________________
૧૩
સજ્જનસ્તુતિદ્વાત્રિશિકા/શ્લોક-૧૦-૧૧ સિર તરસા વશીવૃતેઃસિંહને જ શીધ્ર વશ કરાયે છતે શુIIનવાર્તવ= શિયાળના બાળથી મુવિ જગતમાં વિ મયં-શું ભય હોય ?=ભય હોય નહિ. ૧૦ શ્લોકાર્થ :
જો સંતોના અનુગ્રહના ગ્રહણમાં તત્પર મન હોય તો દુર્જનથી કોઈપણ ભય નથી. સિંહને જ શીઘ વશ કરાયે છતે શિયાળના બાળથી જગતમાં શું ભય હોય? અર્થાત્ ભય હોય નહિ. IlRoll ભાવાર્થ :
જો કોઈ વિવેકી પુરુષ સંતપુરુષના અનુગ્રહને ગ્રહણ કરવામાં તત્પર એવું પોતાનું મન કરી શકે તો તે પુરુષ સ્વ સામર્થ્ય અનુસાર સંતપુરુષનાં વચનને જ જાણવા માટે યત્ન કરે છે. તેથી તેવા પુરુષને દુર્જનથી કોઈ ભય રહેતો નથી.
આશય એ છે કે સર્વજ્ઞનું વચન આગમ છે, અને આગમના પદાર્થોને યથાર્થ પ્રકાશન કરનારા સંતપુરુષો છે. આવો નિર્ણય કરીને સંતપુરુષો જે કહે છે તેના પરમાર્થને જાણવા માટે જે પુરુષનું ચિત્ત સદા પ્રવર્તતું હોય તેવા પુરુષને શાસ્ત્રવચનના અર્ધપરમાર્થને જાણનારા દુર્જનથી કોઈ ભય રહેતો નથી; કેમ કે આપ્ત પુરુષોના વચનથી તેમની મતિ અત્યંત ભાવિત છે. તેથી દુર્જનો પદાર્થને યથાતથા સ્થાપન કરે તો પણ તેમના વચનને વશ થઈને તે પુરુષ સંતપુરુષોના અનુગ્રહમાં તત્પર એવા મનનો ત્યાગ કરતો નથી.
જેમ કોઈએ સિંહને જ શીધ્ર વશ કરેલો હોય તેવા પુરુષને શિયાળના બચ્ચાથી ભય રહેતો નથી, તેમ જેણે સંતપુરુષોના અનુગ્રહ પરાયણ સિંહ જેવા પોતાના મનને શીધ્ર વશ કર્યું છે, તેઓને શિયાળના બચ્ચા જેવા દુર્જનના વચનથી તત્ત્વવિષયક વિભ્રમ થતો નથી, માટે દુર્જનોથી કોઈ ભય નથી./૧૦II શ્લોક :
खेदमेव तनुते जडात्मनां सज्जनस्य तु मुदं कवेः कृतिः । स्मेरता कुवलयेऽब्जपीडनं(ऽम्बुजे व्यथा) चन्द्रभासि भवतीति
ફિસ્થિતિઃ સારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org