________________
સજ્જનસ્તુતિહાવિંશિકા/સંકલના વધશે.” ખલના તે વચનથી પ્રેરાઈને સજ્જનોની પ્રવૃત્તિમાં કોઈ શંકા કરે તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
પિતાના વચનને કહેનારા બાળના વચનથી પિતાના વચનની હીલના થતી નથી, તેમ પૂર્વસૂરિઓના વચનને કહેનારા અમારા વચનથી પૂર્વસૂરિઓની હીલના થતી નથી.
વળી, દુર્જન શંકા કરે છે કે “નવા ગ્રંથની રચનાથી પૂર્વના સૂરિઓના ગ્રંથોનું અધ્યયન અલ્પ થશે.” તેને પણ ઉત્તર આપતાં સર્જન કહે છે કે “નવી ગ્રંથરચનાથી પૂર્વસૂરિઓના પદાર્થોનું પોતાને સ્મરણ થશે, અન્ય જીવોને પણ પૂર્વસૂરિઓના વચનોના રહસ્યની પ્રાપ્તિ થશે અને પૂર્વસૂરિઓના પદાર્થોનું મનન કરવાથી પોતાને પણ નવી મતિ પ્રાપ્ત થશે. તેથી નવા ગ્રંથની રચનામાં કોઈ દોષ નથી.
આ રીતે સજ્જનોની પ્રવૃત્તિ શક્તિના પ્રકર્ષથી શાસ્ત્ર અધ્યયનની, અને શાસ્ત્ર અધ્યયન કર્યા પછી નવા નવા ગ્રંથોની રચનાની છે અને તે કેવળ સ્વપરના ઉપકારરૂપ છે, તેમ બતાવીને ગ્રંથકારશ્રીએ પોતાના ઉપર કરેલ પૂ. ગુરુ નયવિજયજીના ઉપકારનું સ્મરણ કરીને તેમની સ્તુતિ કરેલ છે. સજ્જન પુરુષો હંમેશાં કોઈનો સામાન્ય ઉપકાર પણ ભૂલે નહિ તેવા હોય છે, જ્યારે પોતાના ગુરુએ તો પોતાના માટે ઘણો શ્રમ કરીને પોતાને વિદ્વાન બનાવ્યા છે, તેથી તેમનું સ્મરણ કરીને ગ્રંથકાર પોતાની સર્જનતા વ્યક્ત કરે છે.
છvસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૪, ચૈત્ર વદ-૩, તા. ૨૩-૪-૨૦૦૮, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org