________________
૧૬
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨-૧૩
કરવામાં આનંદ આવે છે, એવા કવિઓની રચનામાં ખલ પુરુષો દૂષણ કાઢીને પીડન કરતા હોય તોપણ તે કવિઓ શ્રુતધર્મના વિસ્તારની પ્રવૃત્તિનો ત્યાગ કરતા નથી. ૧ા
શ્લોક ઃ
नव्यतन्त्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः । नैव भारभयतो विमुच्यते शीतरक्षणपटीयसी पटी ।। १३ ।। અન્વયાર્થ:
સતાં રસ્તે:=સંતોને રતિ હોવાના કારણે=બુધ પુરુષો વડે રચાયેલા ગ્રંથોને જોઈને સંતોને પ્રીતિ થતી હોવાના કારણે સ્વત્તણેવતઃ=ખલના ખેદથી ઘુઘ:=બુધો વડે નવ્યતત્ત્વચનં=નવા ગ્રંથનું રચન ન ત્યખ્યતે-ત્યાગ કરાતું નથી, મારમયતઃ=ભારના ભયથી=વસ્ત્રને ધારણ કરવામાં પ્રાપ્ત થતા ભારના ભયથી શીતરક્ષાપટીવસી=ઠંડીના રક્ષણમાં સમર્થ એવું પી=વસ્ત્ર, નૈવ વિમુક્તે=ત્યાગ કરાતું નથી જ. ।।૧૩।।
શ્લોકાર્થ :
સંતોને રતિ હોવાના કારણે=બુધ પુરુષો વડે રચાયેલા ગ્રંથોને જોઈને સંતોને પ્રીતિ થતી હોવાના કારણે, ખલના ખેદથી બુધો વડે નવા ગ્રંથનું રચન ત્યાગ કરાતું નથી. ભારના ભયથી=વસ્ત્રને ધારણ કરવામાં પ્રાપ્ત થતા ભારના ભયથી, ઠંડીના રક્ષણમાં સમર્થ એવું વસ્ત્ર ત્યાગ કરાતું નથી જ. ||૧૩||
ભાવાર્થ:
બુધ પુરુષોને પૂર્વના મહાપુરુષોના ગ્રંથોમાંથી પ્રાપ્ત થયેલા ગંભીર પદાર્થોને જોઈને રિત થાય છે તેમજ તે મહાપુરુષોના પદાર્થોને સ્પષ્ટ ક૨વા અર્થે કરાતા શ્રમથી તે શાસ્ત્રીય પદાર્થોનું મનન થાય છે તેમાં રતિ હોય છે. તેથી પોતાનાથી અલ્પમતિવાળા જીવોના ઉપકાર અર્થે અને પોતાના સ્મરણ અર્થે નવી રચના કરવાનો બુધ પુરુષોને ઉલ્લાસ હોય છે, તેથી પોતાની કૃતિથી ખલ પુરુષોને ખેદ થતો હોય તોપણ બુધ પુરુષો તે રચના કરવાનો ત્યાગ કરતા નથી. જોકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org