________________
4) રાગ-દ્વેષ અને મોહના કારણે જીવાત્મા અનિત્યને
5) નિત્ય માને છે. શરીર, આયુષ્ય, રિદ્ધિસિદ્ધિ-સંપત્તિ, * પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખમિત્રો, સ્ત્રી, સ્વજન-સંગમ.. GT વગેરે ક્ષણિક હોવા છતાં નિત્ય માનીને ચાલે છે ! કમનાં
કુટિલ બંધનોથી બંધાયેલો જીવાત્મા દિગુભ્રાન્ત બનીને ભટકી રહ્યો છે. છતાં પણ તે પોતાની જાતને સ્વાધીન અને સ્વતંત્ર સમજે છે. તે વિચારી શકતા નથી કે તે અનાદિ ભવસાગરમાં અનંતકાળથી ભ્રમણ કરી રહ્યો છે. મોહવશ-અજ્ઞાનવશ તે સાંસારિક સંબંધોનાં પરિવર્તનોને સમજી શકતો નથી.
બાર ભાવનાઓના ચિંતન-મનનથી મન શુદ્ધ બને છે. મનને શાન્તિ મળે છે. ભાવનાઓથી જ શાન્તિ મળે છે. માટે આ ભાવનાઓ આત્મસાતું કરવાની છે. “શાન્ત સુધારસ” નામનો ગ્રંથ વાંચવાની ભલામણ કરું છું. એ ગ્રંથમાં અનિત્ય વગેરે બાર ભાવના અને મંત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ બતાવાયેલું છે. એના પ્રભાવ બતાવવામાં આવેલા છે. એકવાર જરૂર આ ગ્રંથ વાંચી જવા જેવો છે.
પવિત્ર શું? શુદ્ધ મન ૦ ૯