્ટિને તાત્ત્વિક બનાવીને જગતના પદાર્થોનું દર્શન કરવાનું – તે જાગૃતિ કહેવાય. - તાત્ત્વિક દૃષ્ટિથી કરાતા પદાર્થદર્શનમાં રાગદ્વેષ ભળતા નથી. તેમાં અસત્યનો અંશ ભળતો નથી. અરૂપી આત્મા અરૂપી તત્ત્વદૃષ્ટિથી જ જઈ શકાય. તત્ત્વષ્ટિ અરૂપી છે, આત્મા પણ અરૂપી છે. અરૂપીથી અરૂપી જોવાય. પાંગલિક દૃષ્ટિથી પુગલનાં રૂપ દેખાય. ચર્મદષ્ટિ કહો, પુદ્ગલદષ્ટિ કહો, ચર્મનયણ કહો, બધા પર્યાયવાચી શબ્દો છે. આત્મદર્શન કરવા માટે આ દષ્ટિ ન ચાલે. આત્મદર્શન કરવા અરૂપી તત્ત્વદષ્ટિ જોઈએ. તત્ત્વભૂત પદાર્થ એકમાત્ર આત્મા છે. બાકી બધું જ પારમાર્થિક દષ્ટિએ અસતુ છે. અતત્ત્વ છે. અનાદિકાળથી તત્ત્વભૂત આત્માને ભૂલીને અતત્ત્વભૂત પદાર્થોની પાછળ જીવ ભટકતો રહ્યો, દુ:ખી થયા, એ ભયબ્રાન્ત બન્યો. જે દૃષ્ટિથી આત્મા પર અનુરાગ થાય તે દૃષ્ટિ તત્વદષ્ટિ કહેવાય. તેને જ વિવેકદૃષ્ટિ કહેવાય. જે દૃષ્ટિથી જડ પુદ્ગલ પર અનુરાગ થાય તે ચર્મદષ્ટિ કહેવાય, અવિવેક કહેવાય. પૂર્ણ તત્ત્વદૃષ્ટિ કેવળજ્ઞાની ભગવંતની હોય. પૂર્ણ તત્ત્વદષ્ટિમાં સકલ વિશ્વના ચરાચર પદાર્થોનું નૈકાલિક દર્શન થાય. તે દર્શન રાગ-દ્વેષ વિનાનું ૧૪૮ • સંવાદ

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198