________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૭
શ્લોકાર્થ :
જગતમાં સજ્જનો સેંકડો છે. તેમની સાથે=પૂ. નયવિજયજીની સાથે, કયા સજ્જનને શીઘ્ર હું ઉપમા આપું ? અર્થાત્ પૂ. નયવિજયજી સાથે કોઈ સજ્જનને ઉપમા આપી શકાય નહિ. શું સેંકડો પર્વતો નથી હોતા ? પરંતુ મેરુ જ પૃથ્વીને ધારણ કરે છે. II૨૭।।
ભાવાર્થ:
જે જીવો મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત છે અને ભગવાનના વચનને જાણવા માટે સમ્યક્ યત્ન કરે છે અને શક્તિ અનુસાર ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે સર્વ સજ્જન પુરુષો છે; અને તેવા સજ્જનો જગતમાં થોડા હોવા છતાં સેંકડો છે, પરંતુ પૂ. નયવિજયજી ગુરુ તો પોતાના પરમ ઉપકારી છે, અને જેમણે પોતાને ભણાવીને ઉત્તમ કાર્ય કર્યું છે તેવા પૂ. નયવિજયજી સાથે બીજા કયા સજ્જનને હું સરખાવી શકું ? અર્થાત્ સરખાવી શકું નહિ; કેમ કે બીજા સજ્જનો તો ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, પરંતુ પૂ. નયવિજયજી સજ્જન પુરુષ તો ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તદુપરાંત ગ્રંથકારશ્રીને ભણાવીને મહાન ઉપકાર પણ કરનારા છે. તેથી તેમની સમાન અન્ય કોઈને સજ્જનની ઉપમા આપી શકાય નહિ; અને આ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
૩૫
જગતમાં શું સેંકડો પર્વતો નથી ? અર્થાત્ જગતમાં સેંકડો પર્વતો છે, પરંતુ પૃથ્વીને તો મેરુ જ ધારણ કરે છે. તેમ જગતમાં સેંકડો સજ્જનો છે, પરંતુ ગ્રંથકારશ્રી ઉપર ઉપકાર કરનાર સજ્જન તો માત્ર પૂ. નયવિજયજી ગુરુ જ છે.
અહીં વિશેષ એ છે કે મેરુ પર્વત ઉપર પૃથ્વી નથી, પરંતુ પૃથ્વી ઉપર મેરુ પર્વત છે. આમ છતાં તિર્આલોકની પૃથ્વીના મધ્યમાં મેરુ પર્વત છે, અને તે મેરુ પર્વત સાથે સમગ્ર તિફ્ળલોકની પૃથ્વી સંકળાયેલી છે, તેથી મેરુ જ પૃથ્વીને ધારણ કરે છે તેમ કહેલ છે અર્થાત્ સમગ્ર પૃથ્વીની મધ્યમાં મેરુ છે, તેથી સમગ્ર પૃથ્વીની મધ્યમાં રહેલો મેરુ સમગ્ર પૃથ્વીને ધારણ કરે છે. 112911
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org