Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 36
________________ ૨૩ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૭ શ્લોકાર્ચ - આ શ્લોક-૧૨થી ૧૬ સુધી ગ્રંથકારે કહ્યું એ પ્રસંગસહિત આઘ વિંશિકાના ઉપક્રમમાં મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ ઉપપાદન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે પૂ. હરિભદ્રસૂરિજીએ વિંશતિ વિંશિકામાં આ સર્વ સપ્રસંગ કેમ ઉપપાદન કરેલ છે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – અક્ષત એવી નિયત ખલની ઉક્તિ હોતે છતે સજ્જનની સ્થિતિ સજ્જનની નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિ, ચારુતાને પામતી નથી=પ્રતિષ્ઠાને પામતી નથી. (તેથી પૂ. હરિભદ્રસૂરિજીએ આધ વિંશિકામાં ખલની ઉક્તિઓનું નિરાકરણ કરેલ છે.) II૧૭ના ભાવાર્થ : પૂ. હરિભદ્રસૂરિજીએ વિંશતિવિશિકા નામનો ગ્રંથ રચેલ છે. તેમાં પ્રથમ વિંશિકામાં આગળની વિંશિકામાં કહેવાનારા વિષયોનું વર્ણન કરેલ છે. ત્યાં પ્રસંગથી તેમને સ્મરણ થયું કે પોતે જે ગ્રંથરચનાઓ કરે છે, તે ખલપુરુષોને માન્ય નથી, અને તેઓ કેવાં કેવાં દૂષણો આપીને તેમની આ ગ્રંથરચના અનુચિત છે, તેમ કહેશે ? અને પોતાની રચનાથી જે લોકોને ઉપકાર થવાનો છે, તેમાં તે ખલનાં વચનો કઈ રીતે બાધક બનશે ? તેનું પ્રસંગથી સ્મરણ થયું. તેથી પ્રસંગથી સ્મરણ થયેલા તે પદાર્થોનું ગ્રંથમાં કથન કરવું ઉચિત છે, તેમ જણાવવાથી મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ પ્રથમ વિશિકાના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથના શ્લોક-૧૨થી ૧૬ સુધીમાં જે કહ્યું તે પદાર્થને ઉપપાદન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ પ્રથમ વિંશિકાના પ્રારંભમાં ખલની ઉક્તિઓનું સમાલોચન કરીને નિરાકરણ કેમ કરેલ છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જો ખલની ઉક્તિઓનું નિરાકરણ કરવામાં ન આવે તો તેઓનાં કથનો જગતમાં પ્રચલિત થાય અને તેઓનાં કથનો જગતમાં નિયતરૂપે પ્રચલિત રહે તો સજ્જન પુરુષો જે નવી શાસ્ત્રરચના કરે છે, તે સુંદરતાને પામે નહીં; કેમ કે ખલની ઉક્તિઓને સાંભળીને કેટલાક યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68