________________
સજ્જનસ્તુતિહાવિંશિકાબ્લોક-૭ શ્લોક :या कलङ्किवसतेर्न सक्षया, या कदापि न भुजङ्गसङ्गता । गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ।।७।।
અન્વયાર્થ :
યા સક્ષયા=સક્ષય એવી જેસુધા=અમૃત ન જોવિ =કલંકીની વસ્તીથી નથી=ચંદ્રના સ્થાનથી નથી. મુનાસતા=ભુજંગની સાથે સંગતાવાળી =જે=જે સુધા ન પ ક્યારેય પણ નથી જોત્રમત્નસિક ઈન્દ્રની સભામાં યા=જે=જે સુધા =નથી સાતે રવિ સુથા=કોઈક સુધા સતાં વારિ=સંતોની વાણીમાં મતિરિd=વિશેષ પ્રકારની છે. liા શ્લોકાર્ચ -
સક્ષય એવી જે સુધા, કલંકીની વસતીથી નથી ચંદ્રના સ્થાનથી નથી, ભુજંગની સાથે સંગતાવાળી જે ક્યારેય પણ નથી, ઈન્દ્રની સભામાં જે નથી, તે કોઈક સુધા સંતોની વાણીમાં વિશેષ પ્રકારની છે. IIII ભાવાર્થ -
લોકમાં પ્રચલિત છે કે ચંદ્રમાંથી સુધા=અમૃત ઝરે છે અર્થાત્ શીતળતા ઝરે છે, પરંતુ તે સુધા ક્ષય પામનાર હોવાથી સંત પુરુષોની વાણીમાં રહેલી સુધા જેવી નથી. વળી, સંત પુરુષોની વાણીમાં રહેલી સુધી ક્યારેય ભુજંગ સાથે સંગત કરે તેવા સ્વભાવવાળી નથી. વળી, ઇન્દ્રની સભામાં અમૃત છે, એમ પ્રચલિત છે. તેને સામે રાખીને કહે છે કે ઇન્દ્રની સભામાં જે અમૃત નથી, એવું કોઈક અમૃત સંતોની વાણીમાં છે. માટે સંતોની વાણી વિશિષ્ટ પ્રકારના અમૃતથી યુક્ત છે.
આશય એ છે કે ચંદ્ર કલંકવાળો છે, તેથી તેને કલંકી કહેવામાં આવે છે, અને તેના સ્થાનથી જે શીતળતા ઝરે છે, તે અમૃત જેવી છે; તોપણ તે ક્ષય પામનારી છે, પરંતુ સતત પ્રાપ્ત થનારી નથી. જ્યારે સંતપુરુષની વાણી તો યોગ્ય જીવોને યોગમાર્ગ બતાવીને મહાકલ્યાણનું કારણ બને તેવી શીતળતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org