________________
૩૯
સજ્જનસ્તુતિદ્વાત્રિશિકા/શ્લોક-૩૦
સ્વઅન્યના સ્મરણમાત્રના ઉદ્દેશવાળા એવા આ જન ગ્રંથકાર અપરાધ પામતા નથી. ll3oll ભાવાર્થ -
પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત બત્રીશ બત્રીશીની રચના કરી છે, તેમાં કેટલીક પંક્તિઓ કોઈક ગ્રંથમાંથી અક્ષરશઃ ગ્રહણ કરીને અહીં લખેલ છે, અને કેટલીક પંક્તિઓ અન્ય ગ્રંથોની પંક્તિઓના ભાવોને સામે રાખીને શબ્દોથી કંઈક પરિવર્તન કરીને ગ્રંથકારે લખેલ છે. તેથી એ નક્કી થાય છે કે પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ પોતાનું કાંઈ લખાણ કર્યું નથી, પરંતુ પૂર્વના મહાપુરુષોના ગ્રંથોને ગ્રહણ કરીને તેમના વચનો ક્યાંક અક્ષરશઃ લીધાં છે, તો ક્યાંક કંઈક અક્ષરોનું પરિવર્તન કરીને લીધાં છે. માટે આ ગ્રંથ પૂર્વના મહાપુરુષોના વચન સ્વરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે અન્ય મહાપુરુષોનાં ગ્રંથોને ગ્રહણ કરીને અને તેમના પદાર્થોને ગ્રહણ કરીને આ રીતે રચના કરવાથી તો ગ્રંથકાર અપરાધી બને છે; કેમ કે “અન્ય મહાપુરુષોનાં ગ્રંથોમાંથી પદાર્થોને ગ્રહણ કરીને પોતાનો ગ્રંથ બનાવ્યો છે. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે ––
પોતાના અને અન્યના સ્મરણ માત્રને ઉદ્દેશીને ગ્રંથકારે આ ગ્રંથ રચ્યો છે, પરંતુ પોતાની વિશેષતા બતાવવા માટે આ ગ્રંથ રચ્યો નથી. માટે ગ્રંથકાર અપરાધી નથી.
આશય એ છે કે પૂર્વના મહાપુરુષોના ગ્રંથોને ગ્રહણ કરીને તેમાં રહેલા ગંભીર ભાવોને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રી ગ્રંથરચના કરે તો પોતાને તે ભાવોનું સંકલનારૂપે સ્મરણ થાય અર્થાત્ જે રીતે પ્રસ્તુત ગ્રંથમાં સંકલન કરીને ગ્રંથકારશ્રીએ પદાર્થો લખ્યા છે તે રીતે ગ્રંથકારશ્રીને સ્મરણ થાય, અને યોગ્ય જીવો પણ તે રીતે સંકલન કરીને તે પદાર્થોનું સ્મરણ કરે, એટલા માત્ર ઉદ્દેશથી ગ્રંથકારશ્રીએ આ ગ્રંથ રચ્યો છે. માટે ગંથકારશ્રીએ પોતાના માનકષાયને પોષવાના આશયથી આ ગ્રંથ રચ્યો નથી, પરંતુ શાસ્ત્રીય પદાર્થોનું સ્મરણ કરીને તે ભાવોથી પોતાને વાસિત કરવાના પ્રયોજનથી આ ગ્રંથ રચ્યો છે, અને અન્ય યોગ્ય જીવોને શાસ્ત્રીય પદાર્થોનું સ્મરણ કરાવવાના પ્રયોજનથી અન્યના ઉપકાર અર્થે આ ગ્રંથ રચ્યો છે. માટે આ ગ્રંથની રચના દોષરૂપ નથી. II3ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org