________________ કરે. એ બોલતા જાય અને અસીલનું હૈયું બેસતું જ જાય. એ તો બધી ઊંધી જ દલીલો કરતા હતા. બે-ત્રણ કલાક બોલ્યા પછી રિસેસ પડી. અસલ તો ઝીણા પાસે જઈને રડી પડ્યો. કેમ શું થયું ? દલીલો તો જોરદાર કરે છે !" ‘પણ પણ.... સાહેબ, આ બધી દલીલો તો આપણી વિરુદ્ધ જાય છે. આ તો બધું ઊંધુ વળી જશે. સામેના વકીલને કશું કરવું જ નહીં પડે. આપ જ એનો કેસ જીતાડી દેશો.' એમ થયું છે ? ફિકર નહીં. ધીરજ રાખો... બધું આપણા પક્ષે કરી દઉં છું !" રિસેસ પછી પાછું હિયરિંગ શરૂ થયું. ઝીણાસાહેબ બોલ્યા : મિ લોર્ડ, આ કેસમાં મારા વિદ્વાન મિત્ર સામેવાળા વકીલ શું દલીલો કરશે તે હું આપને અત્યાર સુધી જણાવી ગયો. હવે મારે એ દલીલોના જવાબ આપવાના છે.' એમ કહી, પોતે રજૂ કરેલી એક પછી એક દલીલો તોડી પડી. સામેવાળો વકીલ તો જોઈ જ રહ્યો. એની દલીલોની જજ પર કોઈ અસર ન થઈ. ઝીણા સાહેબ કેસ જીતી ગયા. ધીરજ રાખવી જરૂરી છે. ઘરમાં અને દુકાનમાં, મંદિર કે ઉપાશ્રયમાં બધે જ ધીરજ રાખવી જરૂરી છે. આપણે ત્યાં મોટા મહોત્સવમાં દરવાજે પ્રભાવના થાય છે. ને ? કેટલી અધીરતાથી લોકો પ્રભાવના લેવા ધસારો કરે છે ? એમાં કેવી લૂંટાલૂંટ ચાલે છે? કેમ ? ધીરતા નથી. બધાને ઉતાવળ છે. જંપ નથી. દોડવું છે, ભાગવું છે. ક્યાંય ધીરજ નથી. ખાવા બેસે છે તોય શાન્તિથી ખાતો નથી. શાન્તિથી ઊંઘતો નથી. શાન્તિથી દુઃખનો સ્વીકાર કરતો નથી ! તીર્થયાત્રામાં, તીર્થધામોમાં પણ હવે તમે ધીરજ રાખી શકતા નથી. 64 0 સંવાદ