________________ તિ૫શ્ચયો V) 'भवकोडी संचियं कम्मं तवसा निजरिज्जई' કોટીભવનાં સંચિત (એકઠાં) કરેલાં પાપકર્મ તપ વડે નાશ પામે છે. આવાં તો સેંકડો ઉદ્ધરણો શાસ્ત્રોમાંથી આપી શકાય કે એમ છે. પણ આપણી વાત તો “કાર્યસિદ્ધિ'ની છે. કાર્યસિદ્ધિ માટે તપશ્ચર્યા શ્રેષ્ઠ ઉપાય છે. આ મનુષ્યજીવનમાં તમારે કઈ કાર્યસિદ્ધિ કરવી છે ? લૌકિક કે અલૌકિક ? ભૌતિક કે આધ્યાત્મિક ? શારીરિક, આર્થિક, સામાજિક કે માનસિક ? નિર્ણય તમારે જ કરવાનો છે. ગંભીરતાથી વિચારીને નિર્ણય કરવાનો છે. આ જીવન સસ્તુ નથી મળ્યું. આપણે અનંત પુણ્ય ખર્ચીને આ જીવન મેળવેલું છે. આ જીવનમાં જો નવા પુણ્યનો સંચય નહીં કરીએ, પાપોનો ક્ષય નહીં કરીએ તો મૃત્યુ પછી કઈ ગતિમાં જન્મ લેવાનો ? માટે આ જીવનમાં બીજા બધા વલોપાત છોડીને બે કામ કરો : 1. પુણ્યનો સંચય કરો. 2. પાપોનો નાશ કરો. આ બે કામ સિદ્ધ કરવા યથાશક્તિ તપશ્ચર્યા કરતા રહો. બાહ્ય તપ અને અત્યંતર તપની આરાધનાથી જીવનને સભર કરી દો. બીજાં બધાં કાર્યો તો થયાં કરશે ! ન થાય તો અફસોસ નહીં કરવાનો ! | સિદ્ધિના ઉપાય કયો ? તપશ્ચર્યા 0 69