SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૫ અન્વયાર્થ દુર્વિરાનિતાંતા– ગુરૂ=બહુ ગુણોથી વિરાજિત એવા તે ગુરુને શ્રી નયવિજયજી ગુરુને નિર્જુન =નિર્ગુણ એવો હું ? જુઓ =કયા ગુણોથી ૩૫વરામિ ઉપકાર કરું ? વતeખરેખર નવ વતઃ દ વારિદ્રસ્થ જીવનને આપતા વાદળાને વાતાર્મા:=ચાતકનો બાળ વિં=શું, રાતુ=આપે? પરપા શ્લોકાર્ચ - બહુ ગુણોથી વિરાજિત એવા તે ગુરુને શ્રી નયવિજયજી ગુરુને, નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકાર કરું? ખરેખર ! જીવનને આપતા એવા વાદળાને ચાતકનો બાળ શું આપે ? રપા ભાવાર્થ ગ્રંથકારશ્રી કહે છે કે પોતાના ગુરુ ઘણા ગુણોથી શોભી રહ્યા છે અર્થાત્ સંયમના અત્યંત પક્ષપાતી છે, શ્રુતના અત્યંત રાગી છે અને યોગ્ય એવા શિષ્યને શ્રુત ભણાવીને તેઓના કલ્યાણના પરમ કારણ છે વગેરે બહુગુણોથી શોભતા એવા શ્રી નવિજયજી ગુરુનો ગુણરહિત એવો હું કયા ગુણોથી ઉપકાર કરું? અર્થાત્ તેઓનો ઉપકાર કરી શકું એવા ગુણ મારામાં નથી, તેથી હું નિર્ગુણ છું. માટે તેમનો ઉપકાર કરી શકું તેમ નથી. આ કથનને દૃષ્ટાંતથી સમજાવે છે. જેમ પોતાને જીવન આપનાર એવા વરસાદ વરસાવનારાં વાદળાંઓ ઉપર ચાતક પક્ષીનું બાળક શું ઉપકાર કરી શકે ? અર્થાત્ કાંઈ ઉપકાર કરી શકે નહિ. તેમ ચાતક પક્ષીના બાળક જેવા મારા ઉપર અથાગ શ્રમ કરીને શ્રતરૂપી વરસાદ જેમણે વરસાવ્યો, તેમનાથી મને શાસ્ત્રચક્ષુરૂપ જીવનની પ્રાપ્તિ થઈ. તે જીવન આપનાર વાદળાસ્થાનીય શ્રી નયવિજયજી ગુરુભગવંતને ચાતકના બાળક જેવો હું શું આપી શકું ? અર્થાત્ જેમ ચાતક પક્ષી વાદળાના ઉપકારને ગ્રહણ કરી શકે છે, પરંતુ વાદળાને કંઈ આપી શકતું નથી, તેમ શ્રી નવિજયજી ગુરુનો ઉપકાર હું ગ્રહણ કરી શકું છું, પરંતુ તેમને કાંઈ આપી શક્તો નથી. રપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy