________________
સજ્જનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૮-૯ પદાર્થોને જોનારા હોય છે. તેથી તેઓ નાસ્તિકવાદનો વિસ્તાર કરીને શ્રુતલતાનો વિનાશ કરે છે. વળી, કેટલાક દુર્જનો પરલોકને માનનારા હોય છે, તોપણ સ્વમતિ અનુસાર શાસ્ત્રોને જોડીને સર્વજ્ઞના વચનરૂપ શ્રુતલતાનો નાશ કરે છે. આમ છતાં જેમ ઉનાળા પછી વર્ષાઋતુ આવે છે, અને ક્ષય પામેલાં વૃક્ષોને નવપલ્લવિત કરે છે, તેમ જગતમાં દુર્જન પુરુષોથી શ્રુતલતાનો નાશ થતો હોય ત્યારે કોઈક ઉત્તમ પુરુષો પણ જગતમાં થાય છે, જેઓ ગુણરૂપી અમૃતની વર્ષા કરીને શ્રુતલતાને નવપલ્લવિત કરે છે અર્થાત્ ભગવાનના શ્રુતજ્ઞાનને યથાવતું પ્રકાશન કરીને દુર્જનોથી થતા શ્રતના નાશથી શ્રતનું રક્ષણ કરે છે.
આનાથી એ ફલિત થાય કે પ્રસ્તુત બત્રીશીમાં “સજ્જન' શબ્દથી લોકમાં જે સારી પ્રકૃતિવાળા હોય છે, તેવા સજ્જનોને ગ્રહણ કરેલ નથી, પરંતુ તત્ત્વદૃષ્ટિથી જેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે ઉદ્યમ કરે છે, જાણીને ભગવાનના વચનનું સમ્યક પ્રકાશન કરે છે અને સ્વયં ભગવાનના વચન અનુસાર સમ્યક પ્રવૃત્તિ કરીને સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે, તેવા સજ્જનોને ગ્રહણ કરીને સ્તુતિ કરેલ છે. આથી જ કહ્યું કે તેવા સજ્જન પુરુષની કૃપાથી ભગવાને કહેલી શ્રુતલતા પલ્લવિત થાય છે; અને જો આવા સજ્જન પુરુષો જગતમાં ન હોય તો સ્વમતિ અનુસાર ચાલનારા અને સ્વમતિ અનુસાર શાસ્ત્રના અર્થને કહેનારા દુર્જનોથી શ્રુતલતાનો વિચ્છેદ થાય, પરંતુ ઉત્તમ પુરુષોથી જ શ્રુતલતા સુરક્ષિત રહે છે. Iટા શ્લોક :तन्यते सुकविकीर्तिवारिधौ दुर्जनेन वडवानलव्यथा । सज्जनेन तु शशाङ्ककौमुदीसङ्गरङ्गवदहो महोत्सवः ।।९।। અન્વયાર્થ:સુવાર્તિવાધિ=શુકવિતા કતિરૂપી સમુદ્રમાં દુર્ગનેન વાનસ્તવ્યથાદુર્જન વડે વડવાનલની વ્યથા તજતે વિસ્તાર કરાય છે. તું વળી દો આશ્ચર્ય છે લગ્નને સજ્જન વડે શશીર્વમુવીરાવ સુકવિતા કીર્તિરૂપી સાગરમાં ચંદ્રના કૌમુદીના સંગના રંગની જેમ મહોત્સવ =મહોત્સવ વિસ્તાર કરાય છે. II૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org