Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004692/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સજ્જનસ્તુતિહાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશમી બત્રીશી ICCCCC . MAN Jain Educati વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા w.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાદિંશદ્વાચિંશિકા અંતર્ગત સજનસ્તુતિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા, માવચનિફપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જ વિવેચનકાર ક પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - છ સંકલન છે સ્મિતા ડી. કોઠારી : પ્રકાશક : ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન + વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ * વિ. સં. ૨૦૬૪ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૩૫-૦૦ આર્થિક સહયોગ ધાનેરા નિવાણી ચંદનબેન કનૈયાલાલ પાનોવોય : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાથ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ ૯૨ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન ઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ : Page #4 -------------------------------------------------------------------------- ________________ R : પ્રાપ્તિસ્થાનઃ + * અમદાવાદ : ગીતાર્થ ગંગા. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. = (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી નટવરભાઈ એમ. શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. ૨ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૧૪૮૫૧ * જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧ જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦: ૪ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ 6 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૧૩૦ * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. જ (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીયર “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાના પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા | (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનના પુસ્તકો. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા Kતે (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનના પુસ્તકો ને ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા, ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના છે. અનેકાંતવાદ ૮. પ્રોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રયા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. નિનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ વરિટ વ્રત પૂર્વ વિદ્ય| ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પ્રશ્નોત્તરી ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રાય ? ૨૪. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) * સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો - - વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચના ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાન દ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચના ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાબિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સજઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચના ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. ચોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાબિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. ચોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્રાવિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાબિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાબિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાબિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧ ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ | ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની “સજ્જનસ્તુતિદ્વાચિંશિકા'ના શબ્દશઃ વિવેચન વેળાએ સંકલના એકત્રીસમી બત્રીશીમાં મુક્તિનું સ્વરૂપ બતાવ્યું. તે મુક્તિને પ્રાપ્ત કરવા માટે જેઓ સર્વશે કહેલા યોગમાર્ગમાં સમ્યગુ ઉદ્યમ કરે છે, તેઓ સજ્જન પુરુષો છે. તે સજ્જન પુરુષોની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ‘સર્જન’ એ પ્રકારનો ત્રણ વર્ણવાળો શબ્દ બતાવે છે કે આ પુરુષ જગતમાં સર્વજ્ઞના વચન અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર સજ્જન પુરુષ છે. તેથી કોઈ ખલપુરુષ તેઓના દોષોનું ઉલ્કાવન કરે તો પણ તે દોષોથી તે ઉત્તમ પુરુષમાં શંકા થતી નથી. વળી, સજ્જનો કેવા હોય છે તે બતાવવા માટે શ્લોક-૪માં સજ્જનને ગરુડની ઉપમા આપી છે. તેથી પણ એ નક્કી થાય છે કે સજ્જનોના હૈયામાં સદા પુરુષોત્તમ એવા તીર્થકરોનું સ્થાન છે, અને તેઓ હંમેશાં દીર્ધદષ્ટિથી તત્ત્વને જોનારા હોય છે, પરંતુ ક્યારેય વિસંવાદી વચનો બોલનારા હોતા નથી. વળી, સજ્જનો ઉત્તમ પુરુષોના ગુણોને ગ્રહણ કરવાના યત્નવાળા હોય છે, જ્યારે ખલપુરુષો ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓની બુદ્ધિ હંમેશાં પૂર્વના મહાપુરુષોનાં દૂષણો કાઢવામાં પ્રવર્તે છે. વળી, સજ્જન પુરુષો પૂર્વના મહાપુરુષોના ગ્રંથોને ભણીને પોતાના તે વચનોના સ્મરણ અર્થે અને યોગ્ય જીવોના ઉપકાર અર્થે નવી રચના કરે છે; પરંતુ જેઓ ધર્મ કરવાની મતિવાળા છે, છતાં જેઓની વક્ર બુદ્ધિ છે, તેઓ કહે છે કે આગમ વિદ્યમાન હોવા છતાં આ ગ્રંથોની રચના કરવી ઉચિત નથી. ખલના તે પ્રકારના વચનથી લોકોને ભ્રમ ન થાય માટે પૂ. હરિભદ્રસૂરિજીના વચનને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ તેનો ઉત્તર આપતાં કહ્યું કે આગમરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આ અમારી રચના છે, પરંતુ અમે કંઈક નવું કહીએ છીએ, એ પ્રકારના મદથી આ ગ્રંથરચના નથી. વળી, ખલપુરુષો કહે છે કે “નવા ગ્રંથની રચનાથી તો પૂર્વ પૂર્વ સૂરિઓની હીલના થાય છે, કેમ કે તેઓના ગ્રંથોને છોડીને તમારા ગ્રંથોથી તમારું મહત્ત્વ Page #11 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિહાવિંશિકા/સંકલના વધશે.” ખલના તે વચનથી પ્રેરાઈને સજ્જનોની પ્રવૃત્તિમાં કોઈ શંકા કરે તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – પિતાના વચનને કહેનારા બાળના વચનથી પિતાના વચનની હીલના થતી નથી, તેમ પૂર્વસૂરિઓના વચનને કહેનારા અમારા વચનથી પૂર્વસૂરિઓની હીલના થતી નથી. વળી, દુર્જન શંકા કરે છે કે “નવા ગ્રંથની રચનાથી પૂર્વના સૂરિઓના ગ્રંથોનું અધ્યયન અલ્પ થશે.” તેને પણ ઉત્તર આપતાં સર્જન કહે છે કે “નવી ગ્રંથરચનાથી પૂર્વસૂરિઓના પદાર્થોનું પોતાને સ્મરણ થશે, અન્ય જીવોને પણ પૂર્વસૂરિઓના વચનોના રહસ્યની પ્રાપ્તિ થશે અને પૂર્વસૂરિઓના પદાર્થોનું મનન કરવાથી પોતાને પણ નવી મતિ પ્રાપ્ત થશે. તેથી નવા ગ્રંથની રચનામાં કોઈ દોષ નથી. આ રીતે સજ્જનોની પ્રવૃત્તિ શક્તિના પ્રકર્ષથી શાસ્ત્ર અધ્યયનની, અને શાસ્ત્ર અધ્યયન કર્યા પછી નવા નવા ગ્રંથોની રચનાની છે અને તે કેવળ સ્વપરના ઉપકારરૂપ છે, તેમ બતાવીને ગ્રંથકારશ્રીએ પોતાના ઉપર કરેલ પૂ. ગુરુ નયવિજયજીના ઉપકારનું સ્મરણ કરીને તેમની સ્તુતિ કરેલ છે. સજ્જન પુરુષો હંમેશાં કોઈનો સામાન્ય ઉપકાર પણ ભૂલે નહિ તેવા હોય છે, જ્યારે પોતાના ગુરુએ તો પોતાના માટે ઘણો શ્રમ કરીને પોતાને વિદ્વાન બનાવ્યા છે, તેથી તેમનું સ્મરણ કરીને ગ્રંથકાર પોતાની સર્જનતા વ્યક્ત કરે છે. છvસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૪, ચૈત્ર વદ-૩, તા. ૨૩-૪-૨૦૦૮, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #12 -------------------------------------------------------------------------- ________________ સજજનસ્તુતિદ્વાચિંશિકા/સંપાદિકાનું કથન સંપાદિકાનું કથન દ્વિત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથના કર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જૈનશાસનમાં ખૂબ પ્રસિદ્ધ છે. જૈનશાસનમાં ઉપાધ્યાયજી મહારાજાના વચનો ટંકશાળી વચનો ગણાય છે. ગ્રંથકારશ્રીએ સજ્જનનાં ગુણોનું રમણીય વર્ણન આ “આ સજ્જનસ્તુતિ બત્રીશીમાં કરેલ છે. સામાન્ય રીતે લોકમાં સદાચારો પાળે તે “સજ્જન” તરીકે ઓળખાય છે. અહીં, જેના હૈયામાં ભગવાનના વચનોને સમ્યક જાણવાનો યત્ન કરીને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત બને તે સર્વને “સર્જન' તરીકે ઓળખાવેલ છે. સજ્જન પુરુષો યોગ્ય જીવોના ઉપકાર અર્થે ગ્રંથની રચના કરે તેમ પૂ. પ્રવિણભાઈ મોતાએ ઉપાધ્યાયજી મહારાજ સાહેબની બત્રીશી ઉપર અલગ અલગ ગ્રંથની રચના કરી આપણા પર મહાન ઉપકાર કર્યો છે. આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ પૂ.સા શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિનાં વિવેચનનાં કાર્યમાં પૂ. સાધ્વીશ્રી કલ્પનંદિતાશ્રીજી મ. સા.નો જે સહયોગ મળ્યો તે બદલ તેમનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આજના કાળમાં ૭૮ વર્ષની ઉમરે પણ સેવાભાવી અને જ્ઞાનપ્રેમી પૂ. શાંતિલાલ શિવલાલ શાહે પ્રફ-સંશોધનનું કાર્ય કરીને જરૂરી સૂચનો કર્યા છે તેને આપણું અહોભાગ્ય સમજું છું. આજના કાળમાં જ્યારે સજ્જનો મળવા દુર્લભ બનતા જાય છે ત્યારે ભગવાનનાં શાસનના પરમાર્થને જાણનારા સજ્જન પુરુષોની અવિચ્છિન્ન પરંપરા પ્રાપ્ત થતી રહે એ જ અપેક્ષા. ગ્રંથકારશ્રી અને વિવેચનકારશ્રીનાં આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ લખાયું હોય તે બદલ “મિચ્છા મિ દુક્કડમ્”. – સ્મિતા ડી. કોઠારી વિ.સં. ૨૦૬૪, ફા. સુ. ૧૩, બુધવાર, ૧૯-૩-૨૦૦૮. ૧૨, બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩. Page #13 -------------------------------------------------------------------------- ________________ | - જે ૩-૪ ૯-૧૦ $ 9 સજ્જનસ્તુતિહાવિંશિકા/અનુક્રમણિકા જી અનુક્રમણિકા , બ્લિોક નં. વિષય પાના ન સજ્જન પ્રત્યેના પક્ષપાતથી થતું ફળ. ૧-૨ સજ્જનની હાજરીમાં દુર્જનોનું અમહત્ત્વ. ૨-૩ દુર્જન અને સજ્જનનો પ્રકૃતિભેદ. ભગવાનના વચન અનુસાર મોક્ષમાર્ગમાં પ્રવૃત્તનો સજ્જન તરીકે સ્વીકાર. ૪-૩ પ-૬-૭. સજ્જન અને દુર્જનની પ્રકૃતિનો ભેદ. દુર્જનોથી શ્રુતનો વિનાશ અને સજ્જનોથી શ્રુતનું રક્ષણ. ૧૦-૧૧ ઉત્તમ પુરુષોની રચનાથી દુર્જન અને સજ્જનોને થતા ભાવો. ૧૧-૧૨ સનોના અનુગ્રહથી યોગ્ય જીવોનું દુર્જનથી રક્ષણ. ૧૨-૧૩ ઉત્તમ પુરુષોની રચનાથી દુર્જનને થતો ભાવ અને સજ્જનને થતો ભાવ. ૧૩-૧૪ ૧૨-૧૩. | ખલને પીડા થવા છતાં ઉત્તમ પુરુષોથી શ્રુતરચનાનો અત્યાગ. ૧૫-૧૭ ૧૪-૧૫- વિશિકાના આધારથી નવા ગ્રંથની રચનામાં ખલના ૧૬-૧૭. આક્ષેપનો પરિહાર. ૧૭-૨૪ ૧૮. સજ્જનની સ્તુતિ. ૨૪-૨૫ ૧૯-૨૯. ગ્રંથકારની પરંપરામાં થયેલા સજ્જન પુરુષોની સ્તુતિ. ૨૫-૩૮ ૩૦. ગ્રંથકારે પૂર્વના મહાપુરુષોના ગ્રંથોમાંથી પદાર્થો ગ્રહણ કરીને પ્રસ્તુત ગ્રંથની જે રચના કરી છે, તે રચનાનું પ્રયોજન. ૩૮-૩૯ ૩૧. સજ્જનના અનુગ્રહથી પ્રસ્તુત ગ્રંથની સફળતા. ४० ૩૨. જૈનેન્દ્રશાસનનું માહાભ્ય. ૪૧-૪૩ દ્વાન્નિશદ્દ્ધાત્રિશિકા ગ્રંથની પ્રશસ્તિ ૪૪-૫૪ = Page #14 -------------------------------------------------------------------------- ________________ ॐ हीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । एँ नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता ___ स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत सज्जनस्तुतिद्वात्रिंशिका-३२ પૂર્વ મુક્તિબત્રીશી સાથે પ્રસ્તુત સજ્જનસ્તુતિ બત્રીશીનો સંબંધ : પૂર્વ બત્રીશીમાં મુક્તિનું સ્વરૂપ બતાવ્યું, હવે સજ્જન પુરુષ ભગવાનના વચન અનુસાર યોગમાર્ગને સેવીને મોક્ષપદની આરાધના કરનારા છે, માટે મોક્ષનું વર્ણન કર્યા પછી મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા સજ્જન પુરુષની સ્તુતિ કરવા ગ્રંથકારશ્રીએ “સજ્જનસ્તુતિ” નામની બત્રીશીની રચના કરેલ છે. RCोs :नाम सज्जन इति त्रिवर्णकं, कर्णकोटरकुटुंबि चेद् भवेत् । नोल्लसन्ति विषशक्तयस्तदा, दिव्यमन्त्रनिहताः खलोक्तयः ।।१।। मन्वयार्थ : सज्जन इति त्रिवर्णकं नाम=सन मे प्रमाj [anj नाम कर्णकोटरकुटुम्बि="[82२ टुंषी चेद् भवेत् तदाने थाय तो दिव्यमन्त्रनिहताः=व्यमंत्रथी डायेदी मेवी विषशक्तयः खलोक्त्यः विषशतिवाणी जलनी तिमो नोल्लसन्ति=GETस पामती नथी. ॥१॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૧-૨ શ્લોકાર્ય : સજ્જન એ પ્રમાણેનું ત્રણ વર્ણવાળું નામ, જો કર્ણકોટરકુટુંબી થાય તો દિવ્યમંત્રથી હણાયેલી એવી વિષશક્તિવાળી ખલની ઉક્તિઓ ઉલ્લાસ પામતી નથી. III ભાવાર્થ : આ પુરુષ “સજ્જન' છે એ પ્રકારનું ત્રણ અક્ષરવાળું નામ કાનનું કુટુંબી બને=આત્મામાં સ્થિર નિર્ણયરૂપ બને, તો “સજ્જન' એ પ્રકારના દિવ્યમંત્રથી હણાયેલી વિષશક્તિવાળી ખલની ઉક્તિઓ તે સાંભળનાર પુરુષના ચિત્તમાં ઉલ્લાસ પામતી નથી અર્થાત્ કોઈ ખલ પુરુષ સજ્જન પુરુષમાં દોષનું ઉદ્ભાવન કરે ત્યારે વિષશક્તિવાળી એવી ખલની ઉક્તિઓ તે શ્રોતાના ચિત્તમાં પ્રવેશ પામતી નથી; કેમ કે આ સજ્જન છે તેવા નિર્ણયરૂપ દિવ્યમંત્રથી તે ખલની ઉક્તિઓ હણાયેલી થાય છે. આવા અવતરણિકા : પૂર્વ શ્લોકમાં કહ્યું કે “આ પુરુષ સજ્જન છે” એવો નિર્ણય થયા પછી કોઈ ખલ પુરુષ તેના માટે અનુચિત દોષો ઉદ્ભાવન કરે તો પણ તે ખલ પુરુષના વચનથી આ સજ્જન નથી એવો ભાવ થતો નથી. કેમ થતો નથી ? એમાં યુક્તિ આપે છે – શ્લોક :स्याबेली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ।।२।। અન્વયાર્થ :રૂઅહીં જગતમાં દિ સસ્તુ સજ્જને જો સજ્જન હોતે છતે અર્થાત્ જો સજ્જત અબલિષ્ઠ હોતે છતે ચાલ્વત્ની દુર્બન =કથંચિત્ બલી એવો દુર્જન વન્ને પ્ર ત્સબળ બતાવે (છતાં) અતિ ભાનુમત્તિનિ=સૂર્ય નહિ હોતે છતે =જે હોય=જે અંધકાર હોય તમસોડ િવનં-તે અંધકારનું Page #16 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૨-૩ 3 પણ બળ ત્રિ નુ વળ્યુંતે-શું વર્ણન કરાય છે ? અર્થાત્ અંધકારના બળની પ્રશંસા કરાતી નથી. ।।૨।। શ્લોકાર્થ : અહીં=જગતમાં, જો સજ્જન હોતે છતે=જો સજ્જન અબલિષ્ઠ હોતે છતે, કથંચિત્ બલી એવો દુર્જન બળ બતાવે (છતાં) સૂર્ય નહિ હોતે છતે જે હોય=જે અંધકાર હોય તે અંધકારનું પણ બળ શું વર્ણન કરાય છે ? અર્થાત્ તે અંધકારના બળની પ્રશંસા કરાતી નથી. IIII * ‘તમસોઽપિ’માં ‘પિ'થી એ કહેવું છે કે પ્રકાશનું બળ તો વર્ણન કરાય પરંતુ શું અંધકારનું બળ પણ વર્ણન કરાય ? અર્થાત્ કરાય નહિ. ભાવાર્થ : આ જગતમાં સજ્જનો હોય, છતાં તેઓ બહુ તપતા પુણ્યવાળા ન હોય અને કથંચિત્ બલવાન એવો દુર્જન પોતાનું બળ બતાવે, જેથી સજ્જનો લોકમાં ગ્રાહ્ય ન બને અને બલવાન એવા દુર્જનનાં વચનો લોકમાં ગ્રાહ્ય બને, તોપણ જેના હૈયામાં “આ સજ્જન છે” એવો નિર્ણય છે, તે પુરુષ બલી એવા દુર્જનનાં ગુણગાનો કરે નહિ. કેમ ગુણગાનો કરે નહિ ? તેમાં યુક્તિ આપે છે. જેમ સૂર્ય ન હોય ત્યારે જે અંધકાર પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તેવા અંધકારના પણ બલની ક્યારેય પ્રશંસા કરાય ? અર્થાત્ કરાય નહિ. તેમ સૂર્યના જેવા પ્રકૃષ્ટ તપતા પુણ્યવાળા સજ્જનો ન હોય ત્યારે અંધકારના બળ જેવા દુર્જનોનું બળ વર્તે છે, તોપણ જે શિષ્ટ પુરુષ છે તે ક્યારેય દુર્જનોના બળને જોઈને તેમની પ્રશંસા કરે નહિ અને તેમના વચનને ગ્રહણ કરીને સજ્જનોને દોષવાળા સ્વીકારે નહિ; કેમ કે “સજ્જન” એ પ્રકારના દિવ્યમંત્રથી ખલની વિષશક્તિઓ હણાયેલી છે, એ પ્રમાણે પૂર્વગાથા સાથે સંબંધ છે.II૨ા અવતરણિકા : શ્લોક-૧માં કહેલ કે જેઓને સજ્જન પ્રત્યેનો પક્ષપાત છે, તેઓ “આ સજ્જન છે” તેવો નિર્ણય થયા પછી ખલની ઉક્તિઓથી પણ તે સજ્જનને દૂષિત કરતા નથી. કેમ દૂષિત કરતા નથી ? તે સ્પષ્ટ કરવા માટે ગાથા Page #17 -------------------------------------------------------------------------- ________________ સજનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ૨માં કહ્યું કે સજ્જતો કદાચ એવા બળવાન ન હોય અને દુર્જનો કથંચિત્ બળવાન હોય તોપણ શિષ્ટ પુરુષ તે દુર્જનની પ્રશંસા કરે નહિ. હવે દુર્જનની પ્રકૃતિ કેવી છે? અને સર્જનની પ્રકૃતિ કેવી છે? તે બતાવતાં કહે છે – શ્લોક :दुर्जनस्य रसना सनातनी, सगतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधाऽतिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ।।३।। અન્વયાર્થ : દુર્બનચ રસના-દુર્જનની રસના પરુષ સનાતની નિં-કઠોર શબ્દની સદા સંગતિને રમુગ્ધતિ મૂકતી નથી તુ વળી સજ્જનચ સજ્જનની રસના વેવન સુધાડતિશાયિન =કેવલ અમૃતથી અતિશાયી એવા કોમની વયનચ= કોમળ વચનની સંગતિને સદા મૂકતી નથી. ૩. શ્લોકાર્ચ - દુર્જનની રસના કઠોર શબ્દની સંગતિને સદા મૂકતી નથી. વળી, સજ્જનની રસના કેવલ અમૃતથી અતિશાયી એવા કોમલ વચનની સંગતિને મૂકતી નથી. lal ભાવાર્થ : દુર્જનનો સ્વભાવ હોય છે કે ગુણવાન પુરુષમાં પણ છિદ્રો શોધીને તેમના વિષયક હંમેશાં કઠોર વચનો કહે છે અર્થાત્ તેમની નિંદા કરનારાં વચનો કહે છે. સજ્જન પુરુષો સર્વ જીવો પ્રત્યે દયાળુ સ્વભાવવાળા હોય છે. તેઓ કોઈનું હિત થાય તેવાં અમૃત જેવાં વચનો સુંદર ભાષામાં કહે છે તથા કોઈનું અહિત થાય નહિ, કોઈનું ચિત્ત દુભાય નહિ, તેવા વચનપ્રયોગો કરે છે. II અવતરણિકા - ગરુડની ઉપમાથી સજ્જનનું સ્વરૂપ બતાવે છે – Page #18 -------------------------------------------------------------------------- ________________ સજનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૪ શ્લોક :या द्विजिह्वदलना घनाऽऽदराद्यात्मनीह पुरुषोत्तमस्थितिः । याप्यनन्तगतिरेतयेष्यते, सज्जनस्य गरुडाऽनुकारिता ।।४।। અન્વયાર્થ : ફુદ અહીં સંસારમાં થા શિબિવલનના=જે દ્વિજિલ્થની દલતા છે સાપની દલના છે ઘનાડડરીઘન આદરથી=અત્યંત આદરથી સાત્મિનિ=આત્મામાં યા પુરુષોત્તમસ્થિતિ =જે પુરુષોત્તમની સ્થિતિ છે યા =જે પણ અનાતિઃ= અનંતગતિ છે તય=એનાથી સજ્જનસ્થાડનુવારિતા સજ્જનની ગરુડ અનુકારિતા=ગરુડ તુલ્યતા ધ્યતે ઇચ્છાય છે. I૪ શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, જે દ્વિજિત્વની દલના છે=સાપની દલના છે, ઘન આદરથી આત્મામાં જે પુરુષોત્તમની સ્થિતિ છે, જે પણ અનંતગતિ છે, એનાથી સજ્જનની ગરુડ અનુકારિતા ગરુડ તુલ્યતા ઈચ્છાય છે. llll ભાવાર્થ - (૧) ગરુડ પક્ષી સાપનો વિનાશ કરે છે. (૨) ગરુડ પક્ષી પુરષોત્તમ એવા વિષ્ણુનું વાહન છે. (૩) ગરુડ પક્ષી આકાશમાં અત્યંત દૂર દૂર જાય છે, તેથી અનંતગતિવાળું છે. ગરુડના આ ત્રણ ભાવોને સામે રાખીને સજ્જન પુરુષો ગરુડ તુલ્ય છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. જેમ ગરુડ પક્ષી બે જીભવાળા એવા સાપનો વિનાશ કરે છે, તેમ સજ્જન પુરુષો બે વિરોધી વચનો બોલવાને અનુકૂળ એવા ભાવનો પોતાનામાં વિનાશ કરે છે અર્થાત્ પોતે પૂર્વમાં કંઈક કીધેલું હોય તે વચનથી પોતાને કાંઈક અનર્થ દેખાય તોપણ પોતાના તે વચનથી ફરી જતા નથી અથવા પૂર્વનાં વચનો અને પછીનાં વચનો પરસ્પર વિરોધી થાય તેવું બોલતા નથી, પરંતુ વિચારીને ઉચિત વચનો બોલનારા હોય છે. તેથી પોતાનામાં બે વચન બોલવારૂપ દ્વિજિલ્વત્વનું દલન કરનારા છે. વળી, જેમ ગરુડ પક્ષી પુરુષોત્તમ એવા વિષ્ણુનું વાહન છે, તેથી પોતાના Page #19 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫ આત્મા ઉપર વિષ્ણુને સ્થાપન કરે છે, તેમ સજ્જન પુરુષ પોતાના આત્મામાં પુરુષોત્તમ એવા તીર્થંકરોને સ્થાન આપે છે અર્થાત્ તીર્થંકરના વચનોનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી, જેમ ગરુડ પક્ષી અનંત એવા આકાશમાં ગતિ કરે છે, તેમ સજ્જન પુરુષો પણ આત્માને ભવના અંતની પ્રાપ્તિ ન થાય અર્થાત્ સંસારમાં ભવના વિનાશને કારણે જે ભવના અંતની પ્રાપ્તિ થાય છે, તેવા ભવના અંતની પ્રાપ્તિ અત્યાર સુધી થઈ રહી છે તે ક્યારેય ન થાય તેવા અંત વગરના મોક્ષ તરફ ગતિ કરે છે. આ ત્રણ ભાવોથી સજ્જન પુરુષોની ગરુડ અનુકારિતા છે=ગરુડ પક્ષીને અનુસરવાપણું છે. આનાથી એ ફલિત થાય કે સજ્જન પુરુષો ક્યારેય અસંબદ્ધ વચનો બોલતા નથી, વિચારીને જે કંઈ બોલે છે તેમાં ફરતા નથી, અને હૈયામાં વીતરાગના વચનને સ્થાન આપે છે અને સદા સંસારના અંતનું કારણ બને તેવા યોગમાર્ગને સેવે છે. માટે સજ્જનો ગરુડને અનુસરનારા છે. II૪ અવતરણિકા : વળી, સજ્જનોની અને ખલપુરુષોની પ્રકૃતિના ભેદને દૃષ્ટાંતથી બતાવે છે શ્લોક ઃ सज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्द्युतौ, धूकदृक् तमसि सङ्गमङ्गति ॥ ५ ॥ અન્વયાર્થ: વિરુપાં મુળપ્રશ્ને વિદ્વાનોના ગુણગ્રહણમાં સજ્જનસ્ય ધીઃ=સજ્જનની બુદ્ધિ નિવિજ્ઞતે=નિવેશ પામે છે ઘુત્તT=ખલની બુદ્ધિ રૂપને=દૂષણમાં=વિદ્વાનોને દૂષણ આપવામાં નિવેશ પામે છે. ચક્રવાતૃ પંતેર્ઘતો-ચક્રવાક પક્ષીની દૃષ્ટિ સૂર્યની દ્યુતિમાં સફામક્તિ=સંગતે કરે છે પૂવૃદ્ધ તત્તિ=ઘુવડ પક્ષીની દૃષ્ટિ અંધકારમાં સંગને કરે છે. પા Page #20 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬ શ્લોકાર્થ : સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણગ્રહણમાં નિવેશ પામે છે, ખલની બુદ્ધિ દૂષણમાં=વિદ્વાનોને દૂષણ આપવામાં, નિવેશ પામે છે. ચક્રવાક પક્ષીની દૃષ્ટિ સૂર્યની ધૃતિમાં સંગને કરે છે. ઘુવડ પક્ષીની દૃષ્ટિ અંધકારમાં સંગને કરે છે. ૫] ભાવાર્થ : વિદ્વાન પુરુષોના ગુણો સૂર્યના પ્રકાશ જેવા તત્ત્વને બતાવનારા છે, અને જેમ ચક્રવાક પક્ષીની દૃષ્ટિ સૂર્યની ઘુતિના સંગને કરે છે અર્થાત્ સૂર્યની કાંતિમાં ચક્રવાક પક્ષી ખીલી ઊઠે છે, તેમ સજ્જન પુરુષો તત્ત્વને પ્રકાશ કરનારા એવા વિદ્વાન પુરુષોના ગુણોમાં બુદ્ધિને સ્થાપન કરે છે, જેથી વિદ્વાનોના ગુણોના ગ્રહણથી સજ્જનોના ગુણોની વૃદ્ધિ થાય છે. વળી, જેમ ઘુવડ અંધકારના સંગને કરે છે, તેમ ઘુવડ જેવા ખલ પુરુષો વિદ્વાનોના ગુણોનો ત્યાગ કરીને તેઓમાં દૂષણ જોવા માટે યત્ન કરે છે, તેથી પોતાના આત્માનો વિનાશ કરે 9.11411 અવતરણિકા : વળી, દુર્જનો સજ્જનોને ઉપકાર કરે છે, તેમ બતાવીને દુર્જનની દુર્જનતા પણ સજ્જનો માટે ઉપકારી છે, તે બતાવતાં કહે છે – શ્લોક ઃ दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्तिसम्भवात् । व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ||६|| અન્વયાર્થ : રૂ.=અહીં=સંસારમાં, ટુર્નનૈ:=દુર્જન વડે સતામુપયિા=સજ્જનો ઉપર ઉપકાર કરાય છે; તદ્રુોવિનયીર્તિસમ્ભવા=કેમ કે તેમના વચનના વિજયથી કીર્તિનો સંભવ છે=દુર્જનોના આક્ષેપકારી વચનોને સજ્જન પુરુષો સમભાવથી સહન કરીને જે વિજય કરે છે તેનાથી સજ્જન પુરુષોની કીર્તિનો સંભવ Page #21 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ છે. દિ=જે કારણથી નિતતાપવિનવ-જીત્યો છે તાપનો વિપ્લવ જેણે એવી સુવશુદ્ધતા—સુવર્ણની શુદ્ધતાને વદિનરેવ યાતિનોતિ અગ્નિ જ વિસ્તાર છે. દા શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, દુર્જનો વડે સજ્જનો ઉપર ઉપકાર કરાય છે; કેમ કે તેમના વચનના વિજયથી કીર્તિનો સંભવ છે દુર્જનોના આક્ષેપકારી વચનોને સજ્જન પુરુષો સમભાવથી સહન કરીને જે વિજય કરે છે તેનાથી સજ્જન પુરુષોની કીર્તિનો સંભવ છે. દિ=જે કારણથી, જીત્યો છે તાપનો વિપ્લવ જેણે એવી સુવર્ણની શુદ્ધતાને અગ્નિ જ વિસ્તારે છે. IIII ભાવાર્થ - પૂર્વશ્લોકમાં કહ્યું તેમ દુર્જનો વિદ્વાનોને દૂષણ આપવા યત્ન કરે છે, પરંતુ સજ્જન પુરુષો તેમના વચનને સાંભળીને મોહથી આકુળ થતા નથી, પણ મધ્યસ્થ બુદ્ધિ રાખીને વિચારે છે કે દુર્જનો જે દૂષણ આપે છે, તે દૂષણો જો મારામાં હોય તો મારે તે દૂષણોને દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ, અને જો તે દૂષણો મારામાં ન હોય તો દુર્જનોના તે વચનથી કૂપિત થવાથી મારે શું ? એમ વિચારીને સજ્જનો દુર્જનોના વચનથી દુભાયા વગર સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી દુર્જનોના વચનનો વિજય કરવાથી શિષ્ટ લોકોમાં સજ્જનોની કીર્તિ વિસ્તાર પામે છે, અને સજ્જનો વિશેષરૂપે શિષ્ટ લોકોથી ગ્રાહ્ય બને છે. આ રીતે દુર્જનો વડે પુરુષો ઉપર ઉપકાર થાય છે અર્થાત્ દુર્જનોના દૂષણથી સન્દુરુષો વિશેષરૂપે જગતમાં સજનરૂપે પ્રગટ થાય છે. જેમ વહ્નિના તાપને સહન કરીને તે તાપના ઉપદ્રવને જીતનાર સુવર્ણની શુદ્ધતાને વહ્નિ જ કરે છે. તેમ ઉત્તમ પુરુષોની ઉત્તમતાનો દુર્જનો જ વિસ્તાર કરે છે. Iકા અવતરણિકા :સજ્જનની અમૃત જેવી વાણીનું સ્વરૂપ બતાવે છે – Page #22 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિહાવિંશિકાબ્લોક-૭ શ્લોક :या कलङ्किवसतेर्न सक्षया, या कदापि न भुजङ्गसङ्गता । गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ।।७।। અન્વયાર્થ : યા સક્ષયા=સક્ષય એવી જેસુધા=અમૃત ન જોવિ =કલંકીની વસ્તીથી નથી=ચંદ્રના સ્થાનથી નથી. મુનાસતા=ભુજંગની સાથે સંગતાવાળી =જે=જે સુધા ન પ ક્યારેય પણ નથી જોત્રમત્નસિક ઈન્દ્રની સભામાં યા=જે=જે સુધા =નથી સાતે રવિ સુથા=કોઈક સુધા સતાં વારિ=સંતોની વાણીમાં મતિરિd=વિશેષ પ્રકારની છે. liા શ્લોકાર્ચ - સક્ષય એવી જે સુધા, કલંકીની વસતીથી નથી ચંદ્રના સ્થાનથી નથી, ભુજંગની સાથે સંગતાવાળી જે ક્યારેય પણ નથી, ઈન્દ્રની સભામાં જે નથી, તે કોઈક સુધા સંતોની વાણીમાં વિશેષ પ્રકારની છે. IIII ભાવાર્થ - લોકમાં પ્રચલિત છે કે ચંદ્રમાંથી સુધા=અમૃત ઝરે છે અર્થાત્ શીતળતા ઝરે છે, પરંતુ તે સુધા ક્ષય પામનાર હોવાથી સંત પુરુષોની વાણીમાં રહેલી સુધા જેવી નથી. વળી, સંત પુરુષોની વાણીમાં રહેલી સુધી ક્યારેય ભુજંગ સાથે સંગત કરે તેવા સ્વભાવવાળી નથી. વળી, ઇન્દ્રની સભામાં અમૃત છે, એમ પ્રચલિત છે. તેને સામે રાખીને કહે છે કે ઇન્દ્રની સભામાં જે અમૃત નથી, એવું કોઈક અમૃત સંતોની વાણીમાં છે. માટે સંતોની વાણી વિશિષ્ટ પ્રકારના અમૃતથી યુક્ત છે. આશય એ છે કે ચંદ્ર કલંકવાળો છે, તેથી તેને કલંકી કહેવામાં આવે છે, અને તેના સ્થાનથી જે શીતળતા ઝરે છે, તે અમૃત જેવી છે; તોપણ તે ક્ષય પામનારી છે, પરંતુ સતત પ્રાપ્ત થનારી નથી. જ્યારે સંતપુરુષની વાણી તો યોગ્ય જીવોને યોગમાર્ગ બતાવીને મહાકલ્યાણનું કારણ બને તેવી શીતળતાને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સજ્જનસ્તુતિહાત્રિશિકા/બ્લોક-૭-૮ આપનાર છે. માટે ચંદ્રની શીતળતા સાથે સંતપુરુષની વાણીની શીતળતાની તુલના થાય નહિ. તથા તે વાણી સર્પ જેવા દુર્જનો સાથે ક્યારેય સંગ કરનાર નથી. વળી, ઇન્દ્રની સભામાં અમૃત છે, પણ તે સંસારના અંતનું કારણ બને તેવું નથી, ફક્ત દેહના આરોગ્યનું કારણ બને તેવું છે. જ્યારે સંતપુરુષની વાણીમાં તો કોઈક એવું અમૃત રહેલું છે, જેના કારણે યોગ્ય જીવોને તે વાણીની પ્રાપ્તિથી અમરભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે સંતપુરુષોની વાણીમાં રહેલું અમૃત જગતમાં બીજે ક્યાંય નથી. IIછા શ્લોક - दुर्जनोद्यमतपर्तुपूर्तिजात्तापतः श्रुतलता क्षयं व्रजेत् । नो भवेद्यदि गुणाऽम्बुवर्षिणी, तत्र सज्जनकृपातपात्ययः ।।८।। અન્વયાર્થ કુર્જનોથમતપર્તિનાત્તાપતા =દુર્જનોના ઉદ્યમરૂપી ગ્રીષ્મઋતુની પૂર્તિથી ઉત્પન્ન થયેલ તાપથી શ્રુતતા=શ્રુતલતા ક્ષણં વ્રનેત્રક્ષયને પામે વિજો તત્ર ત્યાં દુર્જનોના શ્રમથી થતા શ્રુતલતાના નાશમાં જુડવુáળી ગુણરૂપી પાણી વરસાવનાર સજ્જનપતિપત્ય =સજ્જનની કૃપારૂપી વર્ષાઋતુ ન મ =ન થાય. ૮. શ્લોકાર્ધ : દુર્જનોના ઉધમરૂપી ગ્રીષ્મઋતુની પૂર્તિથી ઉત્પન્ન થયેલ તાપથી શ્રુતલતા ક્ષયને પામે, જો ત્યાં દુર્જનોના શ્રમથી થતા શ્રુતલતાના નાશમાં, ગુણરૂપી પાણીને વરસાવનાર સજ્જનની કૃપારૂપી વર્ષાઋતુ ન થાય. ll ભાવાર્થ - ઉનાળાના તાપમાં વૃક્ષો બળીને ક્ષય પામે છે, અને ઉનાળા પછી ચોમાસાની ઋતુ ન આવે, તો તો તે વૃક્ષો અવશ્ય નાશ પામે, પરંતુ કુદરતની વ્યવસ્થા પ્રમાણે ઉનાળાના તાપ પછી વર્ષાઋતુ આવે છે જ જેથી વૃક્ષો નવપલ્લવિત થાય છે. તે રીતે દુર્જનો તત્ત્વને જોવાની દૃષ્ટિવાળા હોતા નથી, માત્ર આલોકના Page #24 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૮-૯ પદાર્થોને જોનારા હોય છે. તેથી તેઓ નાસ્તિકવાદનો વિસ્તાર કરીને શ્રુતલતાનો વિનાશ કરે છે. વળી, કેટલાક દુર્જનો પરલોકને માનનારા હોય છે, તોપણ સ્વમતિ અનુસાર શાસ્ત્રોને જોડીને સર્વજ્ઞના વચનરૂપ શ્રુતલતાનો નાશ કરે છે. આમ છતાં જેમ ઉનાળા પછી વર્ષાઋતુ આવે છે, અને ક્ષય પામેલાં વૃક્ષોને નવપલ્લવિત કરે છે, તેમ જગતમાં દુર્જન પુરુષોથી શ્રુતલતાનો નાશ થતો હોય ત્યારે કોઈક ઉત્તમ પુરુષો પણ જગતમાં થાય છે, જેઓ ગુણરૂપી અમૃતની વર્ષા કરીને શ્રુતલતાને નવપલ્લવિત કરે છે અર્થાત્ ભગવાનના શ્રુતજ્ઞાનને યથાવતું પ્રકાશન કરીને દુર્જનોથી થતા શ્રતના નાશથી શ્રતનું રક્ષણ કરે છે. આનાથી એ ફલિત થાય કે પ્રસ્તુત બત્રીશીમાં “સજ્જન' શબ્દથી લોકમાં જે સારી પ્રકૃતિવાળા હોય છે, તેવા સજ્જનોને ગ્રહણ કરેલ નથી, પરંતુ તત્ત્વદૃષ્ટિથી જેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે ઉદ્યમ કરે છે, જાણીને ભગવાનના વચનનું સમ્યક પ્રકાશન કરે છે અને સ્વયં ભગવાનના વચન અનુસાર સમ્યક પ્રવૃત્તિ કરીને સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે, તેવા સજ્જનોને ગ્રહણ કરીને સ્તુતિ કરેલ છે. આથી જ કહ્યું કે તેવા સજ્જન પુરુષની કૃપાથી ભગવાને કહેલી શ્રુતલતા પલ્લવિત થાય છે; અને જો આવા સજ્જન પુરુષો જગતમાં ન હોય તો સ્વમતિ અનુસાર ચાલનારા અને સ્વમતિ અનુસાર શાસ્ત્રના અર્થને કહેનારા દુર્જનોથી શ્રુતલતાનો વિચ્છેદ થાય, પરંતુ ઉત્તમ પુરુષોથી જ શ્રુતલતા સુરક્ષિત રહે છે. Iટા શ્લોક :तन्यते सुकविकीर्तिवारिधौ दुर्जनेन वडवानलव्यथा । सज्जनेन तु शशाङ्ककौमुदीसङ्गरङ्गवदहो महोत्सवः ।।९।। અન્વયાર્થ:સુવાર્તિવાધિ=શુકવિતા કતિરૂપી સમુદ્રમાં દુર્ગનેન વાનસ્તવ્યથાદુર્જન વડે વડવાનલની વ્યથા તજતે વિસ્તાર કરાય છે. તું વળી દો આશ્ચર્ય છે લગ્નને સજ્જન વડે શશીર્વમુવીરાવ સુકવિતા કીર્તિરૂપી સાગરમાં ચંદ્રના કૌમુદીના સંગના રંગની જેમ મહોત્સવ =મહોત્સવ વિસ્તાર કરાય છે. II૯. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૯-૧૦ શ્લોકાર્થ ઃ સુકવિના કીર્તિરૂપી સમુદ્રમાં દુર્જન વડે વડવાનલની વ્યથા વિસ્તાર કરાય છે. વળી અહો ! સજ્જન વડે સુકવિના કીર્તિરૂપી સાગરમાં ચંદ્રનાં કૌમુદીના સંગના રંગની જેમ મહોત્સવ વિસ્તાર કરાય છે. cl ભાવાર્થ: ભગવાનના શાસનના મર્મને જાણનારા સુકવિઓ જગતમાં તત્ત્વનું પ્રકાશન કરનારા છે, અને તે સુકવિઓના કીર્તિરૂપી સમુદ્રમાં દુર્જન પુરુષો સ્વમતિ પ્રમાણે અર્થો કરીને વડવાનલની વ્યથા વિસ્તારે છે અર્થાત્ દુર્જનના તે પ્રકારના કરાયેલા અર્થોને કારણે સુકવિઓએ કરેલા શાસ્ત્રવચનના અર્થો લોકોને વિપરીત ભાસવાથી સુકવિઓની કીર્તિની હાનિ થાય છે. જેમ સમુદ્રમાં વડવાનલ ઉત્પન્ન થાય તો સમુદ્રનું પાણી શોષાય છે, તેમ દુર્જન પુરુષ સુકવિઓના પદાર્થોને વિપરીતરૂપે રજૂ કરે છે, તેથી સુકવિઓની કીર્તિની હાનિ થાય છે. વળી, જેમ સમુદ્રમાં ચંદ્ર અને કૌમુદીના=અશ્વિનમાસના પૂર્ણિમાના સંગનો રંગ થાય ત્યારે સમુદ્રના તટે લોકો ભેગા થઈને કૌમુદી ઉત્સવ કરે છે તે વખતે તે સમુદ્રમાં મહોત્સવ થતો હોય તેવું દેખાય છે. તેમ સજ્જન પુરુષો સુકવિઓએ કહેલા શાસ્ત્રીય પદાર્થોને તે રીતે સ્પષ્ટ કરે છે, જેથી મંદ બુદ્ધિવાળા જીવો પણ તે સુકવિઓના વચનના મર્મને જાણીને આનંદિત થાય છે. તેથી તેવા સજ્જન પુરુષો સુકવિઓના કીર્તિરૂપી સમુદ્રમાં મહોત્સવના વિસ્તારને કરે છે. ાલા શ્લોક ઃ यद्यनुग्रहपरं सतां मनो दुर्जनात् किमपि नो भयं तदा । सिंह एव तरसा वशीकृते किं भयं भुवि शृगालबालकात् ।।१०।। અન્વયાર્થ: વિ=જો તાં=સંતોના અનુગ્રહપર=અનુગ્રહના ગ્રહણમાં તત્પર મનો= મત હોય તેવા=તો સુર્ખનાત્ વિપિ=દુર્જનથી કોઈ પણ નો મયં=ભય નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સજ્જનસ્તુતિદ્વાત્રિશિકા/શ્લોક-૧૦-૧૧ સિર તરસા વશીવૃતેઃસિંહને જ શીધ્ર વશ કરાયે છતે શુIIનવાર્તવ= શિયાળના બાળથી મુવિ જગતમાં વિ મયં-શું ભય હોય ?=ભય હોય નહિ. ૧૦ શ્લોકાર્થ : જો સંતોના અનુગ્રહના ગ્રહણમાં તત્પર મન હોય તો દુર્જનથી કોઈપણ ભય નથી. સિંહને જ શીઘ વશ કરાયે છતે શિયાળના બાળથી જગતમાં શું ભય હોય? અર્થાત્ ભય હોય નહિ. IlRoll ભાવાર્થ : જો કોઈ વિવેકી પુરુષ સંતપુરુષના અનુગ્રહને ગ્રહણ કરવામાં તત્પર એવું પોતાનું મન કરી શકે તો તે પુરુષ સ્વ સામર્થ્ય અનુસાર સંતપુરુષનાં વચનને જ જાણવા માટે યત્ન કરે છે. તેથી તેવા પુરુષને દુર્જનથી કોઈ ભય રહેતો નથી. આશય એ છે કે સર્વજ્ઞનું વચન આગમ છે, અને આગમના પદાર્થોને યથાર્થ પ્રકાશન કરનારા સંતપુરુષો છે. આવો નિર્ણય કરીને સંતપુરુષો જે કહે છે તેના પરમાર્થને જાણવા માટે જે પુરુષનું ચિત્ત સદા પ્રવર્તતું હોય તેવા પુરુષને શાસ્ત્રવચનના અર્ધપરમાર્થને જાણનારા દુર્જનથી કોઈ ભય રહેતો નથી; કેમ કે આપ્ત પુરુષોના વચનથી તેમની મતિ અત્યંત ભાવિત છે. તેથી દુર્જનો પદાર્થને યથાતથા સ્થાપન કરે તો પણ તેમના વચનને વશ થઈને તે પુરુષ સંતપુરુષોના અનુગ્રહમાં તત્પર એવા મનનો ત્યાગ કરતો નથી. જેમ કોઈએ સિંહને જ શીધ્ર વશ કરેલો હોય તેવા પુરુષને શિયાળના બચ્ચાથી ભય રહેતો નથી, તેમ જેણે સંતપુરુષોના અનુગ્રહ પરાયણ સિંહ જેવા પોતાના મનને શીધ્ર વશ કર્યું છે, તેઓને શિયાળના બચ્ચા જેવા દુર્જનના વચનથી તત્ત્વવિષયક વિભ્રમ થતો નથી, માટે દુર્જનોથી કોઈ ભય નથી./૧૦II શ્લોક : खेदमेव तनुते जडात्मनां सज्जनस्य तु मुदं कवेः कृतिः । स्मेरता कुवलयेऽब्जपीडनं(ऽम्बुजे व्यथा) चन्द्रभासि भवतीति ફિસ્થિતિઃ સારા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સજ્જન સ્તુતિહાત્રિશિકા/બ્લોક-૧૧ અન્વયાર્થ: વેઃ વૃતિ =કવિની કૃતિ ઉત્તમ પુરુષોની શાસ્ત્રરચના નડાત્મનાં જડ આત્માઓના વેતવ=પેદને જ તનુત્તે વિસ્તારે છે તુવળી સન્નનસ્થ સજ્જનનાં મુદ્દે આનંદને વિસ્તાર છે. જે કારણથી ચન્દ્રમસિ-ચંદ્રભાસી એવા વન-કુવલયમાં ઐરતા=વિકસ્વરતા સબ્યુને કમળમાં વ્યથા=વ્યથા ભવતિ થાય છે રૂતિ એ પ્રમાણેની સ્થિતિ =સ્થિતિ છે. ૧૧૫ શ્લોકાર્થ : કવિની કૃતિ–ઉત્તમ પુરુષોની શાસ્ત્રરચના, જડ આત્માઓના ખેદને જ વિસ્તારે છે, વળી, સજ્જનના આનંદને વિસ્તાર છે હિં=જે કારણથી, ચંદ્રભાસી એવા કુવલયમાં મેરતા=વિકસ્વરતા, થાય છે. અને ચંદ્ર ઉદય પામે ત્યારે કમળમાં વ્યથા થાય છે, એ પ્રમાણેની સ્થિતિ છે. II૧૧ ભાવાર્થ : ઉત્તમ પુરુષોની કૃતિ તત્ત્વને બતાવનારી છે, સર્વજ્ઞના વચન અનુસારી છે. આમ છતાં જેઓ જડબુદ્ધિવાળા છે, તેઓ સ્વમતિ અનુસાર શ્રુતના અર્થો કરે છે, તેઓને ઉત્તમ પુરુષોનાં વચનો સ્વમાન્યતા સાથે સંગત ન જણાય ત્યારે ખેદ જ ઉત્પન્ન થાય છે અર્થાત્ “આ મહાત્માએ આ રીતે અસંબદ્ધ પદાર્થ બતાવીને માર્ગનો લોપ કર્યો છે” એમ વિચારીને તેઓની કૃતિ પ્રત્યે અનાદરવાળા થાય છે. વળી, સજ્જન પુરુષો તો ઉત્તમ પુરુષોની કૃતિ જોઈને આનંદિત થાય છે અને વિચારે છે કે સર્વજ્ઞનાં વચનો અતિગંભીર છે, તેનો પરમાર્થ પામવો અતિદુષ્કર છે, આ મહાત્મા કવિએ ગ્રંથરચના કરીને તે ગંભીર પદાર્થ આપણને બોધ થાય તે રીતે સ્પષ્ટ કરેલ છે. તેથી પોતાને તત્ત્વની પ્રાપ્તિ થવાથી સજ્જનો આનંદિત થાય છે. આ કથનને જ દૃષ્ટાંતથી બતાવે છે – જેમ ચંદ્રભાસી એવા કુવલય=ચંદ્રવિકાસી એવાં કમળો ચંદ્રના આગમનકાળમાં વિકસી ઊઠે છે, તેમ સજ્જન પુરુષો કવિની કૃતિથી આનંદિત થાય છે; અને રાત્રે બિડાઈ જવાના સ્વભાવવાળાં કમળો ચંદ્રના આગમનથી વ્યથા પામે છે અર્થાત્ બિડાઈ જાય છે, તેમ કવિઓની ઉત્તમ કૃતિઓથી જડ આત્માઓ વ્યથા પામે છે, એ પ્રકારે લોકસ્થિતિ છે. ll૧૧ાા Page #28 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ શ્લોક ઃ न त्यजन्ति कवयः श्रुतश्रमं संमुदेव खलपीडनादपि । स्वोचिताऽऽचरणबद्धवृत्तयः साधवः शमदमक्रियामिव ।। १२ ।। અન્વયાર્થ: સ્વોચિતાઽડઘરાવદ્ધવૃત્તય: સાધવ: રામમંવિાં વ=સ્વઉચિત આચરણામાં બદ્ધ વૃત્તિવાળા સાધુઓ જેમ ન ત્યન્તિ=શમદમની ક્રિયાને છોડતા નથી. વયઃ–તેમ કવિઓ સંમુદ્દેવ=સંમોદને કારણે જ=શ્રુતરચના કરવામાં પ્રમોદને કારણે જ હતપીડનાપિ=ખલના પીડનથી પણ શ્રુતશ્રમં=શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી. ।।૧૨। ૧૫ શ્લોકાર્થ : જેમ સ્વઉચિત આચરણામાં બદ્ધ વૃત્તિવાળા સાધુઓ શમદમની ક્રિયાને છોડતા નથી, તેમ કવિઓ સંમોદને કારણે જ=શ્રુતરચના કરવામાં પ્રમોદને કારણે જ, ખલના પીડનથી પણ શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી. ।।૧૨।! 4. ‘હાપીડનાવિ’માં ‘પિ’થી એ કહેવું છે કે ખલનું પીડન ન હોય તો તો કવિઓ શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી જ-પરંતુ ખલનું પીડન હોય તોપણ શ્રુતના શ્રમનો ત્યાગ કરતા નથી. ભાવાર્થ : સુસાધુઓ પોતાની ભૂમિકાને ઉચિત આચરણામાં બદ્ધ મનોવૃત્તિવાળા હોય છે. તેથી જે પ્રવૃત્તિથી કષાયોનું શમન અને ઇન્દ્રિયોનું દમન થતું હોય તેવી ક્રિયાને છોડતા નથી, પરંતુ શક્તિના પ્રકર્ષથી શમદમની ક્રિયામાં ઉદ્યમશીલ રહે છે, તેમ કવિઓને શ્રુતમાં શ્રમ કરવામાં અત્યંત આનંદ હોય છે; કેમ કે શ્રુતમાં કરાતા શ્રમથી શાસ્ત્રના શ્રવણથી બોધ કરાયેલા પદાર્થોનું મનન થાય છે. તેથી તે શ્રુત પોતાના આત્મામાં સ્થિરભાવને પામે છે, અને નવી નવી શ્રુતરચના કરવાથી શ્રુતની ભક્તિ થાય છે. તેથી જે કવિઓને શ્રુતનું મનન કરીને તેને સ્થિર કરવામાં અને નવી નવી શ્રુતરચના કરીને શ્રુત પ્રત્યે ભક્તિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨-૧૩ કરવામાં આનંદ આવે છે, એવા કવિઓની રચનામાં ખલ પુરુષો દૂષણ કાઢીને પીડન કરતા હોય તોપણ તે કવિઓ શ્રુતધર્મના વિસ્તારની પ્રવૃત્તિનો ત્યાગ કરતા નથી. ૧ા શ્લોક ઃ नव्यतन्त्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः । नैव भारभयतो विमुच्यते शीतरक्षणपटीयसी पटी ।। १३ ।। અન્વયાર્થ: સતાં રસ્તે:=સંતોને રતિ હોવાના કારણે=બુધ પુરુષો વડે રચાયેલા ગ્રંથોને જોઈને સંતોને પ્રીતિ થતી હોવાના કારણે સ્વત્તણેવતઃ=ખલના ખેદથી ઘુઘ:=બુધો વડે નવ્યતત્ત્વચનં=નવા ગ્રંથનું રચન ન ત્યખ્યતે-ત્યાગ કરાતું નથી, મારમયતઃ=ભારના ભયથી=વસ્ત્રને ધારણ કરવામાં પ્રાપ્ત થતા ભારના ભયથી શીતરક્ષાપટીવસી=ઠંડીના રક્ષણમાં સમર્થ એવું પી=વસ્ત્ર, નૈવ વિમુક્તે=ત્યાગ કરાતું નથી જ. ।।૧૩।। શ્લોકાર્થ : સંતોને રતિ હોવાના કારણે=બુધ પુરુષો વડે રચાયેલા ગ્રંથોને જોઈને સંતોને પ્રીતિ થતી હોવાના કારણે, ખલના ખેદથી બુધો વડે નવા ગ્રંથનું રચન ત્યાગ કરાતું નથી. ભારના ભયથી=વસ્ત્રને ધારણ કરવામાં પ્રાપ્ત થતા ભારના ભયથી, ઠંડીના રક્ષણમાં સમર્થ એવું વસ્ત્ર ત્યાગ કરાતું નથી જ. ||૧૩|| ભાવાર્થ: બુધ પુરુષોને પૂર્વના મહાપુરુષોના ગ્રંથોમાંથી પ્રાપ્ત થયેલા ગંભીર પદાર્થોને જોઈને રિત થાય છે તેમજ તે મહાપુરુષોના પદાર્થોને સ્પષ્ટ ક૨વા અર્થે કરાતા શ્રમથી તે શાસ્ત્રીય પદાર્થોનું મનન થાય છે તેમાં રતિ હોય છે. તેથી પોતાનાથી અલ્પમતિવાળા જીવોના ઉપકાર અર્થે અને પોતાના સ્મરણ અર્થે નવી રચના કરવાનો બુધ પુરુષોને ઉલ્લાસ હોય છે, તેથી પોતાની કૃતિથી ખલ પુરુષોને ખેદ થતો હોય તોપણ બુધ પુરુષો તે રચના કરવાનો ત્યાગ કરતા નથી. જોકે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સજ્જનસ્તુતિહાવિંશિકા/બ્લોક-૧૩-૧૪ બુધ પુરુષો સર્વ ઉદ્યમથી સર્વ જીવોના ખેદના નિવારણ માટે યત્ન કરનારા હોય છે, તેથી કોઈને ખેદ થાય તેવી પ્રવૃત્તિ કરે નહિ. આમ છતાં, યોગ્ય જીવોને પોતાના નવા ગ્રંથની રચનાથી તત્ત્વની પ્રાપ્તિ થતી હોવાને કારણે અને સ્વને પણ ઉપકાર થતો હોવાના કારણે ખલના ખેદની ઉપેક્ષા કરીને પણ બુધ પુરુષો નવા ગ્રંથની રચના કરે છે. જેમ ઠંડીના રક્ષણ માટે સમર્થ એવું વસ્ત્ર ધારણ કરવાથી થતા ભારના ભયથી કોઈ વિવેકી પુરુષ તેનો ત્યાગ કરે નહિ, તેમ બુધ પુરુષો પણ ખલના ખેદના ભયથી સ્વ પરના કલ્યાણનું પરમ કારણ એવા નવ્ય ગ્રંથની રચનાનો ત્યાગ કરતા નથી. ૧૩ શ્લોક :-- आगमे सति नवः श्रमो मदान स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत् सोऽयमित्यथ सतां सदुत्तरम् ।।१४।। અન્વયાર્થ: માનને સતિ-આગમ હોતે છત=સર્વજ્ઞતાં વચનરૂ૫ આગમ વિદ્યમાન હોતે છતે નવઃ શ્રમ =નવો શ્રમ-નવાં શાસ્ત્ર રચવાનો શ્રમ મા=મદથી થાય છે સ્થિત્તે =સ્થિતિથી નહિ શાસ્ત્રમર્યાદાથી નહિ ત એ પ્રમાણે રવજોન ફૂષ=ખલ વડે દૂષણ અપાય છે. નથી=સમુદ્રમાં નોઃ રૂવ=નાવની જેમ=સમુદ્રમાં વાવથી પ્રવેશ થાય છે એની જેમ સો કથં તે આeગ્રંથકારશ્રીએ તવા ગ્રંથની રચના કરી તે આ રૂદ=અહીં=આગમમાં પ્રવેશવૃ=પ્રવેશ કરાવનાર છે તિ એ પ્રમાણે રથ ત=સપુરુષોતો સત્તર—સઉત્તર છે ખલના દૂષણનો યથાર્થ ઉત્તર છે. ૧૪ શ્લોકાર્ય : આગમ હોતે છતે સર્વજ્ઞનાં વચનરૂપ આગમ વિદ્યમાન હોતે છતે, નવો શ્રમ-નવાં શાસ્ત્ર રચવાનો શ્રમ મદથી થાય છે, સ્થિતિથી નહિષશાસ્ત્રમર્યાદાથી નહિ, એ પ્રમાણે ખલ વડે દૂષણ અપાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સજ્જનસ્તુતિદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ સમુદ્રમાં નૌકાની જેમ=સમુદ્રમાં નાવથી પ્રવેશ થાય છે એની જેમ, તે આeગ્રંથકારશ્રીએ નવા ગ્રંથની રચના કરી તે, આ અહીં આગમમાં પ્રવેશ કરાવનાર છે, એ પ્રમાણે સત્પુરુષોનો સઉત્તર છે ખલના દૂષણનો યથાર્થ ઉત્તર છે. II૧૪ll ભાવાર્થ : કેટલાક જીવો આત્મકલ્યાણ અર્થે ધર્મમાં પ્રવૃત્તિ કરતા હોય, તોપણ બુદ્ધિની વકતાને કારણે વિચારે છે કે સર્વજ્ઞકથિત આગમ છે, આત્મકલ્યાણ માટે ઉપકારક આગમનાં વચનો છે ત્યારે જે મહાત્માઓ નવા નવા ગ્રંથોનો શ્રમ કરે છે, તેઓને પોતાની શક્તિ જગતને બતાવવાનો મદ છે. જો પોતાની શક્તિ જગતને બતાવવાનો મદ ન હોય તો લોકોને આગમના જ પરમાર્થો બતાવવા જોઈએ, પરંતુ પોતે કંઈક જાણે છે, તેમ માનીને પોતાની સ્વતંત્ર રચના કરવી જોઈએ નહિ. આમ કહીને જેઓ શાસ્ત્રમર્યાદાથી નવા ગ્રંથની રચના ઉચિત નથી, એ પ્રમાણે કહીને પૂર્વના મહાપુરુષોએ કરેલી શાસ્ત્રરચનાને દૂષિત કરે છે, અને વર્તમાનમાં પણ કોઈ મહાત્મા લોકોના ઉપકાર અર્થે નવી શાસ્ત્રની રચના કરતા હોય તેને દૂષિત કરે છે, તેઓ ખલ છે. તેવા ખેલ પુરુષો વડે અપાયેલા દૂષણનો સઉત્તર આપીને સંતપુરુષો તે દોષોનો પરિહાર કરતાં કહે છે કે જેમ સમુદ્રમાં પ્રવેશ દુષ્કર હોય ત્યારે નાવ દ્વારા સમુદ્રમાં પ્રવેશ થઈ શકે છે, તેમ સમુદ્ર જેવા સર્વજ્ઞના વચનરૂપ આગમમાં મંદ મતિવાળા જીવોનો પ્રવેશ થઈ શકતો ન હોય ત્યારે સંતપુરુષો દ્વારા કરાયેલા નવા ગ્રંથની રચનાથી તેઓનો આગમમાં પ્રવેશ થઈ શકે છે. તેથી સંતપુરુષો યોગ્ય જીવોના ઉપકાર અર્થે નવી ગ્રંથરચના કરે છે, પરંતુ મદથી નવી ગ્રંથરચના કરતા નથી. અહીં વિશેષ એ છે કે આગમનાં વચનો વાંચવા માત્રથી કે સાંભળવા માત્રથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી, પરંતુ આગમ જે પદાર્થો જે તાત્પર્યથી કહે છે, તે તાત્પર્યનો બોધ થાય તો જ આગમ કલ્યાણનું કારણ બને છે. વળી, આગમનાં વચનો અતિગંભીર છે, મંદ બુદ્ધિવાળા જીવો તેના પરમાર્થને પામી શકે તેમ નથી. તેથી ગીતાર્થ પુરુષો આગમના પરમાર્થને પ્રાપ્ત કરીને પોતાનાથી Page #32 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ ૧૯ મંદ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે નવાં શાસ્ત્રોની રચનાનો શ્રમ કરે છે. તેથી સંતપુરુષો યોગ્ય જીવોને આગમના પરમાર્થની પ્રાપ્તિ થાય તે આશયથી નવી શાસ્ત્રરચનાનો શ્રમ કરે છે. માટે સજ્જનોનો શાસ્ત્રરચનાનો શ્રમ દોષરૂપ નથી. ll૧૪ના અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે સંતોની નવી રચના યોગ્ય જીવોને આગમમાં પ્રવેશ કરાવનાર છે. માટે નવી રચનાનો શ્રમ દોષરૂપ નથી. ત્યાં દુર્જન અન્ય શું દોષ આપે છે ? તે બતાવીને નિરાકરણ કરે છે – શ્લોક :पूर्वपूर्वतनसूरिहीलना नो तथापि निहतेति दुर्जनः । तातवागनुविधायिबालवनेयमित्यथ सतां सुभाषितम् ।।१५।। અન્વયાર્થ: તથાપિ તોપણ પૂર્વપૂર્વતનસૂરિન્દરના=પૂર્વપર્વતન સૂરિની હલના નો નિહતા=હણાઈ નથી=નવી રચનાથી હીલના દૂર થઈ નથી કૃતિ એ પ્રમાણે દુર્બન =દુર્જન કહે છે. તાતવાનુવિધાવવાન્સવ–પિતાની વાણીના અનુવિધાથી એવા બાળની જેમ જ રૂદં=આ નથી=નવા ગ્રંથની રચનાથી પૂર્વપર્વતન સૂરિની હીલના નથી રૃતિ એ પ્રમાણે અથ સતા સુમતિ=સંતોનું સુભાષિત છે સંતપુરુષોનું સમાધાન છે. ૧૫ શ્લોકાર્ચ - તોપણ પૂર્વપૂર્વતન સૂરિની હીલના હણાઈ નથી=નવી રચનાથી હીલના દૂર થઈ નથી, એ પ્રમાણે દુર્જન કહે છે. પિતાની વાણીને અનુસરનાર એવા બાળની જેમ, આ નથી=નવા ગ્રંથની રચનાથી પૂર્વપૂર્વતન સૂરિની હીલના નથી, એ પ્રમાણે સંતોનું સુભાષિત છે=સંતપુરુષોનું સમાધાન છે. II૧૫II. આ શ્લોકમાં ‘થ' શબ્દ પાદપૂર્તિ માટે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ ભાવાર્થ પૂર્વના શ્લોકમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી બતાવ્યું કે સજ્જનો જે નવી રચના કરે છે, તે આગમરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવા માટે નાવ જેવી છે, માટે દોષરૂપ નથી. ત્યાં દુર્જન કહે છે કે તોપણ પૂર્વપૂર્વતન સૂરિઓએ જે રચના કરી છે, તેઓની રચના ઝાંખી પડે અને તમારી રચના પ્રકાશનમાં આવે તે પ્રકારનો નવી રચનાનો શ્રમ છે. તથા આ નવી રચનાથી પૂર્વસૂરિઓની હીલના થાય છે માટે આ નવી રચના કરવી ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં સંતપુરુષો કહે છે કે જેમ કોઈ બાળક પિતાના વચનને અનુસરતો હોય અને પિતાનું વચન જ કોઈને કહેતો હોય તો તે પિતાના વચનના કથનથી પિતાની હીલના થતી નથી. તેમ વર્તમાનમાં પણ કોઈ સજ્જન પુરુષ પૂર્વપૂર્વસૂરિઓએ જે રચના કરી છે, તેમના વચનોના પરમાર્થનો બોધ કરીને યોગ્ય જીવોને તે વચનોનું તાત્પર્ય પ્રાપ્ત થાય તે માટે નવી ઋતરચના કરે, તો તે નવી શ્રુત રચના પૂર્વપૂર્વતન સૂરિની હીલનારૂપ નથી, પરંતુ તેમનાં જ વચનોને જગતમાં ઉભાસન કરીને તેમની મહત્તાને બતાવનાર છે, એ પ્રકારે સજજન પુરુષોનું સમાધાન છે. [૧પા અવતરણિકા : પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી કહ્યું કે સજ્જનોની નવી રચનાથી પૂર્વપૂર્વતન સૂરિની હીલતા નથી. ત્યાં દુર્જન નવો દોષ બતાવે છે તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે – બ્લોક :किं तथापि पलिमन्थमन्थरैरत्र साध्यमिति दुर्जनोदिते । स्वान्ययोरुपकृतिर्नवा मतिश्चेति सज्जननयोक्तिरर्गला ।।१६।। અન્વયાર્થ: તથાપિ તોપણ પત્રિમંથનંથ =પલિમંથમંથર એવી નવી રચનાથી=પૂર્વસૂરિઓની રચનાનું અધ્યયન કરવામાં પ્રમાદ કરાવનાર એવી નવી રચનાથી સત્ર=અહીં તત્ત્વની પ્રાપ્તિમાં લિં-સાણં=સાધ્ય છે? અર્થાત્ કંઈ સાધ્ય For Private, & Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૬ તથી તિએ પ્રમાણે સુર્બન હિતે= દુર્જન વડે કહેવાય છત, વાચવોપતિ=સ્વઅન્યની ઉપકૃતિ=સ્વ-અત્યનો ઉપકાર =અને નવા=લવી મતિ સ્મૃતિ થાય તિ=એ પ્રમાણે સર્જનનોવિત =સજ્જતની દષ્ટિનું કથન તા= અર્ગલા છે. ૧૬ શ્લોકાર્ચ - તોપણ પલિમંથમંથર એવી નવી રચનાથી=પૂર્વસૂરિઓની રચનાનું અધ્યયન કરવામાં પ્રમાદ કરાવનાર એવી નવી રચનાથી, અહીં-તત્ત્વની પ્રાપ્તિમાં શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ સાધ્ય નથી, એ પ્રમાણે દુર્જનો વડે કહેવાય છતે સ્વ અન્યની ઉપકૃતિ=સ્વ-અ નો ઉપકાર અને નવી મતિ થાય, એ પ્રમાણે સજ્જનોની દષ્ટિનું કથન અર્ગલા છે. I૧૬ાાં ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે નવી શ્રુત રચનાથી પૂર્વપૂર્વતનસૂરિઓની હીલના થતી નથી. ત્યાં દુર્જન કહે છે કે તો પણ તમે જ્યાં જ્યાં નવી શ્રત રચના કરો છો, તેનાથી પૂર્વપૂર્વ સૂરિઓના ગ્રંથોની રચનામાં પલિમંથ પ્રાપ્ત થાય છે પૂર્વપૂર્વતન સૂરિઓના ગ્રંથને વાંચવાની પ્રવૃત્તિ બંધ થાય છે. તેથી તમારા ગ્રંથોની રચના પૂર્વસૂરિઓના ગ્રંથોના અધ્યયનની પ્રવૃત્તિમાં શિથિલતા કરનાર છે. તેથી તેવી નવી રચનાથી શું સાધ્ય છે ? અર્થાત્ “તે રચનાનું કોઈ ફળ નથી, પરંતુ યોગ્ય જીવોને પૂર્વસૂરિઓના ગ્રંથથી જે ઉપકાર થવાનો હતો, તેમાં વિપ્નભૂત એવી તમારી આ નવી રચના છે” એ પ્રકારનું દુર્જનનું વચન છે. ત્યાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વઅન્યનો ઉપકાર અને નવી મતિની પ્રાપ્તિ એ નવી ગ્રંથરચનાનું પ્રયોજન છે, એ પ્રકારની સજ્જનની નય ઉક્તિ દુર્જનના વચનને અટકાવવા માટે અર્ગલા છે. આશય એ છે કે નવા ગ્રંથની રચના કરનાર મહાત્મા પૂર્વસૂરિઓનાં વચનોને યુક્તિથી અને અનુભવથી જોડીને નવી રચના કરે છે, તેથી પૂર્વસૂરિઓનાં વચનોનું શ્રવણ કર્યા પછી નવા ગ્રંથની રચનાકાળમાં પૂર્વસૂરિઓનાં વચનોનું મનન થાય છે, જેથી રચના કરનાર મહાત્માનું ચિત્ત પૂર્વસૂરિઓનાં વચનથી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૬-૧૭ ભાવિત બને છે. તેથી તે નવી રચનાથી પોતાના ઉપર ઉપકાર થાય છે. વળી, પૂર્વના મહાપુરુષોનાં વચનોને યુક્તિથી અને અનુભવથી જોડીને કરાયેલી નવી રચનાથી અન્ય યોગ્ય જીવોને પણ પૂર્વના મહાપુરુષોના વચનનું તાત્પર્ય પ્રાપ્ત થાય છે. તેથી અન્ય યોગ્ય જીવોને પણ નવી રચનાથી ઉપકાર થાય છે. તથા, પૂર્વસૂરિઓનાં વચનોને ગ્રહણ કરીને યુક્તિ અને અનુભવ અનુસાર તે ગ્રંથની રચના કરવાના કાળમાં નવી નવી મતિનો ઉન્મેષ થાય છે. તેથી નવી મતિની પ્રાપ્તિ થવારૂપ પોતાનો ઉપકાર થાય છે, એ પ્રકારે સજ્જનની દૃષ્ટિનું કથન દુર્જનના વચનને અટકાવવા માટે અર્ગલા જેવું છે. આવા અવતરણિકા : શ્લોક-૧૨થી ૧૬ સુધી જે કાંઈ ગ્રંથકારશ્રીએ કહ્યું, તે સર્વ પૂ. હરિભદ્રસૂરિજીની પ્રથમ વિંશિકાના આધારે કહેલ છે. તે બતાવીને તેનાથી સજ્જનોને શું લાભ થાય છે ? તે બતાવતાં કહે છે – શ્લોક :सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम्। चारुतां व्रजति सज्जनस्थिति क्षतासु नियतं खलोक्तिषु ।।१७।। અન્વયાર્થ : લંકઆ શ્લોક-૧૨થી ૧૬ સુધી ગ્રંથકારે કહ્યું એ સાર —પ્રસંગ સહિત ગાવિંશિવલોપમે=આવિંશિકાના ઉપક્રમમાં મતિમતા=મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ ૩૫વિતzઉપપાદન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે પૂ. હરિભદ્રસૂરિએ વિંશતિર્વિશિકામાં આ સર્વ પ્રસંગ કેમ ઉપપાદન કરેલ છે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – નક્ષતાસુ અક્ષત એવી નિયતંત્રનિયત રત્નોવિતપુEખલની ઉક્તિ હોતે છતે સળસ્થિતિ=સજ્જનની સ્થિતિ=સજ્જનની નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિ વાતાં ચારુતાને પ્રતિષ્ઠાને, રતિઃપામતી નથી. તેથી પૂ. હરિભદ્રસૂરિએ વિંશિકામાં ખલની ઉક્તિઓનું નિરાકરણ કરેલ છે.) ૧૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૭ શ્લોકાર્ચ - આ શ્લોક-૧૨થી ૧૬ સુધી ગ્રંથકારે કહ્યું એ પ્રસંગસહિત આઘ વિંશિકાના ઉપક્રમમાં મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ ઉપપાદન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે પૂ. હરિભદ્રસૂરિજીએ વિંશતિ વિંશિકામાં આ સર્વ સપ્રસંગ કેમ ઉપપાદન કરેલ છે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – અક્ષત એવી નિયત ખલની ઉક્તિ હોતે છતે સજ્જનની સ્થિતિ સજ્જનની નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિ, ચારુતાને પામતી નથી=પ્રતિષ્ઠાને પામતી નથી. (તેથી પૂ. હરિભદ્રસૂરિજીએ આધ વિંશિકામાં ખલની ઉક્તિઓનું નિરાકરણ કરેલ છે.) II૧૭ના ભાવાર્થ : પૂ. હરિભદ્રસૂરિજીએ વિંશતિવિશિકા નામનો ગ્રંથ રચેલ છે. તેમાં પ્રથમ વિંશિકામાં આગળની વિંશિકામાં કહેવાનારા વિષયોનું વર્ણન કરેલ છે. ત્યાં પ્રસંગથી તેમને સ્મરણ થયું કે પોતે જે ગ્રંથરચનાઓ કરે છે, તે ખલપુરુષોને માન્ય નથી, અને તેઓ કેવાં કેવાં દૂષણો આપીને તેમની આ ગ્રંથરચના અનુચિત છે, તેમ કહેશે ? અને પોતાની રચનાથી જે લોકોને ઉપકાર થવાનો છે, તેમાં તે ખલનાં વચનો કઈ રીતે બાધક બનશે ? તેનું પ્રસંગથી સ્મરણ થયું. તેથી પ્રસંગથી સ્મરણ થયેલા તે પદાર્થોનું ગ્રંથમાં કથન કરવું ઉચિત છે, તેમ જણાવવાથી મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ પ્રથમ વિશિકાના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથના શ્લોક-૧૨થી ૧૬ સુધીમાં જે કહ્યું તે પદાર્થને ઉપપાદન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ પ્રથમ વિંશિકાના પ્રારંભમાં ખલની ઉક્તિઓનું સમાલોચન કરીને નિરાકરણ કેમ કરેલ છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જો ખલની ઉક્તિઓનું નિરાકરણ કરવામાં ન આવે તો તેઓનાં કથનો જગતમાં પ્રચલિત થાય અને તેઓનાં કથનો જગતમાં નિયતરૂપે પ્રચલિત રહે તો સજ્જન પુરુષો જે નવી શાસ્ત્રરચના કરે છે, તે સુંદરતાને પામે નહીં; કેમ કે ખલની ઉક્તિઓને સાંભળીને કેટલાક યોગ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ ર૪ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૭-૧૮ જીવોને પણ ભ્રમ થાય કે સર્વજ્ઞકથિત આગમ વિદ્યમાન હોવા છતાં “આ મહાત્માઓ આ નવી રચના કરે છે તે ઉચિત નથી. વળી નવી રચનાથી પૂર્વ સૂરિઓની હીલના થાય એવો પણ ભ્રમ થાય. વળી, નવા પુરુષોના ગ્રંથોની રચના વાંચવામાં લોકો પ્રવૃત્ત થાય તો આગમોનું વાંચન કે પૂર્વસૂરિઓનું વાંચન ઓછું થવાથી લોકોને આગમથી અને પૂર્વસૂરિઓના કથનથી જે ઉપકાર થવાનો હતો તે થાય નહિ, માટે આ નવી રચના ઉચિત નથી.” આ પ્રકારનો યોગ્ય જીવોને ભ્રમ થાય તો સજ્જનોની નવી રચનાથી જે ઉપકાર થવાનો હતો, તે થાય નહિ, માટે પૂ. હરિભદ્રસૂરિજીએ આદ્ય વિંશિકામાં તે પદાર્થો સ્પષ્ટ કર્યા. તેથી ખલની ઉક્તિઓ અક્ષત રહી નહિ, જેના કારણે સજ્જનોની રચનાને સુંદરતાની પ્રાપ્તિ થાય છે. II૧૭ના શ્લોક ઃ न्यायतन्त्रशतपत्रभानवे लोकलोचनसुधाऽञ्जनत्विषे । पापशैलशतकोटिमूर्त्तये सज्जनाय सततं नमोनमः ।। १८ ।। અન્વયાર્થ: ન્યાયતન્ત્રશતપત્રમાનવેન્યાયતંત્રરૂપી કમળ માટે સૂર્ય સમાન સ્રોતોષનસુધાડનત્વિષ=લોકોના લોચન માટે સુધાના અંજનની કાન્તિવાળા ચંદ્ર સમાન પાપોતતોટિમૂર્ત્તયે=પાપરૂપી પર્વતને ભેદવા માટે મૂર્તિમાન વજ જેવા સખ્તનાવ=સજ્જનને સતતં=સતત નમોનમઃ=અત્યંત નમસ્કાર કરું છું. 119211 શ્લોકાર્થ : ન્યાયતંત્રરૂપી કમળ માટે સૂર્યસમાન, લોકોના લોચન માટે સુધાના અંજનની કાન્તિવાળા ચંદ્રસમાન, પાપરૂપી પર્વતને ભેદવા માટે મૂર્તિમાન વજ્ર જેવા સજ્જનને સતત અત્યંત નમસ્કાર કરું છું. [૧૮] ભાવાર્થ: શાસ્ત્રવચનોરૂપી કમળને વિકસાવવા માટે સૂર્યસમાન સજ્જન પુરુષો છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેઓ સંસારથી વિરક્ત છે, મોક્ષમાં જવાના Page #38 -------------------------------------------------------------------------- ________________ રપ : સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/બ્લોક-૧૮, ૧૯-૨૦-૨૧ અભિલાષવાળા છે, અને મોક્ષના અર્થી છે, એવા તેઓ સતુશાસ્ત્રના પદાર્થોને તે રીતે જગત સામે મૂકે છે કે જેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય. જેમ સૂર્યના બળથી કમળનો વિકાસ થાય છે, તેમ સજ્જન પુરુષોથી સતુશાસ્ત્રોનો વિકાસ થાય છે. વળી, સજ્જન પુરુષો યોગ્ય જીવોના લોચન માટે સુધા જેવા અંજનની કાન્તિવાળા ચંદ્ર જેવા છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેમ ચંદ્રની શીતળતા લોકોનાં ચક્ષુને ઠંડક આપે છે, તેમ સજ્જન પુરુષો સંસારના તાપથી તપ્ત થયેલા અને કલ્યાણના અર્થી એવા યોગ્ય જીવોના અંતરંગ ચક્ષુને શીતળતા આપે છે. વળી, પાપરૂપી પર્વતને ભેદવા માટે વજ જેવા સજ્જનો છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સજ્જન પુરુષો સર્વ ઉદ્યમથી આત્મામાં વર્તતા મોહના પરિણામોરૂપ પાપોનો નાશ કરે છે, અને યોગ્ય જીવોને પાપ નાશ કરાવવામાં પ્રબળ કારણ બને છે. તેવા સજ્જન પુરુષોને ગ્રંથકાર સતત નમસ્કાર કરે છે. ll૧૮ શ્લોક :भूषिते बहुगुणे तपागणे श्रीयुतैर्विजयदेवसूरिभिः । भूरिसूरितिलकैरपि श्रिया पूरितैर्विजयसिंहसूरिभिः ।।१९।। धाम भास्वदधिकं निरामयं रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशाऽतिशायितामिष्टपूर्तिषु यदीयमञ्चति।।२०।। यैरुपेत्य विदुषां सतीर्थ्यतां स्फीतजीतविजयाऽभिधावताम् । धर्मकर्म विदधे जयन्ति ते श्रीनयादिविजयाऽभिधा बुधाः ।।२१।। અન્વયાર્થ - શ્રિયા=લક્ષ્મીથી પૂરિૉ =પૂરિત એવા શ્રીયુત્તેર્વિનયવસૂરિ =શ્રીયુત વિજયદેવસૂરિ વડે મૂરિસૂરિત્તિ: ઘણા સૂરિતિલકો વડે આપ પણ અને વિનયસિંદસૂરિમિ=વિજયસિંહસૂરિ વડે તો વૈદુમુને=ભૂષિત એવા બહુગુણવાળા તપાગચ્છમાં ૧૯l Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૯-૨૦-૨૧ માસ્વદિવં શામ=સૂર્યથી અધિક તેજવાળું નિરામયં નિરામય રામળીશં= રમણીય પ્રવૃત્વ=વિસ્તાર પામતું એવું કહી=જેમનું નામપિ=નામ પણ ફુટપૂર્તિy=ઈષ્ટની પૂર્તિ કરવામાં રામવત્તરશાતિશયિતા કામકુંભથી અતિશાયિતાને અતિ=પ્રાપ્ત કરે છે. ૨૦માં ૨ =જેઓ વડે શીતની વિવામિઘાવતા—સ્ફીત આરાધક એવા જિતવિજય નામવાળા વિદ્યુષ વિદ્વાનની સતીર્ઘતાં ૩પે ગુરુબંધુતાને પ્રાપ્ત કરીને ઘર્મર્મ-ધર્મકૃત્યો વિવધે કરાયાં તે શ્રીનવિવિનવામિથા ઘુઘા =તે નયવિજય નામના બુધ પુરુષ નત્તિ જય પામે છે. પરવા જ “રામળીયfr'માં રહેલા ‘' શબ્દનું યોજન “નામ' સાથે છે. શ્લોકાર્ચ - લક્ષ્મીથી પૂરિત એવા શ્રીયુત વિજયદેવસૂરિ વડે, ઘણા સૂરિતિલકો વડે પણ અને વિજયસિંહસૂરિ વડે ભૂષિત એવા બહુગુણવાળા તપાગણમાંતપાગચ્છમાં, સૂર્યથી અધિક તેજવાળું નિરામય, રમણીય અને વિસ્તાર પામતું એવું જેમનું નામ પણ ઈષ્ટની પૂર્તિ કરવામાં કામકુંભથી અતિશયિતાને પ્રાપ્ત કરે છે, જેઓ વડે ફીત એવા જિતવિજય નામવાળા વિદ્વાનની ગુરુબંધુતાને પ્રાપ્ત કરીને ઘર્મકૃત્યો કરાયા તે ન વિજય નામના બુધ પુરુષ જય પામે છે. ll૧૯-૨૦-૨૧il. ભાવાર્થ – શ્લોક-૧૯માં તપાગચ્છ કેવો છે ? તેનું સ્વરૂપ બતાવેલ છે. જે તપાગચ્છ લક્ષ્મીથી પૂરિત એવા અર્થાત્ જ્ઞાનાદિ ગુણોથી પરિત એવા વિજયદેવસૂરિથી ભૂષિત છે. વળી અન્ય ઘણા સૂરિતિલકોથી અને વિજયસિંહસૂરિથી ભૂષિત છે. વળી, તે તપાગચ્છ બહુગુણવાળો છે, જેમાં નિયવિજય નામના બુધ થયા છે, એ પ્રકારનો સંબંધ શ્લોક-૨૧ સાથે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે તપાગચ્છમાં વિજયદેવસૂરિ, અનેક સૂરિતિલકો અને વિજયસિંહસૂરિ સજ્જન પુરુષો થયા છે, અને તે સજ્જન પુરુષોથી આ તપાગચ્છ ભૂષિત છે. વળી, આ તપાગચ્છ ભગવાનની વિશુદ્ધ પરંપરાને Page #40 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦-૨૧ ધારણ કરનાર હોવાથી અનેક જીવોના કલ્યાણની પરંપરાનું કારણ છે, માટે બહુગુણવાળો છે. ll૧TI અવતરણિકા - જે તપાગચ્છમાં નયવિજય નામના બુધ થયા છે, તે કેવા સ્વરૂપવાળા છે ? તે શ્લોક-૨૦માં બતાવે છે – ભાવાર્થ પૂ. નયવિજયજી ગુરુનું નામ સૂર્યથી અધિક તેજસ્વી છે અર્થાત્ સૂર્ય લોકમાં બાહ્ય પ્રકાશ કરનાર છે, જ્યારે પૂ. નયવિજયજી સન્માર્ગનું પ્રકાશન કરનાર હોવાથી પૂ. નયવિજયજી ગુરુનું નામ સૂર્યથી અધિક તેજસ્વી છે. વળી પૂ. નયવિજયજી ગુરુનું નામ નિરામય છે=ભાવરોગ અલ્પ થયેલ હોવાથી ભાવઆરોગ્યવાળા પૂ. નયવિજયજી છે. વળી પૂ. નયવિજયજી ગુરુનું નામ રમણીય છે=લોકોનો ઉપકાર કરવાની સુંદર બુદ્ધિવાળા હોવાથી તેમનું નામ રમણીય છે. વળી પૂ. નયવિજયજી ગુરુનું નામ પ્રસૃત્વર છે=પૂ. નયવિજયજી ગુરુ જગતમાં સજ્જનપણાની કીર્તિથી વિસ્તાર પામેલા હોવાથી તેમનું નામ પ્રસ્તૃત્વર છે. આવા પ્રકારનું પૂ. નયવિજયજી ગુરુનું નામ ઇષ્ટની પૂર્તિમાં કામકુંભથી અતિશયતાને પ્રાપ્ત કરે છે, કેમ કે કામકુંભ તો આલોકના સુખને આપી શકે છે, જ્યારે અનેક ગુણોથી કલિત એવા પૂ. નયવિજયજી ગુરુનું નામ તો તેમના ગુણોના કારણે યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બનવાથી આત્માર્થી જીવોને ઇષ્ટની પ્રાપ્તિમાં પ્રબળ કારણ છે. ll૨ના અવતરણિકા : પૂ. નયવિજયજી ગુરુનું સ્વરૂપ બતાવ્યા પછી તેમની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - જે પૂ. નયવિજયજી ગુરુ સુંદર ગુણવાળા એવા પૂ. જિતવિજયજી નામના વિદ્વાન ગુરુભાઈથી યુક્ત હતા અને તેઓશ્રીની સાથે રહીને સર્વ ધર્મકૃત્યો કરતા હતા, તે પૂ. નયવિજયજી નામના બુધ પુરુષ જગતમાં જયવંતા વર્તો. jરવા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સજજનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૨૨ શ્લોક :उद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः । एष तेषु धुरि लेख्यतां ययौ सदगुणस्तु जगतां सतामपि ।।२२।। અન્વયાર્થ - ૩ઃ=ઉદ્યત એવા ગુરુ વડે ગ્રંથકાર એવા શ્રી યશોવિજયજીને ભણાવવામાં ઉદ્યત એવા પૂ. નથવિજયજી ગુરુ વડે પ્રસઈ=પ્રસાદ કરીને શિ=કાશીમાં સમર=હું પણ=ગ્રંથકાર પણ તર્વતનંeતર્કતંત્રનેત્ર તર્કશાસ્ત્રને પવિતા=ભણાવાયો. તુ વળી તે તેઓમાં પૂ. જયવિજયજી ગુરુમાં : સાળ:=આ સગુણ શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રનો પારગામી બનાવ્યો એ સદ્ગુણ નાતજગતના સતાપ-સંતોની પણ પુરિ ભેદ્યતાં ય ધૂરિ લેખ્યતાને પામ્યો. પરા શ્લોકાર્ચ - ઉધત એવા ગુરુ વડે ગ્રંથકાર એવા શ્રી. યશોવિજયજીને ભણાવવામાં ઉધત એવા પૂ. નયવિજયજી ગુરુ વડે, પ્રસાદ કરીને કાશીમાં હું પણ=ગ્રંથકાર પણ, તર્કતંત્રને તર્કશાસ્ત્રને ભણાવાયો. તેઓમાં પૂ. નયવિજયજી ગુરુમાં, આ સદ્ગણ શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રનો પારગામી બનાવ્યો એ સગુણ, જગતના સંતોમાં પણ ધૂરિ લેખ્યતાને પામ્યો જગતના સંતોની અંદર મોખરાપણાને પામ્યો. રા. ભાવાર્થ - શ્રી નવિજયજી ગુરુના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી છે, અને તેમની શાસ્ત્ર ભણવાની શક્તિ જાણીને શ્રી નવિજયજી ગુરુનો તેમના ઉપર પ્રસાદ થયો, જેથી ઘણો ઉદ્યમ કરીને તેઓએ કાશીમાં તેમને તર્કશાસ્ત્રો ભણાવ્યાં. આ પ્રકારના એમના આ સગુણના કારણે જગતમાં જે સજ્જનો છે, તેમાં તેમણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું, કેમ કે તેમના શ્રમથી થયેલા તેમના શિષ્યને જોઈને Page #42 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ ઉત્તમ સજ્જનોમાં પણ તેમનું નામ વિખ્યાત પામ્યું છે=“આ મહાત્માએ ઘણો શ્રમ કરીને શ્રી યશોવિજયજી મહારાજને ભણાવ્યા છે, જેથી ભગવાનના શાસનને ઘણા ગ્રંથોની પ્રાપ્તિ થઈ.” એ પ્રકારે તેમનું નામ વિખ્યાતિ પામ્યું છે. તેથી તેમનો આ ઉત્તમ ગુણ જગતમાં તેમની સજ્જનતાને બતાવે છે. પરશા અવતરણિકા - પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શ્રી જયવિજયજી મહારાજના સગુણના કારણે ગ્રંથકાર ઘણા ઉદ્યમથી કાશીમાં તર્કશાસ્ત્રો ભણ્યા. તેથી હવે તે સદ્ગણના સ્મરણના કારણે ગ્રંથકારશ્રીને શું લાભ થાય છે ? તે બતાવે શ્લોક :येषु येषु तदनुस्मृतिर्भवेत्तेषु धावति च दर्शनेषु धीः । यत्र यत्र मरुदेति लभ्यते तत्र तत्र खलु पुष्पसौरभम् ।।२३।। અન્વયાર્થ - વેષ પુ=જેમાં જેમાં=જે જે ગ્રંથોને ભણવાની પ્રવૃત્તિમાં તનુશ્રુતિઃ મ–તેનું અનુસ્મરણ થાય છે શ્રી નવિજયજી ગુરુએ કરેલા ઉદ્યમનું અનુસ્મરણ થાય છે તેવું વર્શનેષ થી થાવતિ તે દર્શકોમાં બુદ્ધિ દોડે છેઃ ગ્રંથકારશ્રીની બુદ્ધિ તે દર્શનશાસ્ત્રોના મર્મને સ્પર્શે છે. ચત્ર યાત્ર=જ્યાં જ્યાં મતિ=પવન જાય છે તત્ર તત્ર ત્યાં ત્યાં વસુeખરેખર પુષસીરમ—પુષ્પની સૌરભ નમ્ય પ્રાપ્ત થાય છે. ર૩. શ્લોકાર્ચ - જેમાં જેમાં જે જે ગ્રંથોને ભણવાની પ્રવૃતિમાં તેનું અનુસ્મરણ થાય છે શ્રી નયવિજયજી ગુરુએ કરેલા ઉધમનું અનુસ્મરણ થાય છે, તે દર્શનોમાં બુદ્ધિ દોડે છેeગ્રંથકારશ્રીની બુદ્ધિ તે તે દર્શનશાસ્ત્રોનાં મર્મને સ્પર્શે છે. જ્યાં જ્યાં પવન જાય છે ત્યાં ત્યાં ખરેખર પુષ્યની સૌરભ પ્રાપ્ત થાય છે. ર૩. Page #43 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩-૨૪ ભાવાર્થ: ગ્રંથકારશ્રીના ગુરુ શ્રી નયવિજયજી મ.સા.એ ઘણો શ્રમ કરીને ગ્રંથકારશ્રીને કાશીમાં ભણાવ્યા, અને ગ્રંથકારશ્રી જ્યારે કાશીમાં ભણે છે તે વખતે જે જે દર્શનશાસ્ત્રોના અધ્યયનકાળમાં ગુરુના શ્રમનું સ્મરણ ગ્રંથકારશ્રીને થાય છે, ત્યારે ત્યારે ગ્રંથકારશ્રીનો ભણવાનો યત્ન પણ અતિશયિત થાય છે, જેથી ગ્રંથકારશ્રીને ગ્રંથનો મર્મસ્પર્શી બોધ થાય છે; કેમ કે જે ગુરુએ આટલો શ્રમ કર્યો તે શ્રમ તો જ સાર્થક થાય કે “હું દર્શનશાસ્ત્રમાં નિપુણ બનું” એ પ્રકારની ગ્રંથકારશ્રીને બુદ્ધિ થાય છે. ગુરુના શ્રમના કારણે ગ્રંથકારશ્રી દર્શનશાસ્ત્રના મર્મને પામ્યા. તેમાં દષ્ટાંત આપે છે. 30 જ્યાં જ્યાં પવન જાય છે ત્યાં ત્યાં પુષ્પની સૌરભ પ્રાપ્ત થાય છે. તેમ જે જે ગ્રંથોના અધ્યયનકાળમાં પવનસ્થાનીય ગુરુના શ્રમનું ગ્રંથકારશ્રીને સ્મરણ થાય છે, તે તે ગ્રંથોમાં પુષ્પની સૌરભ જેવી ગ્રંથકારશ્રીની બુદ્ધિ મર્મસ્પર્શી બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પવનથી જેમ પુષ્પની સૌરભ પ્રાપ્ત થાય છે, તેમ શ્રી નયવિજયજી ગુરુના કરાયેલા શ્રમના સ્મરણથી ગ્રંથકારશ્રીને તે તે દર્શનની નિપુણ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ. ||૨૩|| શ્લોક ઃ तद्गुणैर्मुकुलितं रवेः करैः शास्त्रपद्यमिह मन्मनोहदात् । उल्लसन्नयपरागसङ्गतं सेव्यते सुजनषट्पदव्रजैः ।। २४ ।। અન્વયાર્થ : હ્ર=અહીં=મારામાં તઘુળે રવેઃ રે તેમના ગુણોરૂપ સૂર્યના કિરણોથી= ગુરુના ગુણોરૂપ સૂર્યના કિરણોથી મત્ત્વનોદવ=મારા મનરૂપી સરોવરમાંથી મુત્તુતિતં=બિડાયેલું એવું શાસ્ત્રપાં=શાસ્ત્રરૂપી કમળ ઉત્નસત્–ઉલ્લાસ પામતું નવપરાસાતં=નયપરાગથી સંગત સુખનષવદ્રને =સજ્જનરૂપી ભમરાઓ વડે સેતે સેવાય છે. ।।૨૪। શ્લોકાર્થ : અહીં=મારામાં, તેમના ગુણોરૂપ સૂર્યનાં કિરણોથી=ગુરુના ગુણોરૂપ Page #44 -------------------------------------------------------------------------- ________________ સજનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨૫ ૩૧ સૂર્યનાં કિરણોથી, મારા મનરૂપી સરોવરમાંથી બિડાયેલું એવું શાસ્ત્રરૂપી કમળ ઉલ્લાસ પામતું નયપરાગથી સંગત સજ્જનોરૂપી ભમરાઓ વડે સેવાય છે. ર૪. ભાવાર્થ : ગ્રંથકારશ્રી તત્ત્વના અત્યંત અર્થી હતા તોપણ તેમના હૈયામાં શાસ્ત્રરૂપી કમળ બિડાયેલું હતું, કેમ કે શાસ્ત્ર ભણવાની શક્તિ હોવા છતાં શાસ્ત્ર ભણ્યા પૂર્વે તે શક્તિ વ્યક્તરૂપે પ્રગટ ન હતી, પરંતુ તત્ત્વની જિજ્ઞાસાથી યુક્ત શાસ્ત્ર ભણવાની શક્તિરૂપે શાસ્ત્રરૂપી કમળ ગ્રંથકારશ્રીના હૈયામાં હતું. જેમ બિડાયેલું કમળ સૂર્યનાં કિરણોથી ખીલે છે, તેમ ગ્રંથકારશ્રીના મનરૂપી સરોવરમાંથી શાસ્ત્રરૂપી કમળ શ્રી નવિજયજી ગુરુના ગુણોરૂપી સૂર્યનાં કિરણોથી ઉલ્લાસ પામે છે. વળી, તે ઉલ્લાસ પામતું શાસ્ત્રરૂપી કમળ અનેક નયોના બોધરૂપ પરાગથી યુક્ત છે, તેથી ગ્રંથકારશ્રીના હૈયામાં ઉલ્લાસ પામેલું નયપરાગયુક્ત એવું શાસ્ત્રકમળ તત્ત્વના અર્થી એવા ઉત્તમ પુરુષોરૂપ ભમરાઓથી સેવાય છે. અહીં વિશેષ એ છે કે સરોવરમાં કમળ બિડાયેલું હોય ત્યારે તેમાંથી કમળની સુગંધ પ્રગટ થતી નથી, તેથી ભમરાઓથી સેવાતું નથી, અને જ્યારે સૂર્યનાં કિરણોથી તે કમળ ખીલે છે, ત્યારે તે કમળમાંથી સુગંધ મહેંકવાથી ભમરાઓ તેને સેવે છે, તેમ ગ્રંથકારશ્રીના હૈયામાં શાસ્ત્ર ભણવાની તીવ્ર ઇચ્છા હતી, અને શાસ્ત્રના તત્ત્વને પામી શકે તેવી શક્તિ અપ્રગટ હતી તેથી શાસ્ત્ર ભણવા પૂર્વે તે શાસ્ત્રરૂપી કમળ બિડાયેલું હતું અને શ્રી નવિજયજી ગુરુના અથાગ શ્રમથી તે શાસ્ત્રરૂપી કમળ ઉલ્લાસ પામ્યું અને તેના કારણે ગ્રંથકારશ્રીને સ્યાદ્વાદનો મર્મસ્પર્શી બોધ થયો, જેથી નયોની દૃષ્ટિરૂપી સુગંધ તેમાંથી મહેંકવા લાગી અને તેના કારણે તત્ત્વના અર્થી એવા સુસાધુરૂપી ભમરાઓ ગ્રંથકારશ્રીના હૈયામાં રહેલા શાસ્ત્રના બોધને ગ્રહણ કરવા માટે તેમની પાસે અધ્યયન કરે છે. ll૨૪. શ્લોક :निर्गुणो बहुगुणैर्विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः । वारिदस्य ददतो हि जीवनं किं ददातु बत चातकार्भकः ।।२५।। Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૫ અન્વયાર્થ દુર્વિરાનિતાંતા– ગુરૂ=બહુ ગુણોથી વિરાજિત એવા તે ગુરુને શ્રી નયવિજયજી ગુરુને નિર્જુન =નિર્ગુણ એવો હું ? જુઓ =કયા ગુણોથી ૩૫વરામિ ઉપકાર કરું ? વતeખરેખર નવ વતઃ દ વારિદ્રસ્થ જીવનને આપતા વાદળાને વાતાર્મા:=ચાતકનો બાળ વિં=શું, રાતુ=આપે? પરપા શ્લોકાર્ચ - બહુ ગુણોથી વિરાજિત એવા તે ગુરુને શ્રી નયવિજયજી ગુરુને, નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકાર કરું? ખરેખર ! જીવનને આપતા એવા વાદળાને ચાતકનો બાળ શું આપે ? રપા ભાવાર્થ ગ્રંથકારશ્રી કહે છે કે પોતાના ગુરુ ઘણા ગુણોથી શોભી રહ્યા છે અર્થાત્ સંયમના અત્યંત પક્ષપાતી છે, શ્રુતના અત્યંત રાગી છે અને યોગ્ય એવા શિષ્યને શ્રુત ભણાવીને તેઓના કલ્યાણના પરમ કારણ છે વગેરે બહુગુણોથી શોભતા એવા શ્રી નવિજયજી ગુરુનો ગુણરહિત એવો હું કયા ગુણોથી ઉપકાર કરું? અર્થાત્ તેઓનો ઉપકાર કરી શકું એવા ગુણ મારામાં નથી, તેથી હું નિર્ગુણ છું. માટે તેમનો ઉપકાર કરી શકું તેમ નથી. આ કથનને દૃષ્ટાંતથી સમજાવે છે. જેમ પોતાને જીવન આપનાર એવા વરસાદ વરસાવનારાં વાદળાંઓ ઉપર ચાતક પક્ષીનું બાળક શું ઉપકાર કરી શકે ? અર્થાત્ કાંઈ ઉપકાર કરી શકે નહિ. તેમ ચાતક પક્ષીના બાળક જેવા મારા ઉપર અથાગ શ્રમ કરીને શ્રતરૂપી વરસાદ જેમણે વરસાવ્યો, તેમનાથી મને શાસ્ત્રચક્ષુરૂપ જીવનની પ્રાપ્તિ થઈ. તે જીવન આપનાર વાદળાસ્થાનીય શ્રી નયવિજયજી ગુરુભગવંતને ચાતકના બાળક જેવો હું શું આપી શકું ? અર્થાત્ જેમ ચાતક પક્ષી વાદળાના ઉપકારને ગ્રહણ કરી શકે છે, પરંતુ વાદળાને કંઈ આપી શકતું નથી, તેમ શ્રી નવિજયજી ગુરુનો ઉપકાર હું ગ્રહણ કરી શકું છું, પરંતુ તેમને કાંઈ આપી શક્તો નથી. રપા Page #46 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ શ્લોક ઃ प्रस्तुत श्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः । यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ।। २६ । અન્વયાર્થ : તુ=વળી યો યવાનતિતઃ=યોગ્યના દાનથી ફલિત એવા=યોગ્ય શિષ્યને ભણાવવા માટેના શ્રી નયવિજયજી ગુરુના દાનથી પ્રગટ થયેલા એવા પ્રસ્તુતશ્રમસમધિત: નયેઃ=પ્રસ્તુત શ્રમથી સમર્થિત નયોથી=ગ્રંથકારે જે ગ્રંથોની રચના કરી તેના શ્રમથી સમર્થનને પામેલી શાસ્ત્રદૃષ્ટિઓથી સતાં અનુપ્રહા= સંતપુરુષોના અનુગ્રહને કારણે=ઉપાધ્યાયજી મહારાજની નયદૃષ્ટિના જ્ઞાનને મેળવીને જેઓ યોગમાર્ગના રાગી થયા છે તેવા સંતપુરુષોનો એવો સ્વભાવ હોય છે કે ક્યાંય ઉચિત પ્રવૃત્તિ દેખાય તો તેની પ્રશંસા કરે એ પ્રકારના તેમના અનુગ્રહને કારણે યક્ તદ્યશ:=જે તેમનો યશશ્રી તયવિજયજી ગુરુનો યશ પ્રસર્પતિ=વિસ્તાર પામે છે તહેવ=એ જ મન=મારા ચેતસો મુદ્દે= ચિત્તના આનંદ માટે છે. ૨૫।। 33 શ્લોકાર્થ ઃ વળી, યોગ્યના દાનથી ફલિત એવા=યોગ્ય શિષ્યને ભણાવવા માટેના પૂ. નયવિજયજી ગુરુના દાનથી પ્રગટ થયેલા એવા, પ્રસ્તુત શ્રમથી સમર્થિત નયોથી-ગ્રંથકારશ્રીએ જે ગ્રંથોની રચના કરી તેના શ્રમથી સમર્થનને પામેલી શાસ્ત્રદૃષ્ટિઓથી, સંતપુરુષોના અનુગ્રહને કારણે= ઉપાધ્યાયજી મહારાજની નયદૃષ્ટિના જ્ઞાનને મેળવીને જેઓ યોગમાર્ગના રાગી થયા છે તેવા સંતપુરુષોનો એવો સ્વભાવ હોય છે કે ક્યાંય ઉચિત પ્રવૃત્તિ દેખાય તો તેની પ્રશંસા કરે, એ પ્રકારના તેમના અનુગ્રહને કારણે, જે તેમનો યશ-શ્રી નયવિજયજી ગુરુનો યશ, વિસ્તાર પામે છે, એ જ મારા ચિત્તના આનંદ માટે છે. II૨૬ા ભાવાર્થ: પૂ. નયવિજયજી ગુરુએ શાસ્ત્ર ભણવામાં સમર્થ એવા યોગ્ય શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રો ભણાવ્યાં, તે શાસ્ત્ર ભણાવવાના દાનથી નયદૃષ્ટિઓ ફલિત થઈ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ છે અને જૈનશાસનની નયષ્ટિઓ પૂ. ઉપાધ્યાયજી મહારાજના શ્રમથી લોકમાં પ્રગટ થઈ છે, અને ગ્રંથકારશ્રીના નવા નવા ગ્રંથો રચવાના શ્રમથી સમર્થન પામેલી છે. તે નયદષ્ટિઓના કારણે ઉપાધ્યાયજી મહારાજના ગુરુ શ્રી નયવિજયજીનો યશ જગતમાં વિસ્તાર પામે છે; કેમ કે તત્ત્વના અર્થી એવા સંતપુરુષો પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો વાંચીને કે તેમની પાસેથી તત્ત્વ સાંભળીને અનુગ્રહથી કહે છે કે “આ ગુરુએ આ પ્રકારનો શ્રમ કરીને શિષ્યને ભણાવ્યો, જેથી ભગવાનના શાસનને આ નવા ગ્રંથોની પ્રાપ્તિ થઈ” અર્થાત્ પૂર્વના મહાપુરુષોના ગંભીર ગ્રંથોનું તાત્પર્ય ગ્રહણ કરવા આપણે સમર્થ નહોતા, ત્યારે આપણને તાત્પર્યની પ્રાપ્તિ થાય તે રીતે તે ગ્રંથોને પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ કર્યા, જેથી તે સર્વ ગ્રંથોની પ્રાપ્તિ થઈ; અને આ સર્વ પ્રાપ્તિ તેમના ગુરુના શ્રમના પ્રભાવે છે. જો તેમના ગુરુએ તેમને ભણાવવા માટે તેવો શ્રમ ન કર્યો હોત તો આ નયદષ્ટિઓ આપણી પાસે પ્રગટ થાત નહિ. ગ્રંથકારશ્રી કહે છે : જગતમાં જે આ પ્રકારનો ગુરુનો યશ વિસ્તાર પામે છે, એ જ મારા ચિત્તનો આનંદ માટે છે. llરકા અવતરણિકા: ગુરુના ઉપકારને જ વિશેષરૂપે યાદ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક - आसते जगति सज्जनाः शतं तैरुपैमि नु समं कमञ्जसा । किं न सन्ति गिरयः परः शता मेरुरेव तु बिभर्तु मेदिनीम् ।।२७।। અન્વયાર્થ : નપત્તિ જગતમાં સન્નના =સજ્જનો શક્તિ માસને સેંકડો છે. તે સમંત્ર તેમની સાથે પૂ. નયવિજયજીની સાથે સંકયા સજ્જનને ગન્નસા નુ મિ ? શીધ્ર હું ઉપમા આપું અર્થાત્ પૂ. વયવિજયજી સાથે કોઈ સજ્જનને ઉપમા આપી શકાય નહિ. વિંન સન્તિ શિર પર: શતા=શું સેંકડો પર્વતો નથી હોતા ? તુ=પરંતુ મેરેવ=મેરુ જ વિન વિભર્તુ પૃથ્વીને ધારણ કરે છે. Li૨૭ાા Page #48 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭ શ્લોકાર્થ : જગતમાં સજ્જનો સેંકડો છે. તેમની સાથે=પૂ. નયવિજયજીની સાથે, કયા સજ્જનને શીઘ્ર હું ઉપમા આપું ? અર્થાત્ પૂ. નયવિજયજી સાથે કોઈ સજ્જનને ઉપમા આપી શકાય નહિ. શું સેંકડો પર્વતો નથી હોતા ? પરંતુ મેરુ જ પૃથ્વીને ધારણ કરે છે. II૨૭।। ભાવાર્થ: જે જીવો મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત છે અને ભગવાનના વચનને જાણવા માટે સમ્યક્ યત્ન કરે છે અને શક્તિ અનુસાર ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે સર્વ સજ્જન પુરુષો છે; અને તેવા સજ્જનો જગતમાં થોડા હોવા છતાં સેંકડો છે, પરંતુ પૂ. નયવિજયજી ગુરુ તો પોતાના પરમ ઉપકારી છે, અને જેમણે પોતાને ભણાવીને ઉત્તમ કાર્ય કર્યું છે તેવા પૂ. નયવિજયજી સાથે બીજા કયા સજ્જનને હું સરખાવી શકું ? અર્થાત્ સરખાવી શકું નહિ; કેમ કે બીજા સજ્જનો તો ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, પરંતુ પૂ. નયવિજયજી સજ્જન પુરુષ તો ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તદુપરાંત ગ્રંથકારશ્રીને ભણાવીને મહાન ઉપકાર પણ કરનારા છે. તેથી તેમની સમાન અન્ય કોઈને સજ્જનની ઉપમા આપી શકાય નહિ; અને આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે ૩૫ જગતમાં શું સેંકડો પર્વતો નથી ? અર્થાત્ જગતમાં સેંકડો પર્વતો છે, પરંતુ પૃથ્વીને તો મેરુ જ ધારણ કરે છે. તેમ જગતમાં સેંકડો સજ્જનો છે, પરંતુ ગ્રંથકારશ્રી ઉપર ઉપકાર કરનાર સજ્જન તો માત્ર પૂ. નયવિજયજી ગુરુ જ છે. અહીં વિશેષ એ છે કે મેરુ પર્વત ઉપર પૃથ્વી નથી, પરંતુ પૃથ્વી ઉપર મેરુ પર્વત છે. આમ છતાં તિર્આલોકની પૃથ્વીના મધ્યમાં મેરુ પર્વત છે, અને તે મેરુ પર્વત સાથે સમગ્ર તિફ્ળલોકની પૃથ્વી સંકળાયેલી છે, તેથી મેરુ જ પૃથ્વીને ધારણ કરે છે તેમ કહેલ છે અર્થાત્ સમગ્ર પૃથ્વીની મધ્યમાં મેરુ છે, તેથી સમગ્ર પૃથ્વીની મધ્યમાં રહેલો મેરુ સમગ્ર પૃથ્વીને ધારણ કરે છે. 112911 Page #49 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮-૨૯ અવતરણિકા : આ રીતે ગુરુના ઉપકારને યાદ કર્યા પછી પોતે આ ગ્રંથ રચેલ છે, તે બતાવીને ગ્રંથરચનાનું પ્રયોજત ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ 39 तत्पदाम्बुरुहषट्पदः स च ग्रन्थमेनमपि मुग्धधीर्व्यधाम् । यस्य भाग्यनिलयोऽजनि श्रियां सद्म पद्मविजयः सहोदरः ।। २८ ।। मत्त एव मृदुबुद्धयश्च ये तेष्वतोऽप्युपकृतिश्च भाविनी । किञ्च बालवचनानुभाषणानुस्मृतिः परमबोधशालिनाम् ।। २९ ।। અન્વયાર્થ: તત્વવામ્બુરુષવઃ-તેમના ચરણકમળમાં ભમરા સમાન એવા=પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળમાં ભમરા સમાન એવા સ મુથથીઃ=તે મુગ્ધબુદ્ધિવાળા પૂ. યશોવિજયજીએ નમ્ અપિ પ્રથમ્ વ્યધા=આ પણ ગ્રંથને રચ્યો છે. વT=જેમના માનિયઃ=ભાગ્યના ધામ શ્રિયાં સજ્જ ઐશ્વર્યના ઘર એવા પવિનય: સદ્દોરઃ અનિ=પૂ. પદ્મવિજયજી સગા ભાઈ હતા. ૨૮|| ==અને મત્ત વ=મારાથી જ યે મૃત્યુબુદ્ધયઃ=જેઓ મૃદુબુદ્ધિવાળા છે તેવુ=તેઓને તોપિ=આનાથી પણ=પોતાના ગ્રંથથી પણ પતિશ્વ ભાવિની=ઉપકાર થશે. બ્ધિ=વળી રમવોધગતિનાં=૫૨મબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોની વાતવચનાનુમાષળાનુસ્મૃતિ:=બાલવચનના અનુભાષણથી અનુસ્મૃતિ થાય છે. ||૨૯૦ા શ્લોકાર્થ ઃ તેમના ચરણકમળમાં ભમરા સમાન એવા=પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળમાં ભમરા સમાન એવા, તે મુગ્ધ બુદ્ધિવાળા પૂ. યશોવિજયજીએ આ ગ્રંથને પણ રચ્યો છે, જેમના ભાગ્યના ધામ (અને) ઐશ્વર્યના ઘર એવા પૂ. પદ્મવિજયજી સગાભાઈ હતા. [૨૮] Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સજ્જનસ્તુતિહાવિંશિકાબ્લોક-૨૮-૨૯ અને મારાથી જ મૃદુ બુદ્ધિવાળા જેઓ છે, તેઓને આનાથી પણ= પોતાના ગ્રંથથી પણ, ઉપકાર થશે. વળી પરમબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોની બાલવચનના અનુભાષણથી અનુસ્મૃતિ થાય છે. ૨૯ ભાવાર્થ પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળમાં પોતે ભમરા જેવા છે, તેમ બતાવીને ગ્રંથકારશ્રી કહે છે, “જેમ ભમરાઓ કમળને સેવે છે, તેમ પોતે ગુરુના ચરણકમળને સેવનારા છે.” વળી, ગ્રંથકાર કહે છે કે મુગ્ધ બુદ્ધિવાળા એવા પોતે આ ગ્રંથ રચ્યો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ગ્રંથકાર પૂર્વના મહાપુરુષોનાં શાસ્ત્રોને ભણીને તેમના પ્રત્યે મુગ્ધ બુદ્ધિવાળા થયા છે. વળી, જેમણે આ ગ્રંથ રચ્યો છે, એવા પૂ. યશોવિજયજીના સંસારી સગાભાઈ પૂ. પદ્મવિજયજી હતા, જેઓએ સંયમ ગ્રહણ કરીને ભગવાનનાં શાસ્ત્રોનો તેમની સાથે અભ્યાસ કર્યો છે, તેથી તેઓ ભાગ્યના નિલય છે. વળી, તેઓ સંયમની સમ્યક્ આરાધના કરનારા છે, તેથી કલ્યાણના ઘર છે. પોતે મુગ્ધ બુદ્ધિવાળા છે, તેમ પૂર્વમાં બતાવ્યું. તેનાથી એ બતાવ્યું કે પોતે પૂર્વના મહાપુરુષો આગળ અલ્પ બુદ્ધિવાળા છે, છતાં પૂર્વના મહાપુરુષોનાં વચન પ્રત્યે પોતે મુગ્ધ થયા છે. વળી, પોતે વિશેષ બુદ્ધિવાળા નહિ હોવા છતાં ગ્રંથરચના કેમ કરી છે ? તે બતાવવા અર્થે કહે છે કે “જેઓ મારાથી પણ મંદબુદ્ધિવાળા છે, તેઓને મારા ગ્રંથથી ઉપકાર થશે.” માટે ગ્રંથકારે આ ગ્રંથરચના કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે પરમબોધવાળા પૂર્વના મહાપુરુષો હતા અને તેઓએ ગ્રંથો રચ્યા છે અને તે ગ્રંથો વિદ્યમાન હોવા છતાં મંદબુદ્ધિવાળા એવા ગ્રંથકાર કેમ પોતાના સ્વતંત્ર ગ્રંથો રચે છે? અર્થાત્ તેમના ગ્રંથથી તો પૂર્વના મહાપુરુષોના ગ્રંથને લોકો ગ્રહણ કરશે નહિ તો તેમનો અનાદર થશે. તેથી કહે છે – પૂર્વના મહાપુરુષો આગળ બાળ એવા પૂ. યશોવિજયજી મહારાજના વચનના અનુભાષણથી પરમબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોનું લોકોને સ્મરણ થશે અર્થાત્ લોકો વિચારશે કે અલ્પબુદ્ધિવાળા એવા પણ ઉપાધ્યાયજી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સજ્જનસ્તુતિદ્વાઢિશિકા/બ્લોક-૨૮-૨૯, ૩૦ મહારાજનાં વચનો આ પ્રકારના તત્ત્વને બતાવનારાં છે, તો પરમબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોએ શું શું અપૂર્વ તત્ત્વ બતાવ્યું નહિ હોય ? અર્થાત્ પૂર્વના મહાપુરુષોના ગ્રંથોનું અધ્યયન કરીને, ઉપાધ્યાયજી મહારાજ તેમની અપેક્ષાએ મંદબુદ્ધિવાળા હોવા છતાં આટલા રમણીય પદાર્થો બતાવે છે, તો ગંભીર એવા પૂર્વના મહાપુરુષોના વચનમાં શું શું તત્ત્વ નહિ હોય ! ફક્ત આપણી તેવી બુદ્ધિ નથી, જેથી તેમાંથી તત્ત્વની પ્રાપ્તિ કરી શકીએ, જ્યારે આપણા કરતાં અધિક બુદ્ધિવાળા પૂ. યશોવિજયજીએ પૂર્વના મહાપુરુષોના વચનમાંથી જ આ પ્રકારના તત્ત્વને બતાવેલ છે, જે આપણા જેવા મંદબુદ્ધિવાળા જીવોને ઉપકારક બને છે. ૨૮-૨૯ના શ્લોક :अत्र पद्यमपि पाक्तिकं क्वचिद्वर्तते च परिवर्तितं क्वचित् । स्वान्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ।।३०।। અન્વયાર્થ - રિ–કોઈક ઠેકાણે રહેલું પવિત્તર્વ પદ્યપિ પાંતિક પદ્ય પણ સૈ=અહીં=પ્રસ્તુત ગ્રંથમાં વર્તતે વર્તે છે. રવિન્ ૨ પરિવર્તિતં અને કોઈક ઠેકાણે પરિવર્તિત વર્તે છે. તુ=વળી, તત્ર તેમાં=પ્રસ્તુત ગ્રંથમાં કોઈક વચનો ગ્રંથકારશ્રીએ કોઈક સ્થાનથી શબ્દશઃ લીધાં અને કોઈક સ્થાનથી વસ્તુ ગ્રહણ કરીને શબ્દોનું પરિવર્તન કરીને ગ્રહણ કર્યા તેમાં, સ્વાયો: = અચના,મરણમાત્રમુશિં=સ્મરણમાત્રના ઉદ્દેશવાળા એવા,પગન: આ જત=ગ્રંથકાર, ન અપરાધ્ધતિ અપરાધ પામતા નથી. li૩૦|| શ્લોકાર્ચ - કોઈક ઠેકાણે રહેલું પાંક્તિક પઘ પણ અહીંપ્રસ્તુત ગ્રંથમાં વર્તે છે જેવું અન્ય ગ્રંથમાં છે તેવું જ અહીંયાં વર્તે છે, અને કોઈક ઠેકાણે પરિવર્તિત વર્તે છે. (=વળી, તત્ર તેમાં=પ્રસ્તુત ગ્રંથમાં કોઈક વચનો ગ્રંથકારશ્રીએ કોઈક સ્થાનથી શબ્દશઃ લીધાં અને કોઈક સ્થાનથી વસ્તુ ગ્રહણ કરીને, શબ્દોનું પરિવર્તન કરીને ગ્રહણ કર્યા તેમાં, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સજ્જનસ્તુતિદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ સ્વઅન્યના સ્મરણમાત્રના ઉદ્દેશવાળા એવા આ જન ગ્રંથકાર અપરાધ પામતા નથી. ll3oll ભાવાર્થ - પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત બત્રીશ બત્રીશીની રચના કરી છે, તેમાં કેટલીક પંક્તિઓ કોઈક ગ્રંથમાંથી અક્ષરશઃ ગ્રહણ કરીને અહીં લખેલ છે, અને કેટલીક પંક્તિઓ અન્ય ગ્રંથોની પંક્તિઓના ભાવોને સામે રાખીને શબ્દોથી કંઈક પરિવર્તન કરીને ગ્રંથકારે લખેલ છે. તેથી એ નક્કી થાય છે કે પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ પોતાનું કાંઈ લખાણ કર્યું નથી, પરંતુ પૂર્વના મહાપુરુષોના ગ્રંથોને ગ્રહણ કરીને તેમના વચનો ક્યાંક અક્ષરશઃ લીધાં છે, તો ક્યાંક કંઈક અક્ષરોનું પરિવર્તન કરીને લીધાં છે. માટે આ ગ્રંથ પૂર્વના મહાપુરુષોના વચન સ્વરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે અન્ય મહાપુરુષોનાં ગ્રંથોને ગ્રહણ કરીને અને તેમના પદાર્થોને ગ્રહણ કરીને આ રીતે રચના કરવાથી તો ગ્રંથકાર અપરાધી બને છે; કેમ કે “અન્ય મહાપુરુષોનાં ગ્રંથોમાંથી પદાર્થોને ગ્રહણ કરીને પોતાનો ગ્રંથ બનાવ્યો છે. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે –– પોતાના અને અન્યના સ્મરણ માત્રને ઉદ્દેશીને ગ્રંથકારે આ ગ્રંથ રચ્યો છે, પરંતુ પોતાની વિશેષતા બતાવવા માટે આ ગ્રંથ રચ્યો નથી. માટે ગ્રંથકાર અપરાધી નથી. આશય એ છે કે પૂર્વના મહાપુરુષોના ગ્રંથોને ગ્રહણ કરીને તેમાં રહેલા ગંભીર ભાવોને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રી ગ્રંથરચના કરે તો પોતાને તે ભાવોનું સંકલનારૂપે સ્મરણ થાય અર્થાત્ જે રીતે પ્રસ્તુત ગ્રંથમાં સંકલન કરીને ગ્રંથકારશ્રીએ પદાર્થો લખ્યા છે તે રીતે ગ્રંથકારશ્રીને સ્મરણ થાય, અને યોગ્ય જીવો પણ તે રીતે સંકલન કરીને તે પદાર્થોનું સ્મરણ કરે, એટલા માત્ર ઉદ્દેશથી ગ્રંથકારશ્રીએ આ ગ્રંથ રચ્યો છે. માટે ગંથકારશ્રીએ પોતાના માનકષાયને પોષવાના આશયથી આ ગ્રંથ રચ્યો નથી, પરંતુ શાસ્ત્રીય પદાર્થોનું સ્મરણ કરીને તે ભાવોથી પોતાને વાસિત કરવાના પ્રયોજનથી આ ગ્રંથ રચ્યો છે, અને અન્ય યોગ્ય જીવોને શાસ્ત્રીય પદાર્થોનું સ્મરણ કરાવવાના પ્રયોજનથી અન્યના ઉપકાર અર્થે આ ગ્રંથ રચ્યો છે. માટે આ ગ્રંથની રચના દોષરૂપ નથી. II3ના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સજ્જનસ્તુતિદ્રાસિંશિકા/શ્લોક-૩૧ શ્લોક :ख्यातिमेष्यति परामयं पुनः सज्जनैरनुगृहीत एव च । किं न शङ्करशिरोनिवासतो निम्नगा सुविदिता सुरापगा ।।३१।। અન્વયાર્થ - પુનઃ=વળી સજ્જનેરનુદીત વ ા=સજ્જનો વડે અનુગૃહીત જ મયંક આ=પ્રસ્તુત ગ્રંથ પર તિબેસ્થતિ પરાખ્યાતિને પામશે શશિર નિવાસઃ= શંકરના શિરના નિવાસના કારણે નિન =નિમ્નગ એવી ગંગા નદી વિંન સુવિદિતા સુરાપ શું દેવતાઈ નદીરૂપે સુવિદિત નથી? ૩૧ શ્લોકાર્ચ - વળી, સજ્જનો વડે અનુગૃહીત જ આ=પ્રસ્તુત ગ્રંથ પરાખ્યાતિને પામશે. શંકરના શિરના નિવાસના કારણે નિમ્નગ એવી ગંગા નદી શું દેવતાઈ નદીરૂપે સુવિદિત નથી ? Il3II ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પોતાના અને અન્યના સ્મરણમાત્રના ઉદ્દેશથી આ ગ્રંથની રચના કરેલ છે, તેથી તત્ત્વના અર્થી એવા સજ્જન પુરુષો જો આ ગ્રંથનું અધ્યયન કરીને યોગ્ય જીવોને આ ગ્રંથનું મહત્ત્વ બતાવીને અનુગ્રહ કરશે તો આ ગ્રંથ જગતમાં શ્રેષ્ઠ ખ્યાતિને પામશે; કેમ કે પૂર્વના ઉત્તમ પુરુષોના ગ્રંથોમાંથી તત્ત્વને ગ્રહણ કરીને આ ગ્રંથનું નિર્માણ થયેલ છે. માટે આ ગ્રંથમાં બતાવેલા પદાર્થો યોગ્ય જીવોને અતિ ઉપકારક જણાશે. વળી, પોતાના કથનને દૃષ્ટાંતથી પુષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે : ગંગા નદી શંકરના મસ્તકમાંથી નીચે આવનાર છે. તેથી નીચે આવનાર હોવા છતાં શંકરના મસ્તકના નિવાસના કારણે દેવતાઈ નદી તરીકે સુપ્રસિદ્ધ થઈ છે. તેમ સામાન્ય શક્તિવાળા એવા ગ્રંથકારશ્રી વડે આ ગ્રંથ રચાયેલ છે, તોપણ પૂર્વના ઉત્તમ પુરુષોનાં વચનોથી નિર્માણ થયેલ છે. તેથી જો સજ્જન પુરુષો આ ગ્રંથનું અધ્યયન કરશે તો અવશ્ય આ ગ્રંથ તત્ત્વને બતાવનારો છે તેવું સજ્જન પુરુષોને જણાશે. તેથી આ ગ્રંથ ભગવાનના શાસનના ગંભીર પદાર્થોને બતાવનાર છે, એ પ્રકારની પરાખ્યાતિને પામશે. Il૩વશા Page #54 -------------------------------------------------------------------------- ________________ જ સજ્જનસ્તુતિહાત્રિશિકા/બ્લોક-૩૨ બ્લોક :यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । अस्माकं किञ्च यस्माद् भवति शमरसैनित्यमाकण्ठतृप्तिः जैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ।।३२।। અન્વયાર્થઃ ત્ર=જેમાં જે જિનશાસનમાં પરમતમધ્યાહૂર્વાશધાર =પરમતરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશની ધારારૂપ ચાદવિ સ્યાદ્વાદ વિદ્યા છે યમ—િજેનાથી=જે જિનશાસનથી ગમ્મસન્યોઃ વિસ્તાર =જન્મરૂપી સમુદ્રથી વિસ્તાર થતો હોવાના કારણે પ્રળિના=પ્રાણીઓ વિપરંપવ ત્તિ શિવપદની પદવી પામે છે, વૂિEવળી, યસ્મ–જેનાથી જે જિનશાસનથી, લક્ષ્મી=અમોને શમર ત્યારે તૃપ્તિ =શમરસ વડે નિત્ય આકંઠ તૃપ્તિ ભવતિ થાય છે, પરમાનન્દનાનુવાદ: નૈનેન્દ્ર શાસન તત્પરમ આનંદના કંદને સિંચન કરવા માટે પાણીને વહન કરનાર એવું તે જેનેજ શાસન, વિતતિ વિલાસ પામે છે. ૩૨ શ્લોકાર્ચ - જેમાં જે જિનશાસનમાં, પરમતરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યના પ્રકાશની ધારારૂપ સ્યાદ્વાદ વિધા છે, જેનાથી=જે જિનશાસનથી, જન્મરૂપી સમુદ્રથી નિસાર થતો હોવાના કારણે પ્રાણીઓ શિવપદની પદવીને પામે છે. વળી, જેનાથી જે જિનશાસનથી, અમોને શમરસ વડે નિત્ય આકંઠ તૃપ્તિ થાય છે, પરમઆનંદના કંદને સીંચન કરવા માટે પાણીને વહન કરનાર એવું તે જેનેન્દ્ર શાસન વિલાસ પામે છે. રૂચા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સજનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ જૈનશાસનની સ્યાદ્વાદશૈલીને કહેનારા ઉત્તમ પુરુષોનાં વચનોને ગ્રહણ કરીને પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. તેથી પ્રસ્તુત ગ્રંથની ઉત્પત્તિનું સ્થાન જૈનશાસન છે, અને તે જૈનશાસન કેવા ગુણોવાળું છે, તે બતાવે છે. જૈનશાસનમાં સ્વાદુવાદ વિદ્યા વર્તે છે, જે સ્યાદ્વાદ વિદ્યા પરદર્શનના એકાંતવાદરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોની ધારારૂપ છે. તેથી જેઓ જૈનશાસનની સ્યાદ્વાદ વિદ્યાને પ્રાપ્ત કરે છે, તેઓના ચિત્તમાં એકાંતવાદનું અજ્ઞાન દૂર થાય છે. વળી, જૈનશાસન સર્વનયોની દૃષ્ટિથી યોગમાર્ગને યથાર્થ બતાવે છે, જેનાથી યોગ્ય જીવો સંસારરૂપી સમુદ્રથી વિસ્તાર પામે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી જૈનશાસન મોક્ષપ્રાપ્તિનું પ્રબળ કારણ છે. વળી, ગ્રંથકારશ્રી કહે છે કે “જૈનશાસનથી અમને શમરસ વડે નિત્ય, આકંઠ તૃપ્તિ થાય છે; કેમ કે જૈનશાસનની સ્યાદ્વાદ શૈલીનું અધ્યયન કરવાથી સંસારના સર્વ રસો શાંત થાય છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપનો યથાર્થ બોધ થવાથી હંમેશા આકંઠ તૃપ્તિ થાય તેવો શમરસ પ્રાપ્ત થાય છે. વળી, આત્માને પરમ આનંદની પ્રાપ્તિ મોક્ષમાં છે, અને તે આનંદની પ્રાપ્તિનો કંદ તત્ત્વનું યથાર્થ દર્શન છે, અને તે તત્ત્વના યથાર્થ દર્શનરૂપ કંદને જળથી સીંચન કરનાર એવું વાદળારૂપ જૈનશાસન છે. તેથી જેઓ જૈનશાસનના તત્ત્વને પ્રાપ્ત કરે છે, તેઓના ચિત્તમાં પરમઆનંદના બીજભૂત એવો તત્ત્વની રુચિરૂપ કંદ સ્યાદ્વાદરૂપ જળનું સીંચન થવાને કારણે ઉલ્લસિત થાય છે. આવું સર્વોત્તમ જૈનશાસન જગતમાં વિસ્તારને પામે છે. ll૩શા ટીકા : शिष्टाद्वात्रिंशिका सज्जनगुणवर्णनमयी ग्रन्थाविच्छेदहेतुमङ्गलरूपा અષ્ટા સાર-રૂ૨ાા ટીકાર્ચ - સજ્જનોના ગુણના વર્ણનરૂપ શિષ્ટાદ્વાáિશિકા=સજ્જનસ્તુતિહાવિંશિકા ગ્રંથના અવિચ્છેદના હેતુથી મંગલરૂપે કરાયેલી છે, (અને) તે સ્પષ્ટ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ સજ્જનના ગુણોના વર્ણનમય આ કાત્રિશિકા રચેલ છે, અને ગ્રંથના અંતમાં મંગલ કરવાના પ્રયોજનથી આ બત્રીશી ગ્રંથના અંતે રચેલ છે, અને ગ્રંથના અંતે કરાતું મંગલ ગ્રંથના અવિચ્છેદના હેતુથી કરાય છે. યોગ્ય જીવોનું આ ગ્રંથ અધ્યયન કરે અને તેની અવિચ્છિન્ન પરંપરા જગતમાં ચાલે, જેથી ગ્રંથકારશ્રીએ બતાવેલ યોગમાર્ગના મર્મને પામીને ભાવિમાં યોગ્ય જીવો પણ પરમ કલ્યાણને પામે. તિ સર્જનસ્તુતિત્રિશિલા ભારૂ૨ા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૧ દ્વાચિંશદ્વાચિંશિકા ગ્રંથની પ્રશસ્તિ છે શ્લોક :प्रतापाः येषां स्फुरति विहिताकब्बरमनःसरोजप्रोल्लासे भवति कुमतध्वान्तविलयः । विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजया दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ।।१।। અન્વયાર્થ : વિહિતાવેષ્ણરમન:સરોગપ્રોત્સા વેષ પ્રતાપ રતિઃકરેલો છે અકબરના મનરૂપી સરોજનો કમળનો પ્રોલ્લાસ જેણે એવો જેઓનો પ્રતાપરૂપી અર્ક સૂર્ય સ્કુરાયમાન થયે છતે તથ્વાન્તવિત્ર =કુમતરૂપી ધ્વાતનો વિલય નાશ મવતિ થાય છે તે તે નયન =જય પામનારા વાવવૃદ્ધોઃ દયારૂપી વેલડીની વૃદ્ધિમાં નવનારગિરિ =કરેલી છે જલદની વાદળની જલધારાની આચરણા જેણે એવી વાણીવાળા રીવનયા: સૂરીના = હીરવિજયસૂરી અહીં વીર પ્રભુનાં શાસનમાં વિનુ =વિરાજતા હતા. II૧. શ્લોકાર્ય : કરેલો છે અકબરના મનરૂપી કમળનો પ્રોલ્લાસ જેમણે એવો જેઓનો પ્રતાપરૂપી સૂર્ય સ્કુરાયમાન થયે છતે કુમતરૂપી અંધકારનો વિલય થાય છે તે જય પામનારા, દયારૂપી વેલડીની વૃદ્ધિમાં વાદળાની જલધારાની આચરણા કરે એવી વાણીવાળા, હીરવિજયસૂરીન્દ્ર વીર પ્રભુના શાસનમાં વિરાજતા હતા. II૧. ભાવાર્થ - પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રતાપથી પ્રભાવિત થયેલા અકબરને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થઈ, તેથી તેમના તેજથી અકબરનું મન Page #58 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૧-૨ ૪૫ યોગમાર્ગને અભિમુખ ભાવવાળું થયું, તે પૂ. શ્રી હીરસૂરિશ્વરજી મહારાજ સા.ના પ્રતાપના કારણે ઘણા કુમતનો અંધકાર જગતમાં વિલય પામ્યો; કેમ કે તેમના પ્રભાવથી સન્માર્ગનું સ્થાપન થવાથી તે વખતે પ્રવર્તતા કુમતો નાશ પામ્યા. વળી, પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સા.ની વાણી દયાની વેલીની વૃદ્ધિમાં વાદળાની જલધારાની વૃષ્ટિ જેવી હતી, જેથી તેમના ઉપદેશને પામીને ઘણા યોગ્ય જીવોમાં દયાળુ સ્વભાવ પ્રગટ્યો. આથી અકબરે પણ પર્યુષણાદિ પર્વોમાં “અમારિ” પ્રવર્તાવેલ. તે પૂ. હીરસૂરીશ્વરજી મહારાજ સા. ગ્રંથકારશ્રીના અસ્તિત્વ પૂર્વે ભગવાનના શાસનમાં બિરાજતા હતા. આવા શ્લોક :प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षटतर्कोदधिमथनमन्थानमतयः सुशिष्योपाध्याया बभुरिह हि कल्याणविजयाः ।।२।। અન્વયાર્થ : સTITUTમૃતા શેષાં=સદ્ગણના ગણભૂત એવા જેઓના=સદ્ગણોના સમૂહને ધારણ કરનારા એવા શ્રી પૂ. હીરવિજયસૂરી મ.સા.ના યશ: સુધ=શરૂપી અમૃતને પાચં પાર્વ=પી પીને વિવુથ =વિબુધો પંડિત પુરુષો રૂદ અહીં જગતમાં હિં=શું નિરપાડ્યું પ્રમોહેંનિરપાય એવા=નિર્દોષ એવા પ્રમોદને ન વિશ્વતિ =ધારણ કરતા નથી ? અર્થાત્ ધારણ કરે જ છે. અમીષ=એ પૂ. શ્રી હીરવિજયસૂરી મ.સા.ના પર્તવયમથનમસ્થાનમઃ = પદ્ધકરૂપી ઉદધિના મથન માટે મંથાત જેવી મતિવાળા=૭ દર્શનરૂપી સમુદ્રને વલોવવા માટે રવૈયા જેવી મતિવાળા સુશિષ્યોપાધ્યાયા=સુશિષ્ય ઉપાધ્યાય વિનય =કલ્યાણવિજય =અહીં=ભગવાનના શાસનમાં વમ: થયા. ||રા ‘દિ' પાદપૂર્તિ અર્થે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૨-૩ શ્લોકાર્થ : સદ્ગુણોના સમૂહને ધારણ કરનારા એવા પૂ. શ્રી હીરવિજયસૂરીન્દ્ર મ.સા.ના યશરૂપી અમૃતને પી પીને પંડિત પુરુષો જગતમાં શું નિર્દોષ એવા પ્રમોદને ધારણ કરતા નથી ? અર્થાત્ ધારણ કરે જ છે. એ શ્રી પૂ. હીરવિજયસૂરીન્દ્ર મ.સા.ના સદૃર્શનરૂપી સમુદ્રને વલોવવા માટે રવૈયા જેવી મતિવાળા, સુશિષ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયજી ભગવાનના શાસનમાં થયા. [૨] ભાવાર્થ : પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સા. સંયમના અત્યંત પરિણામવાળા હતા, અને પંડિત પુરુષોને સંયમી તરીકેનો તેમનો યશ અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરતો હતો. તે પૂ. હીરસૂરીશ્વરજી મ.સા.ના સુશિષ્ય પૂ. કલ્યાણવિજયજી મ.સા. ઉપાધ્યાય થયા, જેઓની ષગ્દર્શનના અધ્યયન વિષયક નિર્મળ મતિ હતી. IIII શ્લોક ઃचमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी । सुशिष्यास्ते तेषां बभुरधिकविद्यार्जितयश:प्रशस्त श्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ।।३।। અન્વયાર્થ : = યસ્મિન્=જેઓમાં=જે પૂ. કલ્યાણવિજયજી મ.સા.માં (વર્તતી) અધિપત્રસિદ્ધિપ્રાયિની અધિક પદની સિદ્ધિને કરનારી એવી સ્થિતિઃ હેમી સ્થિતિ=સિદ્ધહેમ-વ્યાકરણ સંબંધી મર્યાદા ત્રિમુવનનનાનામપિ=ત્રિભુવનના જનોના પણ હૃતિ=હૃદયમાં ચમાાં વત્તે=ચમકારને આપે છે=આશ્ચર્ય કરે છે તેષાં તુ=વળી તેઓના=તે પૂ. કલ્યાણવિજયજી મ.સા.ના સુશિષ્યાઃ=સુશિષ્ય અધિવિદ્યાનિતયજ્ઞઃપ્રશસ્તશ્રીમાનઃ=અધિક વિદ્યાથી અર્જીત યશરૂપી પ્રશસ્ત લક્ષ્મીને ભજનારા પ્રવરવિબુધા:=પ્રવર વિબુધ એવા ભાવિનયાઃ=લાભવિજય વમુઃ=થયા. II3|| Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૩-૪ શ્લોકાર્ચ - જે પૂ. કલ્યાણવિજયજી મ. સા.માં વર્તતી અધિક પદની સિદ્ધિને કરનારી એવી સિદ્ધહેમવ્યાકરણ સંબંધી મર્યાદા ત્રિભુવનના જનોના પણ હદયમાં આશ્ચર્ય કરે છે, વળી તે પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના સુશિષ્ય અધિક વિધાથી અર્જિત યશરૂપી પ્રશસ્ત લક્ષ્મીને ભજનારા પ્રવર વિબુધ એવા પૂ. લાભવિજયજી મ. સા. થયા. Ilal નોંધ :- પ્રસ્તુત શ્લોકનાં ત્રીજા પાદમાં ‘સુશાસ્તે છે, તેને સ્થાને ‘શિઝાસ્તુ' હોય તેમ ભાસે છે. ભાવાર્થ : પ્રથમ શ્લોકમાં પૂ. શ્રી હીરસૂરિશ્વરજી મહારાજ સા ની સ્તુતિ કરી. ત્યારપછી તેમના શિષ્ય પૂ. કલ્યાણવિજયજી મ. સા.ની સ્તુતિ કરી. હવે તે પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. લાભવિજયજી મ. સા.ની સ્તુતિ કરતાં કહે છે. પૂ. કલ્યાણવિજયજી ઉપાધ્યાય મ. સા. સિદ્ધહેમ વ્યાકરણમાં વિશિષ્ટ બોધવાળા હતા. તેથી તેનાં ઘણાં સ્થાનોને તે રીતે સ્પષ્ટ કરતા હતા કે જેથી વિદ્વાનોને પણ આશ્ચર્ય થતું હતું, અને પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. લાભવિજયજી મ. સા. થયા, જેઓ ઘણાં શાસ્ત્રોને ભણેલા હતા. Ilal શ્લોક :यदीया दृग्लीलाभ्युदयजननी मादृशि जने जडस्थानेऽप्यर्कद्युतिरिव जवात् पङ्कजवने । स्तुमस्तच्छिष्याणां बलमविकलं जीतविजयाभिधानां विज्ञानां कनकनिकषस्निग्धवपुषाम् ।।४।। અન્વયાર્થ : નવને પંકજના વનમાં કમળના વનમાં નવા=ઝડપથી ગર્જયુતિઃ રૂઢ-અર્કની વૃતિ જેવી સૂર્યના પ્રકાશ જેવી થવીવાતૃત્નીના=જેની દશ્લીલા= જે પૂ. લાભવિજયજી મ. સા.ની દૃષ્ટિનો વિલાસ મશિનઃસ્થાપિ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સજ્જનસ્તુતિહાવિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૪-૫ અને મારા જેવા જડસ્થાનવાળા પણ જનમાં મ્યુનિનની=અભ્યદયની જનની થઈ=આબાદીને પેદા કરનારી થઈ નવનિરિઘવપુષા—સુવર્ણના કસોટી પથ્થર જેવા સ્નિગ્ધ શરીરવાળા વિણાનાં ગીતવિનયમિદાનાં તચ્છિા = પંડિત એવા પૂ. જીતવિજય મ. સા.ના અભિધાનવાળા તેઓના શિષ્યના વિદ્વાન પૂ. જીતવિજયજી મ. સા. નામના તે પૂ. લાભવિજયજી મ. સા.ના શિષ્યતા, વિનં વā=અવિકલ બળને સ્તુન:=અમે આવીએ છીએ એમ ગ્રંથકારશ્રી કહે છે. I૪ના શ્લોકાર્થ : કમળના વનમાં ઝડપથી સૂર્યના પ્રકાશ જેવી જે પૂ. લાભવિજયજી મ. સા.ની દષ્ટિનો વિલાસ મારા જેવા જડના સ્થાનવાળા પણ જનમાં અભ્યદયની જનની થઈ; સુવર્ણના કસોટી પથ્થર જેવા સ્નિગ્ધ શરીરવાળા, પંડિત એવા પૂ. જીતવિજય મ. સા. નામના તે પૂ. લાભવિજયજી મ. સા.ના શિષ્યના અવિકલ બળની અમે સ્તવના કરીએ છીએ. llli ભાવાર્થ - પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. લાભવિજયજી મ. સા. ઘણાં શાસ્ત્રો ભણેલા હતા, તેથી ગ્રંથકારશ્રીને તેમની પાસેથી ઘણા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. તેમના પૂ. જીતવિજયજી મ. સા. નામના શિષ્ય હતા, જેમના દેહનો વર્ણ કસોટીના પત્થર જેવો શ્યામ હોવા છતાં સ્નિગ્ધ હતો, અને જેઓનું બળ અવિકલ હતુંeતપ, સંયમની પ્રવૃત્તિ કરવામાં સમર્થ શરીર હતું, તેમની અમે સ્તુતિ કરીએ છીએ. જો શ્લોક - प्रकाशार्थं पृथ्व्यास्तरणिरुदयाद्रेरिह यथा यथा वा पाथोभृत्सकलजगदर्थं जलनिधेः । तथा वाणारस्याः सविधमभजन ये मम कृते सतीर्थ्यास्ते तेषां नयविजयविज्ञा विजयिनः ।।५।। Page #62 -------------------------------------------------------------------------- ________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|પ્રશસ્તિ/શ્લોક-૫-૬ અન્વયાર્થ: હૃદ=અહીં=જગતમાં થથા=જેમ તળિઃ=સૂર્ય પૃથ્વાઃ પ્રજાશાર્થ=પૃથ્વીના પ્રકાશ અર્થે નવાણે: ઉદયાદ્રિની=ઉદયાચલ પર્વતની (નજદીકતાને ભજે છે) યથા વા=અથવા જેમ પાથોમૃત્=વાદળ સનનાવË=સકલ જગત અર્થે નાનિયેઃ=જલનિધિની=સમુદ્રની (નજદીકતાને ભજે છે) તથા=તેમ તેષાં=તેઓના=તે પૂ. જીતવિજયજી મ.સા.ના સતીક્ષ્ણ:=સતીર્થં=ગુરુભાઈ એવા યે=જેમણે મમ તે=મારા માટે વાળરસ્યા: સવિë=વાણારસીના સવિધને કાશીની નજદીકતાને મન=ભજી તે=તે નવિનવિજ્ઞા=પૂ. નયવિજય પંડિત વિયિનઃ=વિજય પામનારા હતા. પા શ્લોકાર્થ : જગતમાં જેમ સૂર્ય પૃથ્વીના પ્રકાશ અર્થે ઉદયાચલ પર્વતની નજદીકતાને ભજે છે, અથવા જેમ વાદળ સમગ્ર જગત અર્થે સમુદ્રની નજદીકતાને ભજે છે, તેમ તે પૂ. જીતવિજયજી મ. સા.ના ગુરુભાઈ એવા જેમણે મારા માટે વાણારસીની નજદીકતાને ભજી, તે પૂ. નયવિજયજી મ. સા. પંડિત વિજય પામનારા હતા. ૫ ભાવાર્થ : પૂ. જીતવિજયજી મ. સા.ના ગુરુભાઈ પૂ. નયવિજયજી મ. સા. હતા અને તે પૂ. નયવિજયજી મ. સા. ગ્રંથકાર શ્રી યશોવિજયજી મ. સા.ના ગુરુ છે, અને જેઓ ગ્રંથકારને વિદ્વાન બનાવવા અર્થે કાશીમાં લઈ ગયેલા તે પૂ. નયવિજયજી મ. સા. ભગવાનના શાસનમાં વિજયવંતા વર્તે છે. III શ્લોક ઃ यशोविजयनाम्ना तच्चरणांभोजसेविना । द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ||६| અન્વયાર્થ: ૪૯ ત—રામ્મોનવિના=તેમના ચરણાંભોજના સેવી=તે પૂ. નયવિજયજી મ.સા.ના ચરણરૂપી કમળને સેવનારા યશોવિનયનાના=‘યશોવિજય' નામના Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૦ સજ્જનસ્તુતિહાત્રિશિકા/પ્રશસ્તિ/શ્લોક-૬-૭ સાધુ વડે ત્રિશિવાનાં બત્રીશીઓની વિવૃત્તિઃ તત્ત્વાર્થીપિવા=વિવૃત્તિ વ્યાખ્યા ‘તત્વાર્થદીપિકા' વકરાઈ. ligi શ્લોકાર્ચ - તે પૂ. નયવિજયજી મ.સા.ના ચરણકમળને સેવનારા યશોવિજય નામના સાધુ વડે બત્રીશીઓની વિવૃત્તિ ‘તત્વાર્થદીપિકા' કરાઈ. llsી. ભાવાર્થ : તે પૂ. નયવિજયજી મ. સા.ના શિષ્ય શ્રી યશોવિજયજીએ બત્રીશીની તત્ત્વાર્થદીપિકા' ટીકા કરી છે. liા અવતરણિકા - ગ્રંથકારશ્રીએ પૂ. હીરસૂરીશ્વરજી મહારાજથી પોતાના ગુરુ સુધીની પરંપરાની સ્તુતિ કરી અને પોતે આ ગ્રંથની ટીકા કરેલ છે તે બતાવ્યું. હવે કેટલાક બીજાનાં છિદ્રોને જોનારા પુરુષો તેમના ગ્રંથમાં દોષોનું ઉદ્દભાવન કરે છે, તે અનુચિત છે. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राप्यहह महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टिर्निविशते ।।७।। અન્વયાર્થ મદદ અહો !મૂનાં સરિ=મૂર્ખાઓની સભામાં તાત્રે =કરના તાલો વડે હાથતાળીઓ વડેવવચન માર્ગે ચર્થતં-કોઈક મહાન અર્થમાં વ્યર્થપણાને માનતા સુમારે દરરને સર્વત્ર વૃધત્વ અને સુકુમાર રેચનમાં સર્વત્ર પણ બુધપણા=સરળ રચનાવાળા ગ્રંથમાં સર્વત્ર પણ પંડિતપણાને માનતા મરતાં નિતીન્દ્ર વ્યસનિતા=મહાન પુરુષોની અત્યંત કુવ્યસનીપણાને નવતર માનતા એવા સ્વતાનાં=ખલોનીeખરાબ પુરુષોની સૃષ્ટિ:=દષ્ટિ વર્તારપત્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૧ સજ્જન સ્તુતિહાવિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૭-૮ ક્યારેય પણ સાર્વેકસાગ્રુણ્યમાં=સગુણપણામાં ન નિવિશ=નિવેશ પામતી નથી. IIકા. શ્લોકાર્ચ - અહો ! મૂર્ખાઓની સભામાં હાથતાળીઓ વડે કોઈક મહાન અર્થમાં વ્યર્થપણાને માનતા અને સરળ રચનાવાળા ગ્રંથમાં સર્વત્ર પણ પંડિતપણાને માનતા, મહાન પુરુષોની અત્યંત કુવ્યસનીપણાને માનતા એવા ખરાબ પુરુષોની દષ્ટિ ક્યારેય પણ સદ્ગણપણામાં પ્રવેશ પામતી નથી. III ભાવાર્થ - ખલપુરુષો મૂર્ખાઓની સભામાં હાથતાળી વડે પોતાના ભાવો વ્યક્ત કરતા મહાઅર્થવાળા ગંભીર ગ્રંથોમાં વ્યર્થપણાને કહે છે અર્થાત્ ગ્રંથકારશ્રીએ જે પ્રસ્તુત “કાત્રિશિકા” રચી છે, તે મહાન અર્થને કહેનારી છે, તેને ખલવેશધારી સાધુઓ “આ રચના વ્યર્થ છે” તેમ કહે છે, અને “સરળ રચનાવાળા ગ્રંથોને ગ્રહણ કરીને આ ગ્રંથરચના કરનારા વિબુધ છે”, એ પ્રમાણે કહીને ગ્રંથકારશ્રીની ગંભીર અર્થને કહેનારી દ્વાર્નાિશિકા' ગ્રંથનું અવમૂલ્યન કરે છે, અને સામાન્ય પદાર્થને કહેનાર એવા ગ્રંથોને મહત્ત્વ આપે છે; અને મહાપુરુષોની રચનામાં અમે વિદ્વાન છીએ” એ પ્રકારની વિદ્વત્તા બતાવવાની કુવ્યસનિતા છે, તેમ માનતા એવા તે ખલપુરુષોની દૃષ્ટિ ક્યારેય પણ સદ્દગુણમાં નિવેશ પામતી નથી અર્થાતુ ભગવાનના વચનના પરમાર્થને કહેનારાં સુંદર વચનોમાં તેમની મતિ ક્યારેય પણ પ્રવેશ પામતી નથી. પરંતુ માત્ર તેઓ કહે છે કે સર્વ લોકોને ગ્રાહ્ય થાય તેવા જ ગ્રંથો રચવા જોઈએ. આ પ્રકારની વિદ્વત્તાના પ્રદર્શન કરનાર એવા ગ્રંથની રચનાથી શું ? એમ કહીને તે ગ્રંથની નિંદા કરે છે, તે ખલોની કુદૃષ્ટિ છે. IITી અવતરણિકા : ખલપુરુષો મહાઅર્થને કહેનારા ગ્રંથવિષયક શું કહે છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે મહાઅર્થને કહેનારા ગ્રંથને જોઈને સદ્પુરુષો શું કહે છે, તે બતાવવા અર્થે કહે છે – Page #65 -------------------------------------------------------------------------- ________________ પર સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૮ શ્લોક : अपि न्यूनं दत्वाभ्यधिकमपि संमील्य सुनयैवितत्य व्याख्येयं वितथमपि सङ्गोप्य विधिना । अपूर्वग्रन्थार्थप्रथनपुरुषार्थाद्विलसतां सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदयविधौ ।।८।। અન્વયાર્થ: ગપિ વળી ચૂનં અધિવપ રત્વ=ન્યૂનને અભ્યધિક પણ આપીને સુન: સમી સુનયો દ્વારા સંમિલન કરીને વ્યાઘેવં વિતત્વ વ્યાખ્યયને વિસ્તારીને વિતથપિ વિધિના સો વિતથને પણ વિધિથી સંગોપવીને પૂર્વત્થાર્થથનપુરુષાર્થાત્સઅપૂર્વ એવા ગ્રંથતા અર્થોના વિસ્તાર કરવાના પુરુષાર્થથી વિસત સત વિલાસ પામતા એવા સંતોની=સપુરુષોની દૃષ્ટિ:દષ્ટિ વિકૃતિવિભૂષો વિથ =કવિની કૃતિની વિભૂષાના ઉદયની વિધિમાં કવિએ કરેલી કૃતિની શોભાની વૃદ્ધિ માટેની ક્રિયામાં સૃષ્ટિ:=સૃષ્ટિરૂપ= સર્જનરૂપ છે. Iટા શ્લોકાર્ચ - વળી, ન્યૂનને અભ્યધિક પણ આપીને, સુનયો દ્વારા મેળવીને, વ્યાખ્યયને વિસ્તારીને, વિતથને પણ વિધિપૂર્વક છુપાવીને, અપૂર્વ એવા ગ્રંથના અર્થોનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી વિલાસ પામતા એવા સપુરુષોની દષ્ટિ કવિએ કરેલી કૃતિની શોભાની વૃદ્ધિ માટેની ક્રિયામાં સર્જનરૂપ છે. Iટll ભાવાર્થ કોઈ મહાપુરુષોએ ગંભીર અર્થને કહેનારા જિનવચન અનુસાર શાસ્ત્રની રચના કરેલ હોય અને તેમાં કંઈક ન્યૂનતા દેખાય તો સત્પરુષો તે સ્થાનમાં ન્યૂનતા દૂર થાય તે રીતે અધિકને ઉમેરે છે. તેથી તે ગ્રંથમાં ન્યૂનતા દૂર થવાથી તત્ત્વની યથાર્થ પ્રાપ્તિ કરાવે તેવો તે ગ્રંથ બને છે. વળી, કોઈ મહાપુરુષનો તત્ત્વને બતાવનાર ગ્રંથ હોય અને સંતપુરુષોને Page #66 -------------------------------------------------------------------------- ________________ પ3 સજનસ્તુતિહાત્રિશિકા/પ્રશસ્તિ/શ્લોક-૮-૯ દેખાય કે આ ગ્રંથમાં સુનયોનું મિલન કરવામાં આવે તો આ ગ્રંથ તત્ત્વપ્રાપ્તિમાં ઉપકારક થાય તેમ છે તો તે સંતપુરુષોની દૃષ્ટિ તે ગ્રંથમાં સુનયોનું સંમિલન કરે છે. વળી, કોઈક સ્થાનમાં તે ગ્રંથનો વ્યાપેય પદાર્થ વિસ્તાર કરવા જેવો જણાય તો તેનો વિસ્તાર કરીને તે ગ્રંથને અતિશયિત કરે છે. વળી, કોઈ મહાપુરુષોએ જિનવચન અનુસાર ગ્રંથની રચના કરી હોય અને અનાભોગથી કોઈક સ્થાનમાં સ્કૂલના થઈ હોય તો સંતપુરુષો તે ગ્રંથનું અવમૂલ્યન કરતા નથી, પરંતુ વિધિપૂર્વક તે વિપરીત કથનનું સંગોપન કરે છે, જેથી તે મહાપુરુષની આશાતના થાય નહિ અને તે ગ્રંથની ન્યૂનતા પણ દૂર થાય. તેથી અપૂર્વ એવા ગ્રંથના અર્થોનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી વિલાસ પામતી એવી સપુરુષોની દૃષ્ટિ મહાપુરુષ એવા કોઈ કવિએ રચેલી કૃતિની શોભાને વધારવા માટે સૃષ્ટિ છે=પ્રવૃત્તિ રૂ૫ છે. આમ કહીને ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે પોતે મહાઅર્થને કહેનાર એવી આ “દ્વાત્રિશિકા” ગ્રંથની રચના કરેલ છે, તેને પુરુષો ઉચિત સુધારાથી વિભૂષિત કરશે, પરંતુ ખલપુરુષોની જેમ અવમૂલ્યન કરશે નહિ. Iટા બ્લોક : अधीत्य सुगुरोरेनां सुदृढं भावयन्ति ये । ते लभन्ते श्रुतार्थज्ञाः परमानन्दसम्पदम् ।।९।। અચાર્ય : સુપુર =સુગુરુ પાસેથી નાં આવે=બત્રીશીની વિવૃત્તિને નથી=ભણીને =જેઓ સુદૃઢં=સુદઢ ભાવત્તિ=ભાવન કરે છે કૃતાર્થજ્ઞા:=શ્રુતના અર્થને જાણનારા એવા તે તેઓ પરમાનન્દસમ્પષ્ણપરમાનંદરૂપી સંપદાને નમઃ પ્રાપ્ત કરે છે. III. શ્લોકાર્ય : સુગુરુ પાસેથી બત્રીશીની વિવૃત્તિને ભણીને જેઓ તેનું સુદઢ ભાવન કરે છે, કૃતના અર્થને જાણનારા એવા તેઓ પરમાનંદરૂપ સંપત્તિને પ્રાપ્ત કરે છે. III Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૯-૧૦ ભાવાર્થ: ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં સર્વજ્ઞના વચન અનુસાર શ્રુતના પદાર્થો નિબદ્ધ કર્યા છે અને તત્ત્વના અર્થી એવા જીવો સુગુરુ પાસેથી આ ગ્રંથને ભણશે તો ભગવાને કહેલા શાસ્ત્રના ૫૨માર્થની તેઓને પ્રાપ્તિ થશે, અને તે પ્રમાણે બોધ કર્યા પછી તે શ્રુતથી જેઓ આત્માને સુદઢ ભાવિત કરશે, તેઓ શ્રુતના અર્થને જાણનારા થશે અને તેનાથી મોક્ષપદને પામશે. IIII શ્લોક ઃ प्रत्यक्षरं ससूत्राया अस्या मानमनुष्टुभां । शतानि च सहस्राणि पञ्चपञ्चाशदेव च ।। १० ।। અન્વયાર્થ: સસૂત્રાપા અસ્યા:-સસૂત્ર એવી આના=સૂત્રસહિત બત્રીશીની વિવૃત્તિના પ્રત્યક્ષર=પ્રત્યક્ષર=દરેક અક્ષરને આશ્રયીને અનુદુમાં=અનુષ્ટભોનું માનં= માન પત્ર્ય સહસ્ત્રાળિ પળ્વાશદેવ !=પાંચ હજાર અને પચાસ જ પ્રમાાાનિ= પ્રમાણ છે. ||૧૦|| શ્લોકાર્થ ઃ દરેક અક્ષરને આશ્રયીને સૂમસહિત બત્રીશીની વિવૃત્તિના અનુષ્ટુભોનું માન પાંચ હજાર અને પચાસ જ (૫૦૫૦) પ્રમાણ છે. ||૧૦|I નોંધ :- પ્રસ્તુત શ્લોકના ત્રીજા પાદમાં ‘શનિ પ’ છે તેને સ્થાને ‘પ્રમાળાનિ’ હોય તેમ ભાસે છે. ભાવાર્થ: સૂત્રસહિત આ ટીકાનું અનુભથી માન ગણવામાં આવે તો પાંચ હજાર ને પચાસ (=૫૦૫૦) શ્લોકપ્રમાણ આ ગ્રંથ છે. ૧૦ના इति श्रीमहामहोपाध्यायन्यायविशारदन्यायाचार्य श्रीमद्यशोविजयगणिविरचिता द्वात्रिंशद्वात्रिंशिकाः । Page #68 -------------------------------------------------------------------------- ________________ "नाम सज्जन इति त्रिवर्णकं, कर्णकोटरकुटुंबि चेद् भवेत् / नोल्लसन्ति विषशक्तयस्तदा, વ્યમત્રનિહતા: રત્નો : " સજ્જન એ પ્રમાણેનું ત્રણ વર્ણવાળું નામ, જે કર્ણકોટરકુટુંબી થાય તો દિવ્યમંત્રથી હણાયેલી એવી વિષશક્તિવાળી ખલની ઉક્તિઓ ઉલ્લાસ પામતી નથી.” : પ્રકાશક : માતાથ મા DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 98240486803