________________
૪૨
સજનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ જૈનશાસનની સ્યાદ્વાદશૈલીને કહેનારા ઉત્તમ પુરુષોનાં વચનોને ગ્રહણ કરીને પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. તેથી પ્રસ્તુત ગ્રંથની ઉત્પત્તિનું સ્થાન જૈનશાસન છે, અને તે જૈનશાસન કેવા ગુણોવાળું છે, તે બતાવે છે.
જૈનશાસનમાં સ્વાદુવાદ વિદ્યા વર્તે છે, જે સ્યાદ્વાદ વિદ્યા પરદર્શનના એકાંતવાદરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોની ધારારૂપ છે. તેથી જેઓ જૈનશાસનની સ્યાદ્વાદ વિદ્યાને પ્રાપ્ત કરે છે, તેઓના ચિત્તમાં એકાંતવાદનું અજ્ઞાન દૂર થાય છે.
વળી, જૈનશાસન સર્વનયોની દૃષ્ટિથી યોગમાર્ગને યથાર્થ બતાવે છે, જેનાથી યોગ્ય જીવો સંસારરૂપી સમુદ્રથી વિસ્તાર પામે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી જૈનશાસન મોક્ષપ્રાપ્તિનું પ્રબળ કારણ છે.
વળી, ગ્રંથકારશ્રી કહે છે કે “જૈનશાસનથી અમને શમરસ વડે નિત્ય, આકંઠ તૃપ્તિ થાય છે; કેમ કે જૈનશાસનની સ્યાદ્વાદ શૈલીનું અધ્યયન કરવાથી સંસારના સર્વ રસો શાંત થાય છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપનો યથાર્થ બોધ થવાથી હંમેશા આકંઠ તૃપ્તિ થાય તેવો શમરસ પ્રાપ્ત થાય છે.
વળી, આત્માને પરમ આનંદની પ્રાપ્તિ મોક્ષમાં છે, અને તે આનંદની પ્રાપ્તિનો કંદ તત્ત્વનું યથાર્થ દર્શન છે, અને તે તત્ત્વના યથાર્થ દર્શનરૂપ કંદને જળથી સીંચન કરનાર એવું વાદળારૂપ જૈનશાસન છે. તેથી જેઓ જૈનશાસનના તત્ત્વને પ્રાપ્ત કરે છે, તેઓના ચિત્તમાં પરમઆનંદના બીજભૂત એવો તત્ત્વની રુચિરૂપ કંદ સ્યાદ્વાદરૂપ જળનું સીંચન થવાને કારણે ઉલ્લસિત થાય છે. આવું સર્વોત્તમ જૈનશાસન જગતમાં વિસ્તારને પામે છે. ll૩શા ટીકા :
शिष्टाद्वात्रिंशिका सज्जनगुणवर्णनमयी ग्रन्थाविच्छेदहेतुमङ्गलरूपा અષ્ટા સાર-રૂ૨ાા ટીકાર્ચ -
સજ્જનોના ગુણના વર્ણનરૂપ શિષ્ટાદ્વાáિશિકા=સજ્જનસ્તુતિહાવિંશિકા ગ્રંથના અવિચ્છેદના હેતુથી મંગલરૂપે કરાયેલી છે, (અને) તે સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org