________________
૧૨
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૯-૧૦
શ્લોકાર્થ ઃ
સુકવિના કીર્તિરૂપી સમુદ્રમાં દુર્જન વડે વડવાનલની વ્યથા વિસ્તાર કરાય છે. વળી અહો ! સજ્જન વડે સુકવિના કીર્તિરૂપી સાગરમાં ચંદ્રનાં કૌમુદીના સંગના રંગની જેમ મહોત્સવ વિસ્તાર કરાય છે.
cl
ભાવાર્થ:
ભગવાનના શાસનના મર્મને જાણનારા સુકવિઓ જગતમાં તત્ત્વનું પ્રકાશન કરનારા છે, અને તે સુકવિઓના કીર્તિરૂપી સમુદ્રમાં દુર્જન પુરુષો સ્વમતિ પ્રમાણે અર્થો કરીને વડવાનલની વ્યથા વિસ્તારે છે અર્થાત્ દુર્જનના તે પ્રકારના કરાયેલા અર્થોને કારણે સુકવિઓએ કરેલા શાસ્ત્રવચનના અર્થો લોકોને વિપરીત ભાસવાથી સુકવિઓની કીર્તિની હાનિ થાય છે.
જેમ સમુદ્રમાં વડવાનલ ઉત્પન્ન થાય તો સમુદ્રનું પાણી શોષાય છે, તેમ દુર્જન પુરુષ સુકવિઓના પદાર્થોને વિપરીતરૂપે રજૂ કરે છે, તેથી સુકવિઓની કીર્તિની હાનિ થાય છે.
વળી, જેમ સમુદ્રમાં ચંદ્ર અને કૌમુદીના=અશ્વિનમાસના પૂર્ણિમાના સંગનો રંગ થાય ત્યારે સમુદ્રના તટે લોકો ભેગા થઈને કૌમુદી ઉત્સવ કરે છે તે વખતે તે સમુદ્રમાં મહોત્સવ થતો હોય તેવું દેખાય છે. તેમ સજ્જન પુરુષો સુકવિઓએ કહેલા શાસ્ત્રીય પદાર્થોને તે રીતે સ્પષ્ટ કરે છે, જેથી મંદ બુદ્ધિવાળા જીવો પણ તે સુકવિઓના વચનના મર્મને જાણીને આનંદિત થાય છે. તેથી તેવા સજ્જન પુરુષો સુકવિઓના કીર્તિરૂપી સમુદ્રમાં મહોત્સવના વિસ્તારને કરે છે. ાલા
શ્લોક ઃ
यद्यनुग्रहपरं सतां मनो दुर्जनात् किमपि नो भयं तदा । सिंह एव तरसा वशीकृते किं भयं भुवि शृगालबालकात् ।।१०।। અન્વયાર્થ:
વિ=જો તાં=સંતોના અનુગ્રહપર=અનુગ્રહના ગ્રહણમાં તત્પર મનો= મત હોય તેવા=તો સુર્ખનાત્ વિપિ=દુર્જનથી કોઈ પણ નો મયં=ભય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org