________________
૧૮
સજ્જનસ્તુતિદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ સમુદ્રમાં નૌકાની જેમ=સમુદ્રમાં નાવથી પ્રવેશ થાય છે એની જેમ, તે આeગ્રંથકારશ્રીએ નવા ગ્રંથની રચના કરી તે, આ અહીં આગમમાં પ્રવેશ કરાવનાર છે, એ પ્રમાણે સત્પુરુષોનો સઉત્તર છે ખલના દૂષણનો યથાર્થ ઉત્તર છે. II૧૪ll ભાવાર્થ :
કેટલાક જીવો આત્મકલ્યાણ અર્થે ધર્મમાં પ્રવૃત્તિ કરતા હોય, તોપણ બુદ્ધિની વકતાને કારણે વિચારે છે કે સર્વજ્ઞકથિત આગમ છે, આત્મકલ્યાણ માટે ઉપકારક આગમનાં વચનો છે ત્યારે જે મહાત્માઓ નવા નવા ગ્રંથોનો શ્રમ કરે છે, તેઓને પોતાની શક્તિ જગતને બતાવવાનો મદ છે. જો પોતાની શક્તિ જગતને બતાવવાનો મદ ન હોય તો લોકોને આગમના જ પરમાર્થો બતાવવા જોઈએ, પરંતુ પોતે કંઈક જાણે છે, તેમ માનીને પોતાની સ્વતંત્ર રચના કરવી જોઈએ નહિ. આમ કહીને જેઓ શાસ્ત્રમર્યાદાથી નવા ગ્રંથની રચના ઉચિત નથી, એ પ્રમાણે કહીને પૂર્વના મહાપુરુષોએ કરેલી શાસ્ત્રરચનાને દૂષિત કરે છે, અને વર્તમાનમાં પણ કોઈ મહાત્મા લોકોના ઉપકાર અર્થે નવી શાસ્ત્રની રચના કરતા હોય તેને દૂષિત કરે છે, તેઓ ખલ છે. તેવા ખેલ પુરુષો વડે અપાયેલા દૂષણનો સઉત્તર આપીને સંતપુરુષો તે દોષોનો પરિહાર કરતાં કહે છે કે જેમ સમુદ્રમાં પ્રવેશ દુષ્કર હોય ત્યારે નાવ દ્વારા સમુદ્રમાં પ્રવેશ થઈ શકે છે, તેમ સમુદ્ર જેવા સર્વજ્ઞના વચનરૂપ આગમમાં મંદ મતિવાળા જીવોનો પ્રવેશ થઈ શકતો ન હોય ત્યારે સંતપુરુષો દ્વારા કરાયેલા નવા ગ્રંથની રચનાથી તેઓનો આગમમાં પ્રવેશ થઈ શકે છે. તેથી સંતપુરુષો યોગ્ય જીવોના ઉપકાર અર્થે નવી ગ્રંથરચના કરે છે, પરંતુ મદથી નવી ગ્રંથરચના કરતા નથી.
અહીં વિશેષ એ છે કે આગમનાં વચનો વાંચવા માત્રથી કે સાંભળવા માત્રથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી, પરંતુ આગમ જે પદાર્થો જે તાત્પર્યથી કહે છે, તે તાત્પર્યનો બોધ થાય તો જ આગમ કલ્યાણનું કારણ બને છે. વળી, આગમનાં વચનો અતિગંભીર છે, મંદ બુદ્ધિવાળા જીવો તેના પરમાર્થને પામી શકે તેમ નથી. તેથી ગીતાર્થ પુરુષો આગમના પરમાર્થને પ્રાપ્ત કરીને પોતાનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org