________________
૩૭
સજ્જનસ્તુતિહાવિંશિકાબ્લોક-૨૮-૨૯
અને મારાથી જ મૃદુ બુદ્ધિવાળા જેઓ છે, તેઓને આનાથી પણ= પોતાના ગ્રંથથી પણ, ઉપકાર થશે. વળી પરમબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોની બાલવચનના અનુભાષણથી અનુસ્મૃતિ થાય છે. ૨૯ ભાવાર્થ
પૂ. નયવિજયજી ગુરુના ચરણકમળમાં પોતે ભમરા જેવા છે, તેમ બતાવીને ગ્રંથકારશ્રી કહે છે, “જેમ ભમરાઓ કમળને સેવે છે, તેમ પોતે ગુરુના ચરણકમળને સેવનારા છે.” વળી, ગ્રંથકાર કહે છે કે મુગ્ધ બુદ્ધિવાળા એવા પોતે આ ગ્રંથ રચ્યો છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ગ્રંથકાર પૂર્વના મહાપુરુષોનાં શાસ્ત્રોને ભણીને તેમના પ્રત્યે મુગ્ધ બુદ્ધિવાળા થયા છે. વળી, જેમણે આ ગ્રંથ રચ્યો છે, એવા પૂ. યશોવિજયજીના સંસારી સગાભાઈ પૂ. પદ્મવિજયજી હતા, જેઓએ સંયમ ગ્રહણ કરીને ભગવાનનાં શાસ્ત્રોનો તેમની સાથે અભ્યાસ કર્યો છે, તેથી તેઓ ભાગ્યના નિલય છે. વળી, તેઓ સંયમની સમ્યક્ આરાધના કરનારા છે, તેથી કલ્યાણના ઘર છે.
પોતે મુગ્ધ બુદ્ધિવાળા છે, તેમ પૂર્વમાં બતાવ્યું. તેનાથી એ બતાવ્યું કે પોતે પૂર્વના મહાપુરુષો આગળ અલ્પ બુદ્ધિવાળા છે, છતાં પૂર્વના મહાપુરુષોનાં વચન પ્રત્યે પોતે મુગ્ધ થયા છે. વળી, પોતે વિશેષ બુદ્ધિવાળા નહિ હોવા છતાં ગ્રંથરચના કેમ કરી છે ? તે બતાવવા અર્થે કહે છે કે “જેઓ મારાથી પણ મંદબુદ્ધિવાળા છે, તેઓને મારા ગ્રંથથી ઉપકાર થશે.” માટે ગ્રંથકારે આ ગ્રંથરચના કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે પરમબોધવાળા પૂર્વના મહાપુરુષો હતા અને તેઓએ ગ્રંથો રચ્યા છે અને તે ગ્રંથો વિદ્યમાન હોવા છતાં મંદબુદ્ધિવાળા એવા ગ્રંથકાર કેમ પોતાના સ્વતંત્ર ગ્રંથો રચે છે? અર્થાત્ તેમના ગ્રંથથી તો પૂર્વના મહાપુરુષોના ગ્રંથને લોકો ગ્રહણ કરશે નહિ તો તેમનો અનાદર થશે. તેથી કહે છે –
પૂર્વના મહાપુરુષો આગળ બાળ એવા પૂ. યશોવિજયજી મહારાજના વચનના અનુભાષણથી પરમબોધવાળા એવા પૂર્વના મહાપુરુષોનું લોકોને સ્મરણ થશે અર્થાત્ લોકો વિચારશે કે અલ્પબુદ્ધિવાળા એવા પણ ઉપાધ્યાયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org