________________
૧૪
સજ્જન સ્તુતિહાત્રિશિકા/બ્લોક-૧૧ અન્વયાર્થ:
વેઃ વૃતિ =કવિની કૃતિ ઉત્તમ પુરુષોની શાસ્ત્રરચના નડાત્મનાં જડ આત્માઓના વેતવ=પેદને જ તનુત્તે વિસ્તારે છે તુવળી સન્નનસ્થ સજ્જનનાં મુદ્દે આનંદને વિસ્તાર છે. જે કારણથી ચન્દ્રમસિ-ચંદ્રભાસી એવા વન-કુવલયમાં ઐરતા=વિકસ્વરતા સબ્યુને કમળમાં વ્યથા=વ્યથા ભવતિ થાય છે રૂતિ એ પ્રમાણેની સ્થિતિ =સ્થિતિ છે. ૧૧૫ શ્લોકાર્થ :
કવિની કૃતિ–ઉત્તમ પુરુષોની શાસ્ત્રરચના, જડ આત્માઓના ખેદને જ વિસ્તારે છે, વળી, સજ્જનના આનંદને વિસ્તાર છે હિં=જે કારણથી, ચંદ્રભાસી એવા કુવલયમાં મેરતા=વિકસ્વરતા, થાય છે. અને ચંદ્ર ઉદય પામે ત્યારે કમળમાં વ્યથા થાય છે, એ પ્રમાણેની સ્થિતિ છે. II૧૧ ભાવાર્થ :
ઉત્તમ પુરુષોની કૃતિ તત્ત્વને બતાવનારી છે, સર્વજ્ઞના વચન અનુસારી છે. આમ છતાં જેઓ જડબુદ્ધિવાળા છે, તેઓ સ્વમતિ અનુસાર શ્રુતના અર્થો કરે છે, તેઓને ઉત્તમ પુરુષોનાં વચનો સ્વમાન્યતા સાથે સંગત ન જણાય ત્યારે ખેદ જ ઉત્પન્ન થાય છે અર્થાત્ “આ મહાત્માએ આ રીતે અસંબદ્ધ પદાર્થ બતાવીને માર્ગનો લોપ કર્યો છે” એમ વિચારીને તેઓની કૃતિ પ્રત્યે અનાદરવાળા થાય છે. વળી, સજ્જન પુરુષો તો ઉત્તમ પુરુષોની કૃતિ જોઈને આનંદિત થાય છે અને વિચારે છે કે સર્વજ્ઞનાં વચનો અતિગંભીર છે, તેનો પરમાર્થ પામવો અતિદુષ્કર છે, આ મહાત્મા કવિએ ગ્રંથરચના કરીને તે ગંભીર પદાર્થ આપણને બોધ થાય તે રીતે સ્પષ્ટ કરેલ છે. તેથી પોતાને તત્ત્વની પ્રાપ્તિ થવાથી સજ્જનો આનંદિત થાય છે. આ કથનને જ દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ ચંદ્રભાસી એવા કુવલય=ચંદ્રવિકાસી એવાં કમળો ચંદ્રના આગમનકાળમાં વિકસી ઊઠે છે, તેમ સજ્જન પુરુષો કવિની કૃતિથી આનંદિત થાય છે; અને રાત્રે બિડાઈ જવાના સ્વભાવવાળાં કમળો ચંદ્રના આગમનથી વ્યથા પામે છે અર્થાત્ બિડાઈ જાય છે, તેમ કવિઓની ઉત્તમ કૃતિઓથી જડ આત્માઓ વ્યથા પામે છે, એ પ્રકારે લોકસ્થિતિ છે. ll૧૧ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org