________________
કહ્યું : “સાવ સાચી વાત છે. સમાધિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી.” રાજકુમારના ગળે આ વાત ન ઊતરી, આ 1 શ્રમણને સ્પષ્ટ કહ્યું : “વાતમાં સાર નથી. રાજવ નવ વિના સુખ ન હોય. આટલું કહીને રાજ કુમાર તો રથમાં બેસીને ચાલ્યો ગયો. શ્રમણે પછીથી પોતાના ગુરુદેવને આ વાત કરી. ગુરુએ કહ્યું : “તારે રાજકુમાર સાથે એ રીતે વાત કરવી જોઈતી ન હતી. એક મિત્ર બીજા મિત્રને સમજાવે તેમ ધીરે ધીરે ચડિયાતા સુખની વાત કરવી જોઈતી હતી. જો પેલી ટેકરીની પાછળ સરોવર છે, વૃક્ષઘટા છે, અને સુંદર સરોવર પણ છે. પરંતુ મિત્રે એ સ્થળ જાયું નથી. તેથી એ સાચી વાત પણ નહીં સ્વીકારે. આવા મિત્રને હાથમાં હાથ ઝાલીને પ્રેમથી ટેકરી પર લઈ જઈને ભીની હવાનો સ્પર્શ થવા દેવો, પક્ષીઓનો કલરવ સાંભળવા દેવો અને સરોવર જવા દેવું ! મિત્રને પોતાને જ ખાતરી થશે. તારે રાજકુમારને આ રીતે વાત સમજાવવી જોઈતી હતી !
યૌવનમાં શમણાં પણ કેવાં હોય છે ! સાત સાત સમંદર પાર કરીને કોઈ રાક્ષસના મહેલમાં કંદ પુરાયેલી સોનપરીના પલંગ સુધી પહોંચી જાય છે ! યૌવનને બધું જ રમણીય, કમનીય અને સ્મરણીય ગમે છે ! અને ફાગણ ગમે છે ! એને નોરતાના ગરબા ગમે છે.. એને
મનમાં ફાગણ મનમાં શ્રાવણ મનમાં મીઠી આવ-જાવણ, મનમાં મળવું મનમાં ભળવું
મનમંદિરમાં મૌન અજવાળું! યૌવનને એક-એક ક્ષણ સુંદર જોઈએ છે, રસપૂર્ણ જોઈએ છે અને એ પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય પ્રિય વિષયાને પામવા ને ભોગવવા ભગીરથ પુરુષાર્થ કરે છે. યૌવનકાળ એમાં જ ભોગપભોગમાં વીતી જાય છે. એની સાથે અર્થોપાર્જન-ધનપ્રાપ્તિ માટે સતત મથામણ થતી રહે છે. સ્પષ્ટ લાગે છે કે અર્થ-કામની ગુલામીમાં મનુષ્યજીવનનું મહામૂલું યૌવન
તરલ શું છે ? વોવન - ૧૯