________________
સજજનસ્તુતિદ્વાચિંશિકા/સંપાદિકાનું કથન
સંપાદિકાનું કથન
દ્વિત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથના કર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જૈનશાસનમાં ખૂબ પ્રસિદ્ધ છે. જૈનશાસનમાં ઉપાધ્યાયજી મહારાજાના વચનો ટંકશાળી વચનો ગણાય છે.
ગ્રંથકારશ્રીએ સજ્જનનાં ગુણોનું રમણીય વર્ણન આ “આ સજ્જનસ્તુતિ બત્રીશીમાં કરેલ છે. સામાન્ય રીતે લોકમાં સદાચારો પાળે તે “સજ્જન” તરીકે ઓળખાય છે. અહીં, જેના હૈયામાં ભગવાનના વચનોને સમ્યક જાણવાનો યત્ન કરીને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત બને તે સર્વને “સર્જન' તરીકે ઓળખાવેલ છે.
સજ્જન પુરુષો યોગ્ય જીવોના ઉપકાર અર્થે ગ્રંથની રચના કરે તેમ પૂ. પ્રવિણભાઈ મોતાએ ઉપાધ્યાયજી મહારાજ સાહેબની બત્રીશી ઉપર અલગ અલગ ગ્રંથની રચના કરી આપણા પર મહાન ઉપકાર કર્યો છે.
આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ પૂ.સા શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિનાં વિવેચનનાં કાર્યમાં પૂ. સાધ્વીશ્રી કલ્પનંદિતાશ્રીજી મ. સા.નો જે સહયોગ મળ્યો તે બદલ તેમનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આજના કાળમાં ૭૮ વર્ષની ઉમરે પણ સેવાભાવી અને જ્ઞાનપ્રેમી પૂ. શાંતિલાલ શિવલાલ શાહે પ્રફ-સંશોધનનું કાર્ય કરીને જરૂરી સૂચનો કર્યા છે તેને આપણું અહોભાગ્ય સમજું છું.
આજના કાળમાં જ્યારે સજ્જનો મળવા દુર્લભ બનતા જાય છે ત્યારે ભગવાનનાં શાસનના પરમાર્થને જાણનારા સજ્જન પુરુષોની અવિચ્છિન્ન પરંપરા પ્રાપ્ત થતી રહે એ જ અપેક્ષા.
ગ્રંથકારશ્રી અને વિવેચનકારશ્રીનાં આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ લખાયું હોય તે બદલ “મિચ્છા મિ દુક્કડમ્”.
– સ્મિતા ડી. કોઠારી
વિ.સં. ૨૦૬૪, ફા. સુ. ૧૩, બુધવાર, ૧૯-૩-૨૦૦૮. ૧૨, બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org