________________
મેવાડના ભામાશાહ અને કચ્છના જગડુશાહની અદ્ભુત ઉદારતાનો ઇતિહાસ જરૂ૨ વાંચી જાઓ.
ઉદારતા
છેલ્લી સદીમાં પણ જૈનશાસનમાં અનેક દાનવીરો થયા છે. વર્તમાન કાળે પણ થોડા દાનવીરો પોતાના દાનધર્મથી સ્વજીવનને તો ધન્ય બનાવી રહ્યા છે, જૈનશાસનને પણ શોભાવી રહ્યા છે.
આજે, જ્યારે ઔદાર્યગુણની જ વાત કરવાની છે, તો તમે અહીં . બેઠેલા લગભગ બધા જ મહાનુભાવો સુખી-શ્રીમંત છો. તમે થોડાવત્તા અંશે ઉદાર હશો જ. પણ વિશેષ રૂપે મારે તમને એક યોજના બતાવવી છે. તમે સહુ સુખી શ્રીમંતો, એક-એક દુઃખી સાધર્મિક પરિવારને દત્તક લઈ શકો. એ પરિવારને તમે આર્થિક રીતે સધ્ધર કરી શકો. સાથે સાથે એ પરિવારને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રોત્સાહિત કરી શકો.
તમારી પાસે મારી આ અપેક્ષા છે. શું વધારે પડતી અપેક્ષા છે ? તમે ન કરી શકો, એવું અશક્ય કે દુશક્ય કાર્ય છે ? ના, તમારા માટે સરળ કાર્ય છે. બસ, એક જ પરિવારની જવાબદારી ! એની ઉન્નતિનો પ્રયત્ન કરવાનો...
પણ મારા એક પરિચિત શ્રાવકે મને એક દિવસ આવી જ વાતના સંદર્ભે કહેલું કે ‘મહારાજ સાહેબ, અમારા પર આટલો બધો વિશ્વાસ ન મૂકો. અમારો સગ્ગો ભાઈ ભૂખે મરતો હોય તોય અમારું રૂંવાડું ફરકતું નથી. અમારી આંખ ભીની થતી નથી. અમે બહારથી જેટલા ઊજળા દેખાઈએ છીએ એટલા ભીતરમાં ઊજળા નથી...'
એ ભાઈની વાત સાંભળીને મનમાં રંજ થયો હતો. આપણે ધર્મના મૂળભૂત તત્ત્વની ઉપેક્ષા કરીને ધર્મના બાહ્ય વ્યવહારોમાં અને શાસનપ્રભાવનાના નામે સ્વકીર્તિ અને સ્વપ્રસિદ્ધિ માટે ધનનો વ્યય કરી રહ્યા છીએ, એમ લાગતું નથી ? એક ભાઈએ પાલિતાણાનો સંઘ કાઢ્યો. વીસ-પચીસ લાખ રૂપિયા ખરચ્યા હશે. એમને કહેવામાં આવ્યું કે આપણી
૪૦ ૦ સંવાદ