________________
તમારા સામાજિક અભિગમથી વિચારો તો પણ કૃપણતા લજ્જાસ્પદ છે. સમાજમાં કૃપણ માણસ પૂજાતો નથી, ગવાતો નથી, પ્રશંસાતો નથી. એની લોકો નિંદા કરે છે. એનાં શુકન પણ સારાં ગણાતાં નથી. પાંચ સારા માણસો ભેગા થવાના હોય તેમાં કૃપણનો સમાવેશ થતો નથી. સામાજિક સ્તરે પણ તે નીચે ઊતરી જાય છે.
કૃપણતા
કૌટુમ્બિક દૃષ્ટિએ વિચારો. પરિવારમાં જો દાદા-દાદી, કે માતાપિતા કૃપણ હશે, ઘરના વડીલો કંજૂસ હશે તો પરિવારમાં તેઓ અપ્રિય બનવાના. સંતાનોને તેઓ ગમશે નહીં. આવાં ઘરોમાં પછી ચોરી, મારામારી. ગાળાગાળી વગેરે દૂષણો પ્રવેશી જતાં હોય છે. પરસ્પર વહેમ ને શંકાની દૃષ્ટિથી જોવાતું હોય છે.
આધ્યાત્મિક કે ધાર્મિક દૃષ્ટિએ તો કૃષણતા ત્યાજ્ય જ છે, કારણ કે અધ્યાત્મના કે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશવા પ્રથમ જ ‘વિષયવૈરાગ્ય’ જોઈએ. વિરક્તભાવ જોઈએ. કૃપણ વિરક્ત ન બની શકે. તે તો નસક્ત જ હોય. માટે કૃપણતાને દૂર કરવાની છે.
શું શોચનીય છે ? કૃપણતા – ૩૭