________________
કોમળ વ્યવહારવાળા અને ઉદારતાને વરેલા શેઠને 5) જ થઈ શકે છે. ( લોકોત્તર ધર્મના માર્ગે ચાલી હેલા મુમુક્ષુઓ તો આ “તિતિક્ષા'ને પણ આરાધના જ માનતા હોય છે. કષ્ટોને
સહવામાં તેઓ ‘કર્મનિર્જરાનો લાભ જોતા હોય છે. છતાં જ્યારે એમનાથી કષ્ટો સહન નથી થતાં ત્યારે એ આર્તધ્યાનમાં-દુર્શનમાં ચાલ્યા જાય છે. વિકલ્પોની જાળમાં ફસાય છે. એવા વ્યાકુળ સાધકને ગ્રંથકાર મહર્ષિ આશ્વાસન આપે છે. ગુરુતત્ત્વ પ્રત્યે સ્નેહ ને સદ્ભાવ અખંડ રાખનારી દિવ્યદૃષ્ટિ આપે છે. - “તારા પ્રત્યે ગુરુદેવને કરુણા છે, વાત્સલ્ય છે, માટે તેને હિતકારી વચનો કહે છે. તું તારી જાતને ધન્ય માન. જે જીવો પુણ્યશાળી નથી હોતા તેઓ ગુરુનાં વચન તો નથી પામતા, દર્શન પણ નથી પામતા. જે લોકો દર્શન પામે છે તે બધા ગુરુવચન નથી પામી શકતા. તે ધન્ય છે કે તને ગુરુકૃપા પ્રાપ્ત થઈ છે. એ સિવાય ગુરુ તને કડવા વચન ન જ કહે.'
આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓને ગુરુ વિના કોણ અટક્કવે ? સંસારના સ્નેહી-સ્વજન અને મિત્રોને તમારા આત્માના હિત-અહિત સાથે કોઈ સંબંધ નથી. તેઓને તો પોતાના ઇહલૌકિક ભૌતિક હિતઅહિત સાથે જ સંબંધ હોય છે. પારલૌકિક આત્મહિતનો વિચાર તો મા નિઃસ્વાર્થ કરુણાવંત ગુરુજનો જ કરતા હોય છે.
સમજી ગયા કે ગુરુવચન કેમ ઉપાદેય છે !
ઉપાદેય શું છે? ગુરુવચન ૫૩