________________
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ છે. દિ=જે કારણથી નિતતાપવિનવ-જીત્યો છે તાપનો વિપ્લવ જેણે એવી સુવશુદ્ધતા—સુવર્ણની શુદ્ધતાને વદિનરેવ યાતિનોતિ અગ્નિ જ વિસ્તાર છે. દા શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, દુર્જનો વડે સજ્જનો ઉપર ઉપકાર કરાય છે; કેમ કે તેમના વચનના વિજયથી કીર્તિનો સંભવ છે દુર્જનોના આક્ષેપકારી વચનોને સજ્જન પુરુષો સમભાવથી સહન કરીને જે વિજય કરે છે તેનાથી સજ્જન પુરુષોની કીર્તિનો સંભવ છે. દિ=જે કારણથી, જીત્યો છે તાપનો વિપ્લવ જેણે એવી સુવર્ણની શુદ્ધતાને અગ્નિ જ વિસ્તારે છે. IIII ભાવાર્થ -
પૂર્વશ્લોકમાં કહ્યું તેમ દુર્જનો વિદ્વાનોને દૂષણ આપવા યત્ન કરે છે, પરંતુ સજ્જન પુરુષો તેમના વચનને સાંભળીને મોહથી આકુળ થતા નથી, પણ મધ્યસ્થ બુદ્ધિ રાખીને વિચારે છે કે દુર્જનો જે દૂષણ આપે છે, તે દૂષણો જો મારામાં હોય તો મારે તે દૂષણોને દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ, અને જો તે દૂષણો મારામાં ન હોય તો દુર્જનોના તે વચનથી કૂપિત થવાથી મારે શું ? એમ વિચારીને સજ્જનો દુર્જનોના વચનથી દુભાયા વગર સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી દુર્જનોના વચનનો વિજય કરવાથી શિષ્ટ લોકોમાં સજ્જનોની કીર્તિ વિસ્તાર પામે છે, અને સજ્જનો વિશેષરૂપે શિષ્ટ લોકોથી ગ્રાહ્ય બને છે. આ રીતે દુર્જનો વડે પુરુષો ઉપર ઉપકાર થાય છે અર્થાત્ દુર્જનોના દૂષણથી સન્દુરુષો વિશેષરૂપે જગતમાં સજનરૂપે પ્રગટ થાય છે.
જેમ વહ્નિના તાપને સહન કરીને તે તાપના ઉપદ્રવને જીતનાર સુવર્ણની શુદ્ધતાને વહ્નિ જ કરે છે. તેમ ઉત્તમ પુરુષોની ઉત્તમતાનો દુર્જનો જ વિસ્તાર કરે છે. Iકા
અવતરણિકા :સજ્જનની અમૃત જેવી વાણીનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org