________________
પ૧
સજ્જન સ્તુતિહાવિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૭-૮
ક્યારેય પણ સાર્વેકસાગ્રુણ્યમાં=સગુણપણામાં ન નિવિશ=નિવેશ પામતી નથી. IIકા. શ્લોકાર્ચ -
અહો ! મૂર્ખાઓની સભામાં હાથતાળીઓ વડે કોઈક મહાન અર્થમાં વ્યર્થપણાને માનતા અને સરળ રચનાવાળા ગ્રંથમાં સર્વત્ર પણ પંડિતપણાને માનતા, મહાન પુરુષોની અત્યંત કુવ્યસનીપણાને માનતા એવા ખરાબ પુરુષોની દષ્ટિ ક્યારેય પણ સદ્ગણપણામાં પ્રવેશ પામતી નથી. III ભાવાર્થ -
ખલપુરુષો મૂર્ખાઓની સભામાં હાથતાળી વડે પોતાના ભાવો વ્યક્ત કરતા મહાઅર્થવાળા ગંભીર ગ્રંથોમાં વ્યર્થપણાને કહે છે અર્થાત્ ગ્રંથકારશ્રીએ જે પ્રસ્તુત “કાત્રિશિકા” રચી છે, તે મહાન અર્થને કહેનારી છે, તેને ખલવેશધારી સાધુઓ “આ રચના વ્યર્થ છે” તેમ કહે છે, અને “સરળ રચનાવાળા ગ્રંથોને ગ્રહણ કરીને આ ગ્રંથરચના કરનારા વિબુધ છે”, એ પ્રમાણે કહીને ગ્રંથકારશ્રીની ગંભીર અર્થને કહેનારી દ્વાર્નાિશિકા' ગ્રંથનું અવમૂલ્યન કરે છે, અને સામાન્ય પદાર્થને કહેનાર એવા ગ્રંથોને મહત્ત્વ આપે છે; અને મહાપુરુષોની રચનામાં
અમે વિદ્વાન છીએ” એ પ્રકારની વિદ્વત્તા બતાવવાની કુવ્યસનિતા છે, તેમ માનતા એવા તે ખલપુરુષોની દૃષ્ટિ ક્યારેય પણ સદ્દગુણમાં નિવેશ પામતી નથી અર્થાતુ ભગવાનના વચનના પરમાર્થને કહેનારાં સુંદર વચનોમાં તેમની મતિ ક્યારેય પણ પ્રવેશ પામતી નથી. પરંતુ માત્ર તેઓ કહે છે કે સર્વ લોકોને ગ્રાહ્ય થાય તેવા જ ગ્રંથો રચવા જોઈએ. આ પ્રકારની વિદ્વત્તાના પ્રદર્શન કરનાર એવા ગ્રંથની રચનાથી શું ? એમ કહીને તે ગ્રંથની નિંદા કરે છે, તે ખલોની કુદૃષ્ટિ છે. IITી અવતરણિકા :
ખલપુરુષો મહાઅર્થને કહેનારા ગ્રંથવિષયક શું કહે છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે મહાઅર્થને કહેનારા ગ્રંથને જોઈને સદ્પુરુષો શું કહે છે, તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org