________________ 20. બદ્ધ થી મછો ? / વૃદ્ધ મેઘાણી | શિષ્ય ગુરુદેવ, બુદ્ધિ ક્યાંથી મળે?” ગુરુઃ “વત્સ, વૃદ્ધ-અનુભવી પુરુષો પાસેથી બુદ્ધિ મળે.' દુનિયામાં ઘણાં કાય એવાં હોય છે કે જે બળથી નથી થતાં પણ બુદ્ધિથી થાય છે. દુનિયામાં બુદ્ધિમાન માણસો હંમેશાં થોડા હોય છે. જેમ દુનિયામાં ધનવાનો-શ્રીમંતો ઓછા હોય છે તેમ ધીમંતો પણ ઓછા હોય છે. જો તમારી પાસે બુદ્ધિ નથી તો તમારે બુદ્ધિમાન માણસો પાસેથી બુદ્ધિ લેવી પડે. એવા બુદ્ધિમાન માણસો બે પ્રકારના જોવા મળે છે. 1. અનુભવોથી ઘડાયેલી બુદ્ધિવાળા. 2. ધર્મશાસ્ત્રો, નીતિશાસ્ત્રો વગેરેના વિદ્વાન. એ લોકો પાસેથી તમને માગવા માત્રથી બુદ્ધિ ન મળી જાય. તમારી સર્વપ્રથમ એમને “બુદ્ધિમાન” માનવા પડે. એમને અનુકૂળ હોય એવા સમયે એમનો સમય માગીને જવું જોઈએ. વિનય-વિવેકથી પ્રવેશવું ને બેસવું જોઈએ. સારી ભાષામાં તમારે જ તમારી મૂંઝવણ, તમારી સમસ્યા એમની આગળ મૂકવી જોઈએ. અને જરૂર પડે તો એમની સેવાનાં એક-બે કાર્ય પણ તમારે કરવાં જોઈએ. એમને ખુશ કરવા જોઈએ. સવાથી ખુશ થયેલા એ જ્ઞાની પુરુષો તમને સાચી સલાહ આપવાના. સારું માર્ગદર્શન આપવાના. ઉતાવળા ન હતા. જેમની પાસેથી તમારે બૌદ્ધિક લાભ મેળવવો છે. તેમની સાથે તમારે પણ કંઈક બૌદ્ધિક રીતે જ વ્યવહાર કરવો પડે. એટલે 18 * સંવાદ