________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
શ્લોક ઃ
न त्यजन्ति कवयः श्रुतश्रमं संमुदेव खलपीडनादपि । स्वोचिताऽऽचरणबद्धवृत्तयः साधवः शमदमक्रियामिव ।। १२ ।।
અન્વયાર્થ:
સ્વોચિતાઽડઘરાવદ્ધવૃત્તય: સાધવ: રામમંવિાં વ=સ્વઉચિત આચરણામાં બદ્ધ વૃત્તિવાળા સાધુઓ જેમ ન ત્યન્તિ=શમદમની ક્રિયાને છોડતા નથી. વયઃ–તેમ કવિઓ સંમુદ્દેવ=સંમોદને કારણે જ=શ્રુતરચના કરવામાં પ્રમોદને કારણે જ હતપીડનાપિ=ખલના પીડનથી પણ શ્રુતશ્રમં=શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી. ।।૧૨।
૧૫
શ્લોકાર્થ :
જેમ સ્વઉચિત આચરણામાં બદ્ધ વૃત્તિવાળા સાધુઓ શમદમની ક્રિયાને છોડતા નથી, તેમ કવિઓ સંમોદને કારણે જ=શ્રુતરચના કરવામાં પ્રમોદને કારણે જ, ખલના પીડનથી પણ શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી. ।।૧૨।!
4. ‘હાપીડનાવિ’માં ‘પિ’થી એ કહેવું છે કે ખલનું પીડન ન હોય તો તો કવિઓ શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી જ-પરંતુ ખલનું પીડન હોય તોપણ શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી.
ભાવાર્થ :
સુસાધુઓ પોતાની ભૂમિકાને ઉચિત આચરણામાં બદ્ધ મનોવૃત્તિવાળા હોય છે. તેથી જે પ્રવૃત્તિથી કષાયોનું શમન અને ઇન્દ્રિયોનું દમન થતું હોય તેવી ક્રિયાને છોડતા નથી, પરંતુ શક્તિના પ્રકર્ષથી શમદમની ક્રિયામાં ઉદ્યમશીલ રહે છે, તેમ કવિઓને શ્રુતમાં શ્રમ કરવામાં અત્યંત આનંદ હોય છે; કેમ કે શ્રુતમાં કરાતા શ્રમથી શાસ્ત્રના શ્રવણથી બોધ કરાયેલા પદાર્થોનું મનન થાય છે. તેથી તે શ્રુત પોતાના આત્મામાં સ્થિરભાવને પામે છે, અને નવી નવી શ્રુતરચના કરવાથી શ્રુતની ભક્તિ થાય છે. તેથી જે કવિઓને શ્રુતનું મનન કરીને તેને સ્થિર કરવામાં અને નવી નવી શ્રુતરચના કરીને શ્રુત પ્રત્યે ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org