________________
ર૪
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૭-૧૮
જીવોને પણ ભ્રમ થાય કે સર્વજ્ઞકથિત આગમ વિદ્યમાન હોવા છતાં “આ મહાત્માઓ આ નવી રચના કરે છે તે ઉચિત નથી. વળી નવી રચનાથી પૂર્વ સૂરિઓની હીલના થાય એવો પણ ભ્રમ થાય. વળી, નવા પુરુષોના ગ્રંથોની રચના વાંચવામાં લોકો પ્રવૃત્ત થાય તો આગમોનું વાંચન કે પૂર્વસૂરિઓનું વાંચન ઓછું થવાથી લોકોને આગમથી અને પૂર્વસૂરિઓના કથનથી જે ઉપકાર થવાનો હતો તે થાય નહિ, માટે આ નવી રચના ઉચિત નથી.” આ પ્રકારનો યોગ્ય જીવોને ભ્રમ થાય તો સજ્જનોની નવી રચનાથી જે ઉપકાર થવાનો હતો, તે થાય નહિ, માટે પૂ. હરિભદ્રસૂરિજીએ આદ્ય વિંશિકામાં તે પદાર્થો સ્પષ્ટ કર્યા. તેથી ખલની ઉક્તિઓ અક્ષત રહી નહિ, જેના કારણે સજ્જનોની રચનાને સુંદરતાની પ્રાપ્તિ થાય છે. II૧૭ના
શ્લોક ઃ
न्यायतन्त्रशतपत्रभानवे लोकलोचनसुधाऽञ्जनत्विषे । पापशैलशतकोटिमूर्त्तये सज्जनाय सततं नमोनमः ।। १८ ।।
અન્વયાર્થ:
ન્યાયતન્ત્રશતપત્રમાનવેન્યાયતંત્રરૂપી કમળ માટે સૂર્ય સમાન સ્રોતોષનસુધાડનત્વિષ=લોકોના લોચન માટે સુધાના અંજનની કાન્તિવાળા ચંદ્ર સમાન પાપોતતોટિમૂર્ત્તયે=પાપરૂપી પર્વતને ભેદવા માટે મૂર્તિમાન વજ જેવા સખ્તનાવ=સજ્જનને સતતં=સતત નમોનમઃ=અત્યંત નમસ્કાર કરું છું.
119211
શ્લોકાર્થ :
ન્યાયતંત્રરૂપી કમળ માટે સૂર્યસમાન, લોકોના લોચન માટે સુધાના અંજનની કાન્તિવાળા ચંદ્રસમાન, પાપરૂપી પર્વતને ભેદવા માટે મૂર્તિમાન વજ્ર જેવા સજ્જનને સતત અત્યંત નમસ્કાર કરું છું. [૧૮]
ભાવાર્થ:
શાસ્ત્રવચનોરૂપી કમળને વિકસાવવા માટે સૂર્યસમાન સજ્જન પુરુષો છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેઓ સંસારથી વિરક્ત છે, મોક્ષમાં જવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org