________________
૨૦
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ ભાવાર્થ
પૂર્વના શ્લોકમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી બતાવ્યું કે સજ્જનો જે નવી રચના કરે છે, તે આગમરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવા માટે નાવ જેવી છે, માટે દોષરૂપ નથી. ત્યાં દુર્જન કહે છે કે તોપણ પૂર્વપૂર્વતન સૂરિઓએ જે રચના કરી છે, તેઓની રચના ઝાંખી પડે અને તમારી રચના પ્રકાશનમાં આવે તે પ્રકારનો નવી રચનાનો શ્રમ છે. તથા આ નવી રચનાથી પૂર્વસૂરિઓની હીલના થાય છે માટે આ નવી રચના કરવી ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં સંતપુરુષો કહે છે કે જેમ કોઈ બાળક પિતાના વચનને અનુસરતો હોય અને પિતાનું વચન જ કોઈને કહેતો હોય તો તે પિતાના વચનના કથનથી પિતાની હીલના થતી નથી. તેમ વર્તમાનમાં પણ કોઈ સજ્જન પુરુષ પૂર્વપૂર્વસૂરિઓએ જે રચના કરી છે, તેમના વચનોના પરમાર્થનો બોધ કરીને યોગ્ય જીવોને તે વચનોનું તાત્પર્ય પ્રાપ્ત થાય તે માટે નવી ઋતરચના કરે, તો તે નવી શ્રુત રચના પૂર્વપૂર્વતન સૂરિની હીલનારૂપ નથી, પરંતુ તેમનાં જ વચનોને જગતમાં ઉભાસન કરીને તેમની મહત્તાને બતાવનાર છે, એ પ્રકારે સજજન પુરુષોનું સમાધાન છે. [૧પા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી કહ્યું કે સજ્જનોની નવી રચનાથી પૂર્વપૂર્વતન સૂરિની હીલતા નથી. ત્યાં દુર્જન નવો દોષ બતાવે છે તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે – બ્લોક :किं तथापि पलिमन्थमन्थरैरत्र साध्यमिति दुर्जनोदिते । स्वान्ययोरुपकृतिर्नवा मतिश्चेति सज्जननयोक्तिरर्गला ।।१६।। અન્વયાર્થ:
તથાપિ તોપણ પત્રિમંથનંથ =પલિમંથમંથર એવી નવી રચનાથી=પૂર્વસૂરિઓની રચનાનું અધ્યયન કરવામાં પ્રમાદ કરાવનાર એવી નવી રચનાથી સત્ર=અહીં તત્ત્વની પ્રાપ્તિમાં લિં-સાણં=સાધ્ય છે? અર્થાત્ કંઈ સાધ્ય
Jain Education International
For Private, & Personal Use Only
www.jainelibrary.org