Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 66
________________ પ3 સજનસ્તુતિહાત્રિશિકા/પ્રશસ્તિ/શ્લોક-૮-૯ દેખાય કે આ ગ્રંથમાં સુનયોનું મિલન કરવામાં આવે તો આ ગ્રંથ તત્ત્વપ્રાપ્તિમાં ઉપકારક થાય તેમ છે તો તે સંતપુરુષોની દૃષ્ટિ તે ગ્રંથમાં સુનયોનું સંમિલન કરે છે. વળી, કોઈક સ્થાનમાં તે ગ્રંથનો વ્યાપેય પદાર્થ વિસ્તાર કરવા જેવો જણાય તો તેનો વિસ્તાર કરીને તે ગ્રંથને અતિશયિત કરે છે. વળી, કોઈ મહાપુરુષોએ જિનવચન અનુસાર ગ્રંથની રચના કરી હોય અને અનાભોગથી કોઈક સ્થાનમાં સ્કૂલના થઈ હોય તો સંતપુરુષો તે ગ્રંથનું અવમૂલ્યન કરતા નથી, પરંતુ વિધિપૂર્વક તે વિપરીત કથનનું સંગોપન કરે છે, જેથી તે મહાપુરુષની આશાતના થાય નહિ અને તે ગ્રંથની ન્યૂનતા પણ દૂર થાય. તેથી અપૂર્વ એવા ગ્રંથના અર્થોનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી વિલાસ પામતી એવી સપુરુષોની દૃષ્ટિ મહાપુરુષ એવા કોઈ કવિએ રચેલી કૃતિની શોભાને વધારવા માટે સૃષ્ટિ છે=પ્રવૃત્તિ રૂ૫ છે. આમ કહીને ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે પોતે મહાઅર્થને કહેનાર એવી આ “દ્વાત્રિશિકા” ગ્રંથની રચના કરેલ છે, તેને પુરુષો ઉચિત સુધારાથી વિભૂષિત કરશે, પરંતુ ખલપુરુષોની જેમ અવમૂલ્યન કરશે નહિ. Iટા બ્લોક : अधीत्य सुगुरोरेनां सुदृढं भावयन्ति ये । ते लभन्ते श्रुतार्थज्ञाः परमानन्दसम्पदम् ।।९।। અચાર્ય : સુપુર =સુગુરુ પાસેથી નાં આવે=બત્રીશીની વિવૃત્તિને નથી=ભણીને =જેઓ સુદૃઢં=સુદઢ ભાવત્તિ=ભાવન કરે છે કૃતાર્થજ્ઞા:=શ્રુતના અર્થને જાણનારા એવા તે તેઓ પરમાનન્દસમ્પષ્ણપરમાનંદરૂપી સંપદાને નમઃ પ્રાપ્ત કરે છે. III. શ્લોકાર્ય : સુગુરુ પાસેથી બત્રીશીની વિવૃત્તિને ભણીને જેઓ તેનું સુદઢ ભાવન કરે છે, કૃતના અર્થને જાણનારા એવા તેઓ પરમાનંદરૂપ સંપત્તિને પ્રાપ્ત કરે છે. III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68