________________
૧૩. ઉપાદેરા શું છે ?
ગુરુવચન
શિષ્ય : ‘ગુરુદેવ, સ્વીકારવા જેવું શું છે ?’
ગુરુ : ‘વત્સ, ગુરુવચન સ્વીકારવા જેવું છે. એ જ હિતકારી છે.’ ‘પ્રશમરતિ’ નામના ગ્રંથમાં કહેવાયું છે :
धन्यस्योपरि निपतत्यहितसमाचरण धर्मनिर्वापी | गुरुवदनमलयनिसृतो वचन सरसचन्दन स्पर्शः | ७० આજે આપણે આ શ્લોક ઉપર જ અનુપ્રેક્ષા-ચિંતન કરીશું. ગ્રંથકાર ગુરુના મુખને મલયાચલ કહે છે.
તેમના વચનને ભીનો ચન્દનનો સ્પર્શ કહે છે.
આ શીતલ ચંદનસ્પર્શ ભાગ્યશાળી શિષ્ય પામે છે !
ગુરુની આરાધનાના માર્ગમાં એક ભયસ્થાન છે. ગુરુ કાયમ તમને મીઠા-મધુરા શબ્દો જ સંભળાવે, એવી અપેક્ષા ન રાખશો. તમારી ભૂલો થઈ જવી સ્વાભાવિક છે. એ ભૂલો સુધારવા ગુરુ તમને કડવા શબ્દો પણ સંભળાવે. અપ્રિય શબ્દો પણ સંભળાવે, અને ક્યારેક શિક્ષા પણ કરે. એ વખતે જો તમે ગુરુદેવ પર રોષે ભરાયા તો ખેલ ખલાસ ! અસહિષ્ણુ શિષ્યના ચિત્તમાં ક્યારેક આવા વિકલ્પો ઊભરાય છે કે ‘ગુરુદેવ મને જ કેમ ઠપકો આપે છે ? વાત વાતમાં મને કેમ ટોકે છે ? શું મારે જિંદગીભર આ રીતે સહન જ કર્યા કરવાનું ? ના, મારાથી હવે આવાં આકરાં અને કડવા વચન સહન નથી થતાં...'
જોકે કરુણાવંત જ્ઞાની ગુરુદેવ શિષ્યોની માનસિક સ્થિતિનો વિચાર
૫૦૦ સંવાદ