________________
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦-૨૧ ધારણ કરનાર હોવાથી અનેક જીવોના કલ્યાણની પરંપરાનું કારણ છે, માટે બહુગુણવાળો છે. ll૧TI અવતરણિકા -
જે તપાગચ્છમાં નયવિજય નામના બુધ થયા છે, તે કેવા સ્વરૂપવાળા છે ? તે શ્લોક-૨૦માં બતાવે છે – ભાવાર્થ
પૂ. નયવિજયજી ગુરુનું નામ સૂર્યથી અધિક તેજસ્વી છે અર્થાત્ સૂર્ય લોકમાં બાહ્ય પ્રકાશ કરનાર છે, જ્યારે પૂ. નયવિજયજી સન્માર્ગનું પ્રકાશન કરનાર હોવાથી પૂ. નયવિજયજી ગુરુનું નામ સૂર્યથી અધિક તેજસ્વી છે. વળી પૂ. નયવિજયજી ગુરુનું નામ નિરામય છે=ભાવરોગ અલ્પ થયેલ હોવાથી ભાવઆરોગ્યવાળા પૂ. નયવિજયજી છે. વળી પૂ. નયવિજયજી ગુરુનું નામ રમણીય છે=લોકોનો ઉપકાર કરવાની સુંદર બુદ્ધિવાળા હોવાથી તેમનું નામ રમણીય છે. વળી પૂ. નયવિજયજી ગુરુનું નામ પ્રસૃત્વર છે=પૂ. નયવિજયજી ગુરુ જગતમાં સજ્જનપણાની કીર્તિથી વિસ્તાર પામેલા હોવાથી તેમનું નામ પ્રસ્તૃત્વર છે. આવા પ્રકારનું પૂ. નયવિજયજી ગુરુનું નામ ઇષ્ટની પૂર્તિમાં કામકુંભથી અતિશયતાને પ્રાપ્ત કરે છે, કેમ કે કામકુંભ તો આલોકના સુખને આપી શકે છે, જ્યારે અનેક ગુણોથી કલિત એવા પૂ. નયવિજયજી ગુરુનું નામ તો તેમના ગુણોના કારણે યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બનવાથી આત્માર્થી જીવોને ઇષ્ટની પ્રાપ્તિમાં પ્રબળ કારણ છે. ll૨ના અવતરણિકા :
પૂ. નયવિજયજી ગુરુનું સ્વરૂપ બતાવ્યા પછી તેમની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
જે પૂ. નયવિજયજી ગુરુ સુંદર ગુણવાળા એવા પૂ. જિતવિજયજી નામના વિદ્વાન ગુરુભાઈથી યુક્ત હતા અને તેઓશ્રીની સાથે રહીને સર્વ ધર્મકૃત્યો કરતા હતા, તે પૂ. નયવિજયજી નામના બુધ પુરુષ જગતમાં જયવંતા વર્તો. jરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org