________________
વચ્ચે પ્રાર્થનાઓ મૂકેલી જણાશે. ધ્યાનમય પ્રાર્થના એટલે ફરી ફરી શબ્દો ઉચ્ચારવા એમ નથી. ધ્યાનમય પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગુહ્ય વાર્તાલાપ, પરમાત્માના ગુણ અને સ્વરૂપનુ ચિંતન અને તે દ્વારા અનુભવ. પ્રાર્થના દ્વારા અંતે આત્માનુ` પરમાત્મા સાથે અનુસંધાન થાય છે.
જે
ભાવના ભવનાશિની છે. આ પુસ્તકના પ્રયોગામાં ભાવના બતાવી છે, તેમાં કેટલાક પ્રયોગામાં auto suggestion સ્વયંસૂચનની પ્રક્રિયા પણ છે. આજની ભાષામાં તેને બ્રેન વેશી ગ Brain washing કહી શકાય. જો કે ભાવના તા તેના કરતાં પણ ઊંચી વસ્તુ છે. ભાવના દ્વારા મનુષ્યના જૂના સંસ્કાર ધોવાઈ જાય છે અને નવા સસ્કારી જાગે છે.
પાણી પણ અમૃત છે. એ અમૃત છે એવુ` ભાવન કરવાથી પાણી પણ અમૃતરૂપે ફળે તેવું શ્રી કલ્યાણુમંદિર તેંાત્રમાં શ્રી સિદ્ધસેન દીવાકર સૂરીશ્વરજી મહારાજ કહે છે. ભાવના દ્વારા એક બિન્દુ એવું આવે છે કે જેનાથી જીવનની દિશા પરિવર્તન થાય છે. આ પુસ્તકમાંના પ્રયાગામાં ઘણા સ્થળે આ સિદ્ધાંતની પ્રતીતિ થશે. પ્રથમ ‘આમુખ’ વાંચ્યા પછી જ આગળ પુસ્તક વાંચવું,
શ્રી બાબુભાઈ કડીવાળાને ગુરૂકૃપા દ્વારા મળેલ ધ્યાન સાધનમાં અદ્ભુત રહસ્યાના આપ સર્વને ભાગીદાર બનાવવા માટે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. સાધના દ્વારા પ્રાપ્ત થયેલ અણુમેલ રત્નાના લાભ આપ વાચક મિત્રોને મળે તે હેતુથી જ આ પ્રકાશન કરતાં અમે દિવ્યાનદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં લખેલ કેટલીક હકીકતા સાધના દ્વારા જ સમજાય તેવી છે. કેટલીક વસ્તુ ધ્યાન શિબિરનું આયેાજન આ પુસ્તકના લેખક દ્વારા કરવામાં આવે ત્યારે પ્રત્યક્ષ પણ સમજી શકાશે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org