Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 19
________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫ આત્મા ઉપર વિષ્ણુને સ્થાપન કરે છે, તેમ સજ્જન પુરુષ પોતાના આત્મામાં પુરુષોત્તમ એવા તીર્થંકરોને સ્થાન આપે છે અર્થાત્ તીર્થંકરના વચનોનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી, જેમ ગરુડ પક્ષી અનંત એવા આકાશમાં ગતિ કરે છે, તેમ સજ્જન પુરુષો પણ આત્માને ભવના અંતની પ્રાપ્તિ ન થાય અર્થાત્ સંસારમાં ભવના વિનાશને કારણે જે ભવના અંતની પ્રાપ્તિ થાય છે, તેવા ભવના અંતની પ્રાપ્તિ અત્યાર સુધી થઈ રહી છે તે ક્યારેય ન થાય તેવા અંત વગરના મોક્ષ તરફ ગતિ કરે છે. આ ત્રણ ભાવોથી સજ્જન પુરુષોની ગરુડ અનુકારિતા છે=ગરુડ પક્ષીને અનુસરવાપણું છે. આનાથી એ ફલિત થાય કે સજ્જન પુરુષો ક્યારેય અસંબદ્ધ વચનો બોલતા નથી, વિચારીને જે કંઈ બોલે છે તેમાં ફરતા નથી, અને હૈયામાં વીતરાગના વચનને સ્થાન આપે છે અને સદા સંસારના અંતનું કારણ બને તેવા યોગમાર્ગને સેવે છે. માટે સજ્જનો ગરુડને અનુસરનારા છે. II૪ અવતરણિકા : વળી, સજ્જનોની અને ખલપુરુષોની પ્રકૃતિના ભેદને દૃષ્ટાંતથી બતાવે છે શ્લોક ઃ सज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्द्युतौ, धूकदृक् तमसि सङ्गमङ्गति ॥ ५ ॥ અન્વયાર્થ: વિરુપાં મુળપ્રશ્ને વિદ્વાનોના ગુણગ્રહણમાં સજ્જનસ્ય ધીઃ=સજ્જનની બુદ્ધિ નિવિજ્ઞતે=નિવેશ પામે છે ઘુત્તT=ખલની બુદ્ધિ રૂપને=દૂષણમાં=વિદ્વાનોને દૂષણ આપવામાં નિવેશ પામે છે. ચક્રવાતૃ પંતેર્ઘતો-ચક્રવાક પક્ષીની દૃષ્ટિ સૂર્યની દ્યુતિમાં સફામક્તિ=સંગતે કરે છે પૂવૃદ્ધ તત્તિ=ઘુવડ પક્ષીની દૃષ્ટિ અંધકારમાં સંગને કરે છે. પા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68