________________
૪૦
સજ્જનસ્તુતિદ્રાસિંશિકા/શ્લોક-૩૧ શ્લોક :ख्यातिमेष्यति परामयं पुनः सज्जनैरनुगृहीत एव च । किं न शङ्करशिरोनिवासतो निम्नगा सुविदिता सुरापगा ।।३१।। અન્વયાર્થ -
પુનઃ=વળી સજ્જનેરનુદીત વ ા=સજ્જનો વડે અનુગૃહીત જ મયંક આ=પ્રસ્તુત ગ્રંથ પર તિબેસ્થતિ પરાખ્યાતિને પામશે શશિર નિવાસઃ= શંકરના શિરના નિવાસના કારણે નિન =નિમ્નગ એવી ગંગા નદી વિંન સુવિદિતા સુરાપ શું દેવતાઈ નદીરૂપે સુવિદિત નથી? ૩૧ શ્લોકાર્ચ -
વળી, સજ્જનો વડે અનુગૃહીત જ આ=પ્રસ્તુત ગ્રંથ પરાખ્યાતિને પામશે. શંકરના શિરના નિવાસના કારણે નિમ્નગ એવી ગંગા નદી શું દેવતાઈ નદીરૂપે સુવિદિત નથી ? Il3II ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પોતાના અને અન્યના સ્મરણમાત્રના ઉદ્દેશથી આ ગ્રંથની રચના કરેલ છે, તેથી તત્ત્વના અર્થી એવા સજ્જન પુરુષો જો આ ગ્રંથનું અધ્યયન કરીને યોગ્ય જીવોને આ ગ્રંથનું મહત્ત્વ બતાવીને અનુગ્રહ કરશે તો આ ગ્રંથ જગતમાં શ્રેષ્ઠ ખ્યાતિને પામશે; કેમ કે પૂર્વના ઉત્તમ પુરુષોના ગ્રંથોમાંથી તત્ત્વને ગ્રહણ કરીને આ ગ્રંથનું નિર્માણ થયેલ છે. માટે આ ગ્રંથમાં બતાવેલા પદાર્થો યોગ્ય જીવોને અતિ ઉપકારક જણાશે.
વળી, પોતાના કથનને દૃષ્ટાંતથી પુષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે : ગંગા નદી શંકરના મસ્તકમાંથી નીચે આવનાર છે. તેથી નીચે આવનાર હોવા છતાં શંકરના મસ્તકના નિવાસના કારણે દેવતાઈ નદી તરીકે સુપ્રસિદ્ધ થઈ છે. તેમ સામાન્ય શક્તિવાળા એવા ગ્રંથકારશ્રી વડે આ ગ્રંથ રચાયેલ છે, તોપણ પૂર્વના ઉત્તમ પુરુષોનાં વચનોથી નિર્માણ થયેલ છે. તેથી જો સજ્જન પુરુષો આ ગ્રંથનું અધ્યયન કરશે તો અવશ્ય આ ગ્રંથ તત્ત્વને બતાવનારો છે તેવું સજ્જન પુરુષોને જણાશે. તેથી આ ગ્રંથ ભગવાનના શાસનના ગંભીર પદાર્થોને બતાવનાર છે, એ પ્રકારની પરાખ્યાતિને પામશે. Il૩વશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org