________________
સજનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨૫
૩૧ સૂર્યનાં કિરણોથી, મારા મનરૂપી સરોવરમાંથી બિડાયેલું એવું શાસ્ત્રરૂપી કમળ ઉલ્લાસ પામતું નયપરાગથી સંગત સજ્જનોરૂપી ભમરાઓ વડે સેવાય છે. ર૪.
ભાવાર્થ :
ગ્રંથકારશ્રી તત્ત્વના અત્યંત અર્થી હતા તોપણ તેમના હૈયામાં શાસ્ત્રરૂપી કમળ બિડાયેલું હતું, કેમ કે શાસ્ત્ર ભણવાની શક્તિ હોવા છતાં શાસ્ત્ર ભણ્યા પૂર્વે તે શક્તિ વ્યક્તરૂપે પ્રગટ ન હતી, પરંતુ તત્ત્વની જિજ્ઞાસાથી યુક્ત શાસ્ત્ર ભણવાની શક્તિરૂપે શાસ્ત્રરૂપી કમળ ગ્રંથકારશ્રીના હૈયામાં હતું. જેમ બિડાયેલું કમળ સૂર્યનાં કિરણોથી ખીલે છે, તેમ ગ્રંથકારશ્રીના મનરૂપી સરોવરમાંથી શાસ્ત્રરૂપી કમળ શ્રી નવિજયજી ગુરુના ગુણોરૂપી સૂર્યનાં કિરણોથી ઉલ્લાસ પામે છે. વળી, તે ઉલ્લાસ પામતું શાસ્ત્રરૂપી કમળ અનેક નયોના બોધરૂપ પરાગથી યુક્ત છે, તેથી ગ્રંથકારશ્રીના હૈયામાં ઉલ્લાસ પામેલું નયપરાગયુક્ત એવું શાસ્ત્રકમળ તત્ત્વના અર્થી એવા ઉત્તમ પુરુષોરૂપ ભમરાઓથી સેવાય છે.
અહીં વિશેષ એ છે કે સરોવરમાં કમળ બિડાયેલું હોય ત્યારે તેમાંથી કમળની સુગંધ પ્રગટ થતી નથી, તેથી ભમરાઓથી સેવાતું નથી, અને જ્યારે સૂર્યનાં કિરણોથી તે કમળ ખીલે છે, ત્યારે તે કમળમાંથી સુગંધ મહેંકવાથી ભમરાઓ તેને સેવે છે, તેમ ગ્રંથકારશ્રીના હૈયામાં શાસ્ત્ર ભણવાની તીવ્ર ઇચ્છા હતી, અને શાસ્ત્રના તત્ત્વને પામી શકે તેવી શક્તિ અપ્રગટ હતી તેથી શાસ્ત્ર ભણવા પૂર્વે તે શાસ્ત્રરૂપી કમળ બિડાયેલું હતું અને શ્રી નવિજયજી ગુરુના અથાગ શ્રમથી તે શાસ્ત્રરૂપી કમળ ઉલ્લાસ પામ્યું અને તેના કારણે ગ્રંથકારશ્રીને સ્યાદ્વાદનો મર્મસ્પર્શી બોધ થયો, જેથી નયોની દૃષ્ટિરૂપી સુગંધ તેમાંથી મહેંકવા લાગી અને તેના કારણે તત્ત્વના અર્થી એવા સુસાધુરૂપી ભમરાઓ ગ્રંથકારશ્રીના હૈયામાં રહેલા શાસ્ત્રના બોધને ગ્રહણ કરવા માટે તેમની પાસે અધ્યયન કરે છે. ll૨૪. શ્લોક :निर्गुणो बहुगुणैर्विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः । वारिदस्य ददतो हि जीवनं किं ददातु बत चातकार्भकः ।।२५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org