Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 38
________________ રપ : સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/બ્લોક-૧૮, ૧૯-૨૦-૨૧ અભિલાષવાળા છે, અને મોક્ષના અર્થી છે, એવા તેઓ સતુશાસ્ત્રના પદાર્થોને તે રીતે જગત સામે મૂકે છે કે જેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય. જેમ સૂર્યના બળથી કમળનો વિકાસ થાય છે, તેમ સજ્જન પુરુષોથી સતુશાસ્ત્રોનો વિકાસ થાય છે. વળી, સજ્જન પુરુષો યોગ્ય જીવોના લોચન માટે સુધા જેવા અંજનની કાન્તિવાળા ચંદ્ર જેવા છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેમ ચંદ્રની શીતળતા લોકોનાં ચક્ષુને ઠંડક આપે છે, તેમ સજ્જન પુરુષો સંસારના તાપથી તપ્ત થયેલા અને કલ્યાણના અર્થી એવા યોગ્ય જીવોના અંતરંગ ચક્ષુને શીતળતા આપે છે. વળી, પાપરૂપી પર્વતને ભેદવા માટે વજ જેવા સજ્જનો છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સજ્જન પુરુષો સર્વ ઉદ્યમથી આત્મામાં વર્તતા મોહના પરિણામોરૂપ પાપોનો નાશ કરે છે, અને યોગ્ય જીવોને પાપ નાશ કરાવવામાં પ્રબળ કારણ બને છે. તેવા સજ્જન પુરુષોને ગ્રંથકાર સતત નમસ્કાર કરે છે. ll૧૮ શ્લોક :भूषिते बहुगुणे तपागणे श्रीयुतैर्विजयदेवसूरिभिः । भूरिसूरितिलकैरपि श्रिया पूरितैर्विजयसिंहसूरिभिः ।।१९।। धाम भास्वदधिकं निरामयं रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशाऽतिशायितामिष्टपूर्तिषु यदीयमञ्चति।।२०।। यैरुपेत्य विदुषां सतीर्थ्यतां स्फीतजीतविजयाऽभिधावताम् । धर्मकर्म विदधे जयन्ति ते श्रीनयादिविजयाऽभिधा बुधाः ।।२१।। અન્વયાર્થ - શ્રિયા=લક્ષ્મીથી પૂરિૉ =પૂરિત એવા શ્રીયુત્તેર્વિનયવસૂરિ =શ્રીયુત વિજયદેવસૂરિ વડે મૂરિસૂરિત્તિ: ઘણા સૂરિતિલકો વડે આપ પણ અને વિનયસિંદસૂરિમિ=વિજયસિંહસૂરિ વડે તો વૈદુમુને=ભૂષિત એવા બહુગુણવાળા તપાગચ્છમાં ૧૯l Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68